Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gujarat Government

લેખ

ડૉ. ધારા એન. પટેલ

ચારુસેટના ફેકલ્ટી ઑફ મેડીકલ સાયન્સીસના ડીનને કેમ મળી રૂપિયા 62 લાખની ગ્રાન્ટ?

Dean of Faculty of Medical Sciences awarded Government Grant for Research: ફેકલ્ટી ઑફ મેડિકલ સાયન્સીસના ડીન અને બી.ડી.આઈ.પી.એસ.ના પ્રિન્સીપાલ ડૉ. ધારા એન. પટેલના રિસર્ચ પ્રૉજેક્ટ `કિલ સ્વીચિસ` માટે ગુજરાત સરકારે રૂ. 62,07,262ની ગ્રાન્ટ મંજૂર કરી છે.

11 April, 2025 06:57 IST | Anand | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

ગુજરાતની ગિફ્ટ સિટીમાં રેકોર્ડ બ્રેકિંગ દારૂના વેચાણ અને સેવનથી થઈ મબલખ કમાણી

Gujarat`s Gift City Record-breaking liquor sales: રાજ્ય સરકારના આંકડા દર્શાવે છે કે 31 જાન્યુઆરી, 2025 સુધી ગિફ્ટ સિટીમાં 3,324 બૉટલ અંગ્રેજી દારૂ વેચાયો હતો. ગયા મહિને પૂરા થયેલા બજેટ સત્રમાં સરકારે ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ અને સેવનના આંકડા જાહેર.

09 April, 2025 07:01 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
મોરારીબાપુએ સૌરઊર્જા માટેની પૅનલની પ્લેટને વેલ્ડિંગનો ટાંકો મારીને સૌરઊર્જાની કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો.

મોરારીબાપુનું ગામ તલગાજરડા બનશે સૌરઊર્જા ગામ

મોરારીબાપુએ સૌરઊર્જા માટેની કામગીરીની શરૂઆત કરાવીને કહ્યું હતું કે સૂર્યવંદના માત્ર પુસ્તકોમાં ન રહે,

30 March, 2025 08:43 IST | Saurashtra | Gujarati Mid-day Correspondent
ગુજરાતી ફિલ્મો અને રંગભૂમિના ૧૫ જેટલા કલાકારોએ ગુજરાત વિધાનસભામાં જઈને ગૃહમાં ચાલતી કાર્યવાહી જોઈ હતી.

શા માટે આપણે આપણા રાજ્યને ડબલ એન્જિન કહીએ છીએ એનો પ્રત્યક્ષ અનુભવ થયો

ગુજરાતી ફિલ્મો અને નાટકોના પંદરેક કલાકારોએ ગુજરાત વિધાનસભાની કાર્યવાહી જોઈ

28 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

વર્ચ્યુઅલી ફ્લેગ ઑફ થયું તેની તસવીરી ઝલક

હજીરાથી કંડલા પોર્ટ તરફ ઈલેક્ટ્રોલાઈઝર્સના કન્સાઈનમેન્ટનું વર્ચ્યુલ ફ્લેગ ઑફ

નવીન ઉર્જાના ક્ષેત્રે દેશભરમાં મિશન મોડ પર કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ તેને અનુરૂપ આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના લક્ષ્યને પ્રાપ્ત કરવા અને ઊર્જા પરિવર્તન માટે ગુજરાતમાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા ખાતે સ્થાપિત થવા જઈ રહેલા 1 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ માટે `મેઈડ-ઇન-ઇન્ડિયા` હેઠળ ઉત્પાદિત ઇલેક્ટ્રોલાઇઝર્સને વર્ચ્યુઅલી ફ્લેગ ઑફ કરાવ્યું હતું.

20 March, 2025 07:01 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વડનગરના વિકાસનું વિઝન થઈ રહ્યું છે સાકાર, નવા આકર્ષણો થકી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સજ્જ છે ગુજરાતનું પ્રાચીન શહેર વડનગર

ગુજરાત: ગૃહ પ્રધાન અમિત શાહ વડનગરમાં કરશે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, જુઓ તસવીરો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 16 જાન્યુઆરી, 2025ના રોજ મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ (પુરાતત્વ અનુભવ સંગ્રહાલય), પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા વિકાસકાર્યો પૂર્ણ થવાથી વડનગરની મુલાકાતે આવનારા પ્રવાસીઓને હવે એક નવો અનુભવ મળશે. ગુજરાતના પ્રાચીનતમ શહેર વડનગરનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે. 2500 વર્ષ કરતા વધુ સમયથી સતત ધબકતું રહેલું આ શહેર સાત અલગ અલગ રાજવંશોના શાસન હેઠળ રહ્યું છે. વડનગર મુખ્ય વ્યાપારી માર્ગ પર સ્થિત હોવાને લીધે હિંદુ, બૌદ્ધ, જૈન અને ઇસ્લામ ધર્મોના સંગમનું એક જીવંત કેન્દ્ર હતું. આ શહેર સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોનો અણમોલ ખજાનો છે. તમામ ઐતિહાસિક ખાસિયતો ધરાવતું હોવા છતાં લોકોથી અજાણ્યું રહેલું વડનગર તે સમયે દેશ અને દુનિયાના નકશા પર ઉભરી આવ્યું, જ્યારે અહીંની ભૂમિમાં જન્મેલા નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા. વડા પ્રધાન  નરેન્દ્ર મોદીએ વડનગરના ઐતિહાસિક મહત્વ અને પ્રવાસન સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેની સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે પ્રેરિત કર્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર વડનગરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન માટે તેમજ આ ઐતિહાસિક નગરમાં પાયાની અને પ્રવાસન સુવિધાઓ વિકસિત કરવા માટે વિશેષ પ્રયાસો કરી રહી છે. વડનગર પર આઇઆઇટી ખડગપુર, આઇઆઇટી ગુવાહાટી, આઇઆઇટી ગાંધીનગર, અને આઇઆઇટી રૂડકી તરફથી વ્યાપક બહુ-વિષયક શોધ શરૂ કરવામાં આવી છે. વડનગરની મુલાકાત દરમિયાન અમિત શાહ શહેરના પ્રાચીન હાટકેશ્વર મંદિરની મુલાકાત પણ લેશે. 17મી સદીનું આ સુંદર નકશીદાર મંદિર એક જમાનામાં વડનગરના મુખ્ય સમુદાય એવા નાગર બ્રાહ્મણોના કુળદેવતા હાટકેશ્વર મહાદેવને સમર્પિત છે. મંદિરનું સ્થાપત્ય અને ડિઝાઇન આ પ્રદેશના સમૃદ્ધ વારસા અને પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે.

15 January, 2025 04:03 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
અમદાવાદ ઇન્ટરનૅશનલ ફ્લાવર શોની ઝલક

ફાયર હૈ યે ફ્લાવર શો: પચાસથી વધારે પ્રજાતિનાં કુલ, ૧૦ લાખથી વધુ ફૂલ-છોડ

અમદાવાદમાં શુક્રવારથી શરૂ થયેલા અમદાવાદ ઇન્ટરનૅશનલ ફ્લાવર શોમાં ૨૩ જાતનાં ફૂલોથી બનેલા વિશ્વના સૌથી ઊંચા ૩૦ ફુટના બુકેએ યંગસ્ટર્સ અને મહિલાઓ સહિત સૌકોઈમાં રોમાંચ જગાવ્યો હતો. છ ઝોનમાં વહેંચાયેલા આ ફ્લાવર શોમાં પચાસથી વધારે પ્રજાતિનાં કુલ ૧૦ લાખથી વધુ ફૂલ-છોડ અને એમાંથી બનેલાં ત્રીસથી વધુ શિલ્પો મૂકવામાં આવ્યાં છે. જાતભાતનાં ફૂલો અને છોડમાંથી નિર્મિત દસથી ૨૬ ફુટનાં કૅનપી ક્લસ્ટર, કોણાર્ક ચક્ર, ૨૦ ફુટ ઊંચો માનસ્તંભ, ૩૦ ફુટ ઊંચું બૃહદીશ્વર મંદિર, ગરબા ગાતી યુવતીઓ, ૧૦ ફુટનો વાઘ, ફાઇટિંગ કરતા ૧૫ ફુટ લાંબા બુલ્સ, ૧૫ ફુટ ઊંચું કહારી ઊંટ, ૨૩ ફુટ ઊંચું ગ્રેટર ફ્લૅમિંગો, સિંહ, છોટા ભીમ, ઑલિમ્પિક્સ ૨૦૩૬નું સ્કલ્પ્ચર, ગાંધીજીના ત્રણ વાંદરા પણ જોવા મળે છે.

05 January, 2025 12:21 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતમાં ભારે વરસાદને લીધે પૂર જેવી પરિસ્થિતી સર્જાઈ છે (તસવીરો- મિડડે)

In Photos: ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું, પૂરમાં ઓછામાં ઓછા 16 લોકોના જીવ ગયા

ગુજરાતમાં વરસાદને કારણે નિર્માણ થયેલી પૂર જેવી સ્થિતમાં લગભગ નવ લોકોના મોત થયા છે, તેમ જ બીજા દિવસે આ મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો હતો. રાજ્યના કેટલાક વિસ્તારોમાં સતત ચોથા દિવસે પણ ભારે વરસાદ ચાલુ રહેતા પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી વધુ 8,500 લોકોને સુરક્ષિત ઠેકાણે સ્થળાંતરિત લારીને બચાવી લેવામાં આવ્યા હતા. (તસવીરો- મિડડે)

28 August, 2024 09:44 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા માની પૂજામાં પ્રાર્થના કરી...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા માની પૂજામાં પ્રાર્થના કરી...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 08 એપ્રિલે નર્મદાના રામપુરા ગામમાં નર્મદા માનું પૂજન કર્યું હતું.

08 April, 2025 06:12 IST | Ahmedabad
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ `માધવપુર મેળા 2025માં આપી હાજરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ `માધવપુર મેળા 2025માં આપી હાજરી

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે `માધવપુર મેળા 2025`માં હાજરી આપી, એક ભારત, શ્રેષ્ઠ ભારત` કાર્યક્રમની ઉજવણી કરી.

05 April, 2025 06:54 IST | Ahmedabad
વડોદરા કાર અકસ્માતના આરોપીને અદાલતમાં સમીક્ષા માટે મોકલવામાં આવ્યો છે

વડોદરા કાર અકસ્માતના આરોપીને અદાલતમાં સમીક્ષા માટે મોકલવામાં આવ્યો છે

ગુજરાતના વડોદરામાં હોળીની રાત્રે બનેલા હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપીને સોમવારે પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે રિમાન્ડ ન માંગ્યા હોવાથી કોર્ટે આરોપીને જેલમાં મોકલી દીધો હતો. ૧૩ માર્ચની રાત્રે થયેલા અકસ્માત બાદ રક્ષિત ચૌરસિયા વડોદરા પોલીસ કસ્ટડીમાં હતો. હવે, આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

18 March, 2025 09:07 IST | Vadodara
વડોદરા કાર અકસ્માત: ભોગ બનનાર વિકાસ કેવલાણીએ આરોપીના નિવેદનને નકારી કાઢ્યું

વડોદરા કાર અકસ્માત: ભોગ બનનાર વિકાસ કેવલાણીએ આરોપીના નિવેદનને નકારી કાઢ્યું

વડોદરા ખાતે થયેલા દુ:ખદ કાર અકસ્માતના ભોગ બનનાર વિકાસ કેવલાણીએ આરોપી રક્ષિત ચૌરસિયા દ્વારા રજૂ કરાયેલા બચાવ પક્ષના દલીલને નકારી કાઢી છે. આ અકસ્માતમાં સાત લોકો ઘાયલ થયા હતા અને એક મહિલાનું મૃત્યુ થયું હતું. કેવલાણીએ ઘટનાથી પ્રભાવિત તમામ લોકો માટે ન્યાય મેળવવાનું વચન આપ્યું છે. વધુ માહિતી માટે વિડિઓ જુઓ.

18 March, 2025 08:54 IST | Vadodara

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK