Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gujarat News

લેખ

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

ગુજરાતનાં ભરૂચની ફૅક્ટરીમાં ફરી ભડકી આગ, કર્મચારીઓ અને સ્થાનિકોમાં ગભરાટ, Video

Gujarat Factory Fire: ફાયર વિભાગની ટીમે પાણી અને ફોમનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આગના કારણે આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિક લોકો પોતાના ઘરોમાંથી બહાર આવ્યા અને આગની ગંભીરતા જોઈ.

15 April, 2025 06:55 IST | Bharuch | Gujarati Mid-day Online Correspondent
સુરત કરે છે ઇનોવેશન: ભારતનું પહેલું AI-Powered રોબોટિક ક્લીનિંગ શોરૂમ ખુલ્યું

સુરત કરે છે ઇનોવેશન: ભારતનું પહેલું AI-Powered રોબોટિક ક્લીનિંગ શોરૂમ ખુલ્યું

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે આપણી રોજિંદી જિંદગીના ઘણા પાસાઓને બદલી નાખ્યા છે—સ્માર્ટફોનથી લઈને હેલ્થકેર સુધી—પણ ઘરની સફાઈ હજુ સુધી મોટે ભાગે પરંપરાગત જ રહી છે.

14 April, 2025 08:06 IST | Surat | Bespoke Stories Studio
બાળહનુમાનને અંજનીમાતાના વહાલના આ દૃશ્યએ ભક્તજનોને અલૌકિક અનુભૂતિ કરાવી હતી.

સાળંગપુરમાં હનુમાનદાદાના શરણે સાતથી ૧૦ લાખ ભક્તજનોએ શ્રદ્ધાપૂર્વક નમાવ્યું શીશ

સવારે અંજનીમાતા સાથે બાળહનુમાનના ફોટોએ સૌનાં દિલ જીતી લીધાં

13 April, 2025 12:55 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
શાકભાજી અને તરબૂચ આરોગતી ગૌમાતાઓ.

ત્રણ ટન શાકભાજી ને તરબૂચની રંગોળી બનાવીને ગૌમાતાઓને ભોજન કરાવ્યું

ઉત્તર ગુજરાતમાં ડીસા તાલુકાના સાંડિયા ગામે જલિયાણ ગૌશાળામાં હનુમાન જન્મોત્સવની અનોખી ઉજવણી

13 April, 2025 12:38 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

ફોટા

હનુમાનદાદાને ગુલાબની પાંખડી સહિતનાં ફૂલોથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને સુખડીનો ભોગ ધરવામાં આવ્યો હતો.

