આ બાળકીના હાથમાં જે બૅનર હતું એમાં સૂચક રીતે લખાયું હતું કે ‘મા જોઈએ, બહેન જોઈએ, પત્ની જોઈએ તો દીકરી કેમ નહીં?’
એક બૅનર હાથમાં લઈને આ યાત્રામાં જોડાયેલી એક બાળકીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું (તસવીર : જનક પટેલ)
મહાવીર સ્વામીના જન્મકલ્યાણક નિમિત્તે અમદાવાદમાં ગઈ કાલે જુદા-જુદા ૨૧ જૈન સંઘો દ્વારા રજવાડી રથયાત્રા યોજાઈ હતી. આ રથયાત્રામાં સામાજિક સંદેશ આપતાં અનેક બૅનરો જોવા મળ્યાં હતાં. એમાં એક બૅનર હાથમાં લઈને આ યાત્રામાં જોડાયેલી એક બાળકીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ બાળકીના હાથમાં જે બૅનર હતું એમાં સૂચક રીતે લખાયું હતું કે ‘મા જોઈએ, બહેન જોઈએ, પત્ની જોઈએ તો દીકરી કેમ નહીં?’

