ઝાંસીના સિપરીબજાર પોલીસ-સ્ટેશન વિસ્તારમાં ગૅસ-સિલિન્ડરો ભરેલી ટ્રકની ચોરીની ઘટના નોંધાઈ છે
પ્રતીકાત્મક તસવીર
ઝાંસીના સિપરીબજાર પોલીસ-સ્ટેશન વિસ્તારમાં ગૅસ-સિલિન્ડરો ભરેલી ટ્રકની ચોરીની ઘટના નોંધાઈ છે. કરાડીસ્થિત ભારત પેટ્રોલિયમના પ્લાન્ટમાંથી ગજનેર (કાનપુર દેહાત) જઈ રહેલી ગૅસ-સિલિન્ડર ભરેલી ટ્રકમાં કુલ ૫૨૪ સિલિન્ડર હતાં, જેની કિંમત આશરે ૧૭,૩૫,૦૫૧ રૂપિયા હતી. ટ્રક-નંબર UP 93 BT 3341 બીજી માર્ચે કરાડીસ્થિત પ્લાન્ટમાંથી નીકળી હતી. હોળીના તહેવારને કારણે ટ્રક પ્લાન્ટની બહાર પાર્ક કરવામાં આવી હતી અને ડ્રાઇવર ઘરે ગયો હતો. ૬ માર્ચે સવારે લગભગ ૧.૦૭ વાગ્યે અજાણી વ્યક્તિઓ ટ્રક લઈને ભાગી ગઈ હતી. ટ્રકની ચોરી કરનારાઓએ એમાં રહેલી GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ)ને પણ નુકસાન પહોંચાડ્યું હતું, જેને કારણે ટ્રક ક્યાં છે એ ટ્રૅક થઈ શક્યું નહોતું.
