Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gujarat

લેખ

ઇન્ડિયન પ્રીમિયર લીગ

આજથી પચીસ મે સુધી જામશે IPL 2025નો રોમાંચ

ચેન્નઈ સૌથી અનુભવી ટીમ, જ્યારે લખનઉ પાસે સૌથી ઓછો અનુભવ: ગુજરાત ટાઇટન્સની જીતની ટકાવારી સૌથી વધારે, પંજાબની સૌથી ઓછી

22 March, 2025 09:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાકિબ-અલ-હસનના દીકરાના બર્થ-ડેની ઉજવણીની તસવીરો

બંગલાદેશના શાકિબ-અલ-હસનની બોલિંગ-ઍક્શનને મળી ક્લીન ચિટ

બંગલાદેશના ભૂતપૂર્વ કૅપ્ટન શાકિબ-અલ-હસનની બોલિંગ ઍક્શનને ક્લીન ચિટ મળી ગઈ છે અને હવે તે મેદાનમાં પાછો ફરી શકશે. શાકિબ હવે વિશ્વભરમાં વન-ડે અને લીગમાં રમી શકે છે. તેણે ટેસ્ટ અને T20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

22 March, 2025 07:42 IST | Dhaka | Gujarati Mid-day Correspondent
વિજય વડેટ્ટીવાર

ગુજરાતના માર્ગે કૅન્સર આવી રહ્યું છે મહારાષ્ટ્રમાં

કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતાએ ગુટકા વિશે વિધાનસભામાં કર્યો ગંભીર આરોપ

22 March, 2025 07:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કોસ્ટલ રોડ

પત્ની સાથેનો ઝઘડો બન્યો જીવલેણ?

ચાર મહિના પહેલાં જ લવ-મૅરેજ કરનાર મલાડના યુવકે કોસ્ટલ રોડ પરથી જીવન ટૂંકાવ્યું

22 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

પાપડી ચટણીનો સ્વાદ  અવિસ્મરણીય હોય છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ 75 વર્ષથી `શ્રી જય જલારામ ફરસાણ કોર્નર`નાં પાપડી-ચટણીનો સ્વાદ યથાવત્

ગુજરાતીઓ અને ખાણી-પીણીનો અજોડ સંબંધ એ વાત સાબિત કરે છે કે તેમના માટે જમવાનું માત્ર ભૂખ સંતોષવાનો માધ્યમ જ નથી, પરંતુ એક ઉત્સવ સમાન અનુભવ છે. ખાસ કરીને અમદાવાદ તો નાસ્તાના રસિયાઓ માટે ખરેખર એક સ્વર્ગ સમાન ગણાય છે. ફાફડા, ગાંઠિયા અને પાપડી એ બધા એક જ પરિવારના અલગ-અલગ સ્વાદભર્યા રૂપ છે, જે હવે તો તમને દેશભરમાં તમામ ખૂણે મળી જશે. પરંતુ દરેક જગ્યાએ તેની બનાવટની પદ્ધતિ અને સાથે પીરસાતા સંભારા તથા ચટણીના લીધે તે અનોખો અને યાદગાર અનુભવ કરાવે છે. કદાચ એટલેજ ગુજરાતીઓ જ્યાં જાય ત્યાં નવા સ્વાદની શોધ કર્યા વિના પાછા ફરતા નથી અને હા, થોડું પૅક કરીને ઘરે લાવવાનું પણ ભૂલતા નથી. કલ્પના કરો, ગરમાગરમ પાપડી તળાઈ રહી છે, સાથે તીખા તળેલા મરચાં, પપૈયાનું તીખું છીણ અને મનને મોહી લે તેવી લીલી ચટણી...જે ખટાશ, તીખાશ અને ગળપણનો પરફેક્ટ સ્વાદ આપે... આ માત્ર વિચારથી જ મોઢામાં પાણી આવી જાય, છે ને? આજના લેખમાં, હું તમને અમદાવાદની એક પ્રખ્યાત ફરસાણની પેઢી ‘શ્રી જય જલારામ ફરસાણ કોર્નર’ વિશે જણાવીશ, જ્યાં નાસ્તાની મજા કંઈક અલગ જ હોય છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

22 March, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
UBT જૂથના ઘણા નેતાઓ શિંદેના કેમ્પમાં જોડાયા

શિવસેના (UBT)ના અનેક નેતાઓ એકનાથ શિંદે કેમ્પમાં જોડાયા: જુઓ તસવીરો

ગુરુવારે ઉદ્ધવ ઠાકરે શિવસેના (UBT) જૂથના ઘણા નેતાઓ અને કાર્યકરો એકનાથ શિંદેના કેમ્પમાં જોડાયા હતા. (તસવીર સૌજન્ય: એકનાથ શિંદેની ઑફિસ)

22 March, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આઇપીએલ ફૅન પાર્ક ફરી શરૂ થશે (તસવીરો: મિડ-ડે)

IPLની ટિકિટ નથી? કોઈ વાંધો નહીં, આ શહેરોમાં ફૅન પાર્કમાં કરો સ્ટેડિયમ જેવો અનુભવ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો ફીવર 22 માર્ચથી સંપૂર્ણ દેશમાં જોવા મળવાનો છે. જોકે આ મૅચની ટિકિટ્સ મળવી ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ જો આ મૅચની ટિકિટ ન મળે તો પણ આઇપીએલના ચાહકો ફૅન પાર્કમાં સ્ટેડિયમ જેવો જ અનુભવ કરી શકશે. (તસવીરો: મિડ-ડે)