સાળંગપુરમાં આજે હનુમાનદાદાના શરણે આવશે બે લાખથી વધારે ભક્તજનો

ગઈ કાલે ૧૦૦૮ મંત્રોચ્ચારથી રાજોપચાર પૂજન સાથે હનુમાન જયંતીની ઉજવણીનો થયો શુભારંભ : કળશયાત્રાએ ભક્તજનોનાં મન મોહ્યાં : સુખપરની બહેનોના બૅન્ડે ધૂમ મચાવી ગુજરાતના સાળંગપુરમાં આવેલા વિશ્વવિખ્યાત હનુમાનદાદાના મંદિરમાં દર્શન કરવા માટે આજે હનુમાન જયંતીના પ્રસંગે બે લાખથી વધુ હનુમાનભક્તો ઊમટશે અને દાદાના શરણમાં જઈને શીશ નમાવી આશીર્વાદ મેળવશે. હનુમાન જયંતીને લઈને મંદિર-પ્રશાસને તૈયારીઓ કરી છે. હનુમાન મંદિરમાં ગઈ કાલે રાજોપચાર પૂજન સાથે હનુમાન જયંતી મહોત્સવનો આધ્યાત્મિકતાના માહોલમાં રંગેચંગે શુભારંભ થયો હતો. સાળંગપુરમાં નીકળેલી કળશયાત્રાએ ભક્તજનોનાં મન મોહ્યાં હતાં અને એમાં પણ સુખપરની બહેનોના બૅન્ડે ધૂમ મચાવી હતી.   સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં ગઈ કાલે રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. શ્રીલંકાથી મગાવેલાં ખાસ ફૂલો તેમ જ ૨૦૦ કિલો સેવંતીનાં ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. થાઇલૅન્ડથી હનુમાનદાદા માટે ખાસ આંકડાની કળીઓનો હાર મગાવ્યો હતો તેમ જ ૧૦૦ કિલો ગુલાબની પાંખડીઓ સહિત ૧૦૦૮ કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવ હનુમાનદાદા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ૧૦૦૮ કિલો સુખડીનો ભોગ ધરવામાં આવ્યો હતો અને ૧૦૦૮ મંત્રોચ્ચારથી પૂજન કરવામાં આવ્યું હતું. સાંજે નારાયણ કુંડથી હનુમાન મંદિર સુધી કળશયાત્રા યોજાઈ હતી. બહેનોના માથે સુવર્ણ કળશ મૂકીને પવિત્ર જળ મંદિરે લઈ જવાયું હતું. નારાયણ સરોવર, પંપા સરોવર, પ્રયાગરાજના ત્રિવેણી સંગમનું જળ, ગોદાવરી-ગંગા-સાબરમતી-નર્મદા-સરયૂ-સરસ્વતી-કપિલા સહિતની નદીઓનાં જળ, કન્યાકુમારી સમુદ્રનું જળ જગન્નાથપુરી સમુદ્રનું જળ, ગંગાસાગર સમુદ્રનું જળ કળશમાં રાખવામાં આવ્યું હતું. આ બધાં જળનો હનુમાનદાદાના મહાભિષેક માટે ઉપયોગ કરવામાં આવશે. કળશયાત્રામાં ગજરાજો, ઘોડા અને બળદગાડી સાથે નાશિક ઢોલ, અઘોરી ડાન્સ, સીદી ડાન્સ તેમ જ અખાડિયનોનાં હેરતઅંગેઝ કરતબોથી ભક્તજનો મંત્રમુગ્ધ થયા હતા તો સુખપરની બહેનોની રાસમંડળીના બૅન્ડે ધૂમ મચાવી હતી. અસંખ્ય ભક્તોએ કળશયાત્રામાં જોડાઈને હનુમાનદાદા પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કરીને મંદિરમાં જઈને દર્શન કર્યાં હતાં. સંતોએ ૨૫૧ કિલો ફૂલોથી અને પચીસ હજાર ચૉકલેટથી દર્શનાર્થીઓને વધાવ્યા હતા.

13 April, 2025 07:10 IST | Salangpur | Gujarati Mid-day Correspondent
આગથી બચવા જુઓ કઈ રીતે જીવ દાવ પર મૂક્યો

આગથી બચવા જુઓ કઈ રીતે જીવ દાવ પર મૂક્યો

અમદાવાદમાં ખોખરા વિસ્તારના પરિષ્કાર અપાર્ટમેન્ટમાં આગ લાગતાં એક મહિલાએ બે બાળકો સાથે જીવ જોખમમાં મૂક્યો હતો. મહિલાએ પોતાનાં બે બાળકને નીચે લટકાવ્યાં અને નીચેથી બે યુવાનોએ તેમને સહીસલામત ઉતારી લીધા બાદ મહિલા પોતે લટકી પડતાં ત્રણ જણે તેમના પગ પકડીને તેમને બચાવી લીધાં હતાં.

13 April, 2025 07:10 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
આ સમગ્ર ઉજવણીઓ દ્વારા ધરમપુરની ધન્ય ધરાએ શ્રીમદ્ રાજચંદ્રજીની પધરામણીની પાવન ક્ષણોને ફરી ફરી માણી, જે તેઓશ્રીના દિવ્ય જીવન અને બોધની  પ્રેરણા પામવાનો એક મોટો અવસર બની રહી હતી.

શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં સેંકડો ભક્તોએ મહામસ્તકાભિષેકનો લ્હાવો લીધો

ગુડી પાડવાના પવિત્ર દિવસે ભારતના સંત, અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીની ધરમપુરમાં પધરામણીને 125 વર્ષ થયા. આ પ્રસંગને ઉજવતાં ધરમપુરમાં એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું. ભગવાન મહાવીર અને શ્રીમદ્ રાજચંદ્રજીના રથથી શોભાયમાન આ શોભાયાત્રામાં પૂજ્ય ગુરૂદેવ રાકેશજી પણ એક રથમાં બિરાજમાન હતા. ભગવાનના આગમનની છડી પોકારતાં ઢોલ નગારાં સાથે હાથી, ઘોડા, ઊંટ, મ્યુઝિક બૅન્ડ સાથે સેંકડો ભક્તો પણ આવ્યા હતા. સ્ત્રીઓ માથા પર કળશ લઈને, શ્રીમદ્ રાજચંદ્રજી લિખિત વચનામૃતજીનું પવિત્ર પુસ્તક લઈને પોતાનો અહોભાવ દર્શાવતાં ચાલી રહી હતી. ધરમપુરની જે શેરીઓમાંથી આ શોભાયાત્રા પસાર થઇ રહી હતી ત્યાં ત્યાં નગરજનો દર્શન સ્વાગત કરી રહ્યા હતાં. સ્થાનિક સંગઠનો, મંડળો પણ પૂજ્ય ગુરૂદેવશ્રીનું બહુમાન કરી રહ્યા હતા. અબાલવૃદ્ધ સહુ કોઈ અત્યંત ધર્મોલ્લાસપૂર્વક નાચતાં ગાતાં ધરમપુરના માર્ગો પર ઉત્સવનું વાતાવરણ સર્જી રહ્યાં હતાં. આ મંગલ પ્રસંગે સમગ્ર ધરમપુરના કતલખાના બંધ રાખવામાં આવ્યા હતાં.

03 April, 2025 06:56 IST | Dharampur | Gujarati Mid-day Online Correspondent
વર્ચ્યુઅલી ફ્લેગ ઑફ થયું તેની તસવીરી ઝલક

હજીરાથી કંડલા પોર્ટ તરફ ઈલેક્ટ્રોલાઈઝર્સના કન્સાઈનમેન્ટનું વર્ચ્યુલ ફ્લેગ ઑફ

નવીન ઉર્જાના ક્ષેત્રે દેશભરમાં મિશન મોડ પર કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ તેને અનુરૂપ આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના લક્ષ્યને પ્રાપ્ત કરવા અને ઊર્જા પરિવર્તન માટે ગુજરાતમાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા ખાતે સ્થાપિત થવા જઈ રહેલા 1 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ માટે `મેઈડ-ઇન-ઇન્ડિયા` હેઠળ ઉત્પાદિત ઇલેક્ટ્રોલાઇઝર્સને વર્ચ્યુઅલી ફ્લેગ ઑફ કરાવ્યું હતું.

20 March, 2025 07:01 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ભૂપેન્દ્ર પટેલે `નર્મદાના સિંહ`નું સન્માન કર્યું

ભૂપેન્દ્ર પટેલે `નર્મદાના સિંહ`નું સન્માન કર્યું

રતનસિંહજી મહિડા મેમોરિયલ ઇવેન્ટ 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે `નર્મદાના સિંહ` એવોર્ડ સમારોહમાં હાજરી આપી. 12 એપ્રિલ, 2025 ના રોજ શ્રી રતનસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ - "ધ લાયન ઓફ નર્મદા" શીર્ષક માટે આયોજિત સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમાજમાં અસાધારણ યોગદાનને માન્યતા આપે છે અને નર્મદા ક્ષેત્રના આદરણીય નેતા રતનસિંહજી મહિડાના વારસાનું સન્માન કરે છે.

14 April, 2025 07:04 IST | Ahmedabad
ગુજરાત: સુરતના વેસુ વિસ્તારની એક ઇમારતમાં આગ લાગી

ગુજરાત: સુરતના વેસુ વિસ્તારની એક ઇમારતમાં આગ લાગી

સુરત (ગુજરાત), ૧૧ એપ્રિલ, ૨૦૨૫ (ANI): ગુજરાતના સુરત જિલ્લાના વેસુ વિસ્તારની એક ઇમારતમાં ૧૧ એપ્રિલના રોજ આગ લાગી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સમયસર કોઈ જાનહાનિના અહેવાલ નથી. ફાયર ટેન્ડરો સમયસર પહોંચ્યા અને આગ પર કાબૂ મેળવ્યો.

12 April, 2025 07:00 IST | Surat
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા માની પૂજામાં પ્રાર્થના કરી...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા માની પૂજામાં પ્રાર્થના કરી...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 08 એપ્રિલે નર્મદાના રામપુરા ગામમાં નર્મદા માનું પૂજન કર્યું હતું.

08 April, 2025 06:12 IST | Ahmedabad
દ્વારકાધીશ સમક્ષ માથું નમાવવા જઈ રહ્યો છું: અનંત અંબાણીએ પદયાત્રા દરમિયાન કહ્યું

દ્વારકાધીશ સમક્ષ માથું નમાવવા જઈ રહ્યો છું: અનંત અંબાણીએ પદયાત્રા દરમિયાન કહ્યું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીએ જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની `પદયાત્રા` શરૂ કરી છે. અનંત અંબાણી કહે છે, "...આજે પદયાત્રાનો 8મો દિવસ છે. હું દ્વારકાધીશ સમક્ષ માથું નમાવવા જઈ રહ્યો છું..."

06 April, 2025 07:19 IST | Dwarka

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK