Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ahmedabad

લેખ

સ્મૃતિ શાહ

ગુજરાત સમાચારનાં ડિરેક્ટર સ્મૃતિ શ્રેયાંશ શાહનું અવસાન

Gujarat Samachar Smruti Shah No More: તેઓ તેમની અદભૂત નિર્ણયક્ષમતા અને મેનેજમેન્ટ કુશળતાને કારણે જાણીતાં બન્યાં હતાં. આજે તેમની અંતિમયાત્રા નીકળશે.

18 April, 2025 08:25 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

અમદાવાદમાં શરૂ થશે શ્વાનોનું સ્મશાનગૃહ

મ્યુનિસિપલ કૉર્પોરેશન CNG આધારિત સ્મશાનગૃહ શરૂ કરશે

17 April, 2025 02:46 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
મોડાસામાં રાહુલ ગાંધીએ સ્વામીનારાયણ મંદિરમાં દર્શન કર્યાં હતાં.

તમે ગુજરાતમાં કૉન્ગ્રેસ પાર્ટી માટે લડો છો એ આસાન કામ નથી- રાહુલ ગાંધી

તમે ગુજરાતમાં કૉન્ગ્રેસ પાર્ટી માટે લડો છો એ આસાન કામ નથી. કદાચ આખા દેશમાં તમારે સૌથી વધુ સહન કરવું પડે છે. તમે ધમકીઓ સાંભળો છો, તમે ગાળો ખાઓ છો, લાઠી ખાઓ છો પણ કૉન્ગ્રેસ પાર્ટીનો ઝંડો નથી છોડતા

17 April, 2025 02:05 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદમાં કૉન્ગ્રેસ કાર્યાલયમાં રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું.

લોકોની વચ્ચે રહેતા હોય એવા કાર્યકર કે નેતાને જ ઉમેદવાર બનાવવામાં આવશે

સંગઠન મજબૂત કરવા રાહુલ ગાંધી ગુજરાતમાં : આજે મોડાસાથી સંગઠન સર્જન અભિયાનનો કરશે પ્રારંભ

16 April, 2025 12:40 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

ફોટા

હનુમાનદાદાને ગુલાબની પાંખડી સહિતનાં ફૂલોથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને સુખડીનો ભોગ ધરવામાં આવ્યો હતો.

સાળંગપુરમાં આજે હનુમાનદાદાના શરણે આવશે બે લાખથી વધારે ભક્તજનો

ગઈ કાલે ૧૦૦૮ મંત્રોચ્ચારથી રાજોપચાર પૂજન સાથે હનુમાન જયંતીની ઉજવણીનો થયો શુભારંભ : કળશયાત્રાએ ભક્તજનોનાં મન મોહ્યાં : સુખપરની બહેનોના બૅન્ડે ધૂમ મચાવી ગુજરાતના સાળંગપુરમાં આવેલા વિશ્વવિખ્યાત હનુમાનદાદાના મંદિરમાં દર્શન કરવા માટે આજે હનુમાન જયંતીના પ્રસંગે બે લાખથી વધુ હનુમાનભક્તો ઊમટશે અને દાદાના શરણમાં જઈને શીશ નમાવી આશીર્વાદ મેળવશે. હનુમાન જયંતીને લઈને મંદિર-પ્રશાસને તૈયારીઓ કરી છે. હનુમાન મંદિરમાં ગઈ કાલે રાજોપચાર પૂજન સાથે હનુમાન જયંતી મહોત્સવનો આધ્યાત્મિકતાના માહોલમાં રંગેચંગે શુભારંભ થયો હતો. સાળંગપુરમાં નીકળેલી કળશયાત્રાએ ભક્તજનોનાં મન મોહ્યાં હતાં અને એમાં પણ સુખપરની બહેનોના બૅન્ડે ધૂમ મચાવી હતી.   સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં ગઈ કાલે રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. શ્રીલંકાથી મગાવેલાં ખાસ ફૂલો તેમ જ ૨૦૦ કિલો સેવંતીનાં ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. થાઇલૅન્ડથી હનુમાનદાદા માટે ખાસ આંકડાની કળીઓનો હાર મગાવ્યો હતો તેમ જ ૧૦૦ કિલો ગુલાબની પાંખડીઓ સહિત ૧૦૦૮ કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવ હનુમાનદાદા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ૧૦૦૮ કિલો સુખડીનો ભોગ ધરવામાં આવ્યો હતો અને ૧૦૦૮ મંત્રોચ્ચારથી પૂજન કરવામાં આવ્યું હતું. સાંજે નારાયણ કુંડથી હનુમાન મંદિર સુધી કળશયાત્રા યોજાઈ હતી. બહેનોના માથે સુવર્ણ કળશ મૂકીને પવિત્ર જળ મંદિરે લઈ જવાયું હતું. નારાયણ સરોવર, પંપા સરોવર, પ્રયાગરાજના ત્રિવેણી સંગમનું જળ, ગોદાવરી-ગંગા-સાબરમતી-નર્મદા-સરયૂ-સરસ્વતી-કપિલા સહિતની નદીઓનાં જળ, કન્યાકુમારી સમુદ્રનું જળ જગન્નાથપુરી સમુદ્રનું જળ, ગંગાસાગર સમુદ્રનું જળ કળશમાં રાખવામાં આવ્યું હતું. આ બધાં જળનો હનુમાનદાદાના મહાભિષેક માટે ઉપયોગ કરવામાં આવશે. કળશયાત્રામાં ગજરાજો, ઘોડા અને બળદગાડી સાથે નાશિક ઢોલ, અઘોરી ડાન્સ, સીદી ડાન્સ તેમ જ અખાડિયનોનાં હેરતઅંગેઝ કરતબોથી ભક્તજનો મંત્રમુગ્ધ થયા હતા તો સુખપરની બહેનોની રાસમંડળીના બૅન્ડે ધૂમ મચાવી હતી. અસંખ્ય ભક્તોએ કળશયાત્રામાં જોડાઈને હનુમાનદાદા પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કરીને મંદિરમાં જઈને દર્શન કર્યાં હતાં. સંતોએ ૨૫૧ કિલો ફૂલોથી અને પચીસ હજાર ચૉકલેટથી દર્શનાર્થીઓને વધાવ્યા હતા.

13 April, 2025 07:10 IST | Salangpur | Gujarati Mid-day Correspondent
આગથી બચવા જુઓ કઈ રીતે જીવ દાવ પર મૂક્યો

આગથી બચવા જુઓ કઈ રીતે જીવ દાવ પર મૂક્યો

અમદાવાદમાં ખોખરા વિસ્તારના પરિષ્કાર અપાર્ટમેન્ટમાં આગ લાગતાં એક મહિલાએ બે બાળકો સાથે જીવ જોખમમાં મૂક્યો હતો. મહિલાએ પોતાનાં બે બાળકને નીચે લટકાવ્યાં અને નીચેથી બે યુવાનોએ તેમને સહીસલામત ઉતારી લીધા બાદ મહિલા પોતે લટકી પડતાં ત્રણ જણે તેમના પગ પકડીને તેમને બચાવી લીધાં હતાં.

13 April, 2025 07:10 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
બરફનો ગોળો ખાવો એ નાનપણની સૌથી વ્હાલી યાદગીરી છે - તસવીર પૂજા સાંગાણી

જ્યાફતઃ બરફના ગોળા હવે નવા રૂપમાં ટ્રેન્ડ થાય છે પણ ઓરિજનલની શાન બરકરાર

 આખા ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીએ લોકોને તોબા પોકારાવી છે. આ સિઝન એવી છે જ્યારે લોકો ઠંડક માટે જુદા જુદા પ્રકારના આઈસ ગોળા તરફ દોટ લગાવે છે. દિવસ આથમતા, ગુજરાતના અનેક શહેરની ચારેકોર ગોળાવાળાની લારી કે પૉપ્યુલર ગોળા સેન્ટરો પર લોકોની ભીડ એક સામાન્ય દ્રશ્ય બની ગયું છે. બરફના ગોળાનું નામ સાંભળતાં જ મારાં મનમાં નાનપણની યાદો તાજી થઈ જાય છે. બપોરના ચાર પાંચ વાગ્યાના સમયે ટન ટન ઘંટડી વાગતી અને ઠંડા ગાર ગોળાવાળા ભૈયાના આગમનથી દરેક જણ ખુશખુશાલ થઇ જતું. માત્ર બાળકો જ નહીં, દરેક વયના લોકો માટે આ દેશી પૉપ્સિકલ ખાસ આકર્ષણ બનતું. ગોળાની સામાન્ય દેખાતી લારી પણ એક અલગ આકર્ષણ હતું. જેમાં રંગબેરંગી સ્વાદોથી ભરેલી લાંબી બોટલોથી રહેતી, કંતાન ઢાકેલી બરફની લાદી રહેતી. ભૈયાજી ધારદાર ચપ્પાથી સારી એવી મહેનત કરી તોડી તેનું છીણ કરતા, બાદમાં ગ્લાસમાં બરફનું છીણ ભરી તેમાં લાકડી ખોસતા અને તે સારી રીતે બેસે પછી તૈયાર થતો બરફનો ગોળો.  ગ્રાહકની પસંદગી મુજબની ફ્લેવર સાથે તે પીરસવામાં આવતો. કાલા ખટ્ટા, ગુલાબ, કેરી, અનાનસ, નારંગી, ખસ, ફાલસા, રેઇનબો વગેરે જેવા વિવિધ સ્વાદમાં આવતા, ગોળાને ખૂબ આનંદ, અને સંતોષથી ચુસ્કી લઈ લઈને આપણે સૌ માણતા. આ આખી પ્રક્રિયાનો અનુભવ મને હંમેશા ઉનાળામાં એક મોજીલી મીઠી ઠંડક આપતો.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