22 March, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્વાસ્થ્યાસનના ચાલીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: કૂર્માસનના આવા ફાયદા કદાચ જ તમને ખબર હશે

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘કૂર્માસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા અહીં ક્લિક કરો

21 March, 2025 06:59 IST | Mumbai | Shilpa Bhanushali

વિડિઓઝ

વડોદરા અકસ્માત પીડિતાની બહેને આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી

વડોદરા અકસ્માત પીડિતાની બહેને આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી

વડોદરાના કાર અકસ્માતમાં હેમાલી પટેલે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે તેમના પતિની હાલત ગંભીર છે, વેન્ટિલેટર પર છે. હેમાલીની બહેન નીતિ પટેલે તેના દુઃખ અને ગુસ્સાને વ્યક્ત કરતાં આરોપી ડ્રાઇવરને મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજાની માગણી કરી હતી. નીતિએ તેની બહેન માટે ન્યાયની વિનંતી કરીને તેના સાળાની સ્થિતિના હૃદયદ્રાવક સમાચાર પણ શેર કર્યા. વધુ માટે વિડિયો જુઓ.

20 March, 2025 09:30 IST | Vadodara

"ખુશી સે ઝૂમ પડે...," સુનિતા વિલિયમ્સના ઘરે પાછા ફરવા પર પિતરાઈ ભાઈ ખુશ

અમદાવાદ, ગુજરાત | 9 મહિના સુધી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ફસાયેલા રહ્યા પછી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પાછા ફર્યા ત્યારે, તેના પિતરાઈ ભાઈ દિનેશ રાવલે કહ્યું, "જ્યારે તે પાછી આવી, ત્યારે અમે ખુશીથી કૂદી પડ્યા... હું ખૂબ ખુશ હતો... ગઈકાલ સુધી, મારા હૃદયમાં એક અસ્વસ્થતાભરી લાગણી હતી... ભગવાને અમારી પ્રાર્થના સાંભળી છે અને અમારી સુનિને સુરક્ષિત રીતે પાછી લાવી છે... સુનિતા કોઈ સામાન્ય વ્યક્તિ નથી... તે દુનિયા બદલી નાખશે..."

19 March, 2025 05:45 IST | Ahmedabad
ઝુલાસના ગામે  ISS માંથી સુનિતાના સુરક્ષિત પાછા આવવાની ઉત્સાહથી ઉજવણી કરી

ઝુલાસના ગામે ISS માંથી સુનિતાના સુરક્ષિત પાછા આવવાની ઉત્સાહથી ઉજવણી કરી

નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સના સ્વદેશ પાછા ફરવાથી ગુજરાતના તેમના પૈતૃક ગામમાં ભારે આનંદ ફેલાયો છે. અવકાશમાં 600 થી વધુ દિવસ વિતાવ્યા પછી, તે આખરે ઘરે પરત ફરી રહી છે.

19 March, 2025 05:03 IST | Gandhinagar
The Gujaratis: કરો ગુજરાતીઓના ઇતિહાસ, મૂળ અને ઓળખનું અન્વેષણ સલિલ ત્રિપાઠી સાથે

The Gujaratis: કરો ગુજરાતીઓના ઇતિહાસ, મૂળ અને ઓળખનું અન્વેષણ સલિલ ત્રિપાઠી સાથે

સલિલ ત્રિપાઠીના શબ્દો સોમનાથ અગરબત્તીની સુગંધ જેવુ છે. પરિચિત પણ વિચારશીલ. સલિલે તેમની પુસ્તક `The Gujaratis` માં ગુજરાતીઓ વિશે વાત કરતાં કહ્યું તેઓ ફક્ત હોશિયાર વેપારીઓ નહીં, પણ સંસ્કૃતિ અને પરંપરાથી ભરપૂર એક સમાજ છે. બેલ્જિયમની હીરાની બજારોથી લઈને અમેરિકાના હાઇવે પરના પટેલ મોટેલ્સ સુધી, ત્રિપાઠી ગુજરાતીઓનો એક એવો ચિત્ર બનાવે છે જે વિશ્વના બધા ગુજરાતીઓને જોડે છે. તેમણે ‘અસ્મિતા’ એટલે કે ગુજરાતી હોવાનો ગર્વ વિશે પણ વાત કરી, જે તેમની મહેનત, સંઘર્ષ અને સફળતાનું રહસ્ય છે. પરંતુ ત્રિપાઠી ફક્ત મીઠી વાતો જ નથી કરતા, તેઓ રાજકારણ, વિભાજનવાદ અને અન્ય એવી વાતો પણ જણાવે છે જેની હંમેશા જાહેર ચર્ચા થતી નથી. તેમને ગુજરાતીઓ વિશે વાત કરતા સાંભળવું એ એક પ્રિય જૂનું ગીત સાંભળવા જેવું છે, પરિચિત હોવા છતાં એવા ગીતો સાથે જે તમે પહેલાં ક્યારેય વધુ ધ્યાન આપ્યું ન હોય.

18 March, 2025 09:16 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK