અહીં શીખોઃ મગની દાળનું સૅલડ
મગની દાળનું સૅલડ
સામગ્રી : ૧ કપ મગની દાળ, કાકડી, ટમેટાં, કોથમીર, દાડમ, શેકેલી સિંગનો ભૂકો, મીઠું, ગરમ મસાલો, લીંબુનો રસ, લાલ મરચું, હળદર, ચપટી સાકર, ચાટ મસાલો, તેલ, જીરું, હિંગ.
રીત : મગની દાળને ૧ કલાક પલાળી દેવી. પછી એક કડાઈમાં તેલ મૂકીને જીરું, હિંગ, હળદર નાખી મગની દાળ નાખવી. મીઠું, સાકર, લાલ મરચું, ગરમ મસાલો નાખીને દાળ ચડવા દેવી. દાળ ચડી જાય એટલે બીજા બાઉલમાં કાઢીને ઠંડી થવા દેવી. ઠંડી થાય એટલે કાકડી, ટમેટાં, લીંબુનો રસ, ચાટ મસાલો, સિંગનો ભૂકો, દાડમ અને કોથમીર નાખીને સર્વ કરવું.