11 April, 2025 01:45 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પાણીપુરીના ચાહકોથી અહીં ભીડ જમા થતી હોય છે - તસવીર સૌજન્ય ડાબે પૂજા સાંગાણી, જમણે એઆઇ

જ્યાફતઃ મણિનગરની અશોક પાણીપુરીના સ્વાદની રંગત સાથે પરંપરાની સંગત

જો તમે મારી જેમ ચટપટા અને મસાલેદાર ચટાકાના શોખીન છો, તો મણિનગરના સિંધી માર્કેટની ‘અશોક પાણીપુરી’ તમારી સ્વાદયાત્રાની અનિવાર્ય મંજિલ બની શકે છે. અહીં માત્ર પાણીપુરી જ નહીં, પણ વિવિધ ચાટ વાનગીઓનો એવો સ્વાદ મળે છે કે એકવાર જમ્યા પછી વારંવાર અહીં આવવું મન થાય છે. ખાસ કરીને સાંજના સમયે, સિંધી માર્કેટમાં પગ મૂકતા જ અશોકની પાણીપુરીનો સ્વાદ માણવા આતુર ભીડ નજરે પડે છે. મહિલાઓના ટોળાં અહીંનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ માણવા ઉમટી પડે છે.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

05 April, 2025 06:58 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

દ્વારકાધીશ સમક્ષ માથું નમાવવા જઈ રહ્યો છું: અનંત અંબાણીએ પદયાત્રા દરમિયાન કહ્યું

દ્વારકાધીશ સમક્ષ માથું નમાવવા જઈ રહ્યો છું: અનંત અંબાણીએ પદયાત્રા દરમિયાન કહ્યું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીએ જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની `પદયાત્રા` શરૂ કરી છે. અનંત અંબાણી કહે છે, "...આજે પદયાત્રાનો 8મો દિવસ છે. હું દ્વારકાધીશ સમક્ષ માથું નમાવવા જઈ રહ્યો છું..."

06 April, 2025 07:19 IST | Dwarka
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાળંગપુર હનુમાનજી મંદિરમાં પ્રાર્થના કરી

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાળંગપુર હનુમાનજી મંદિરમાં પ્રાર્થના કરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 23 માર્ચે અમદાવાદના સાળંગપુર હનુમાનજી મંદિરમાં પ્રાર્થના કરી હતી.

25 March, 2025 12:38 IST | Ahmedabad
૨૦૨૫ ચેમ્પિયન્સ ટ્રોફી જીત બાદ રીવાબા જાડેજા અને અક્ષર પટેલ અમદાવાદ પાછા ફર્યા

૨૦૨૫ ચેમ્પિયન્સ ટ્રોફી જીત બાદ રીવાબા જાડેજા અને અક્ષર પટેલ અમદાવાદ પાછા ફર્યા

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા અમદાવાદ પાછા ફર્યા. ૯ માર્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાયેલી ફાઇનલમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને પોતાનો ત્રીજો ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ જીત્યો.

11 March, 2025 07:56 IST | Ahmedabad
ગુજરાત: લોકસભાના ધારાસભ્ય રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા

ગુજરાત: લોકસભાના ધારાસભ્ય રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા

લોકસભાના ધારાસભ્ય અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ગુજરાતના અમદાવાદ પહોંચ્યા. તેમના સ્વાગત માટે પાર્ટી કાર્યાલયની બહાર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. તેઓ આગામી વિધાનસભાની તૈયારીઓ અંગે ચર્ચા કરવા માટે જિલ્લા અને રાજ્ય સ્તરના પાર્ટી કાર્યકરો અને રાજ્યના પાર્ટી નેતાઓ સાથે મુલાકાત કરશે.

07 March, 2025 09:53 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK