Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > VPL-T20 2026નો લીગ રાઉન્ડનો અંત, પ્લે-ઑફનો જંગ ગોઠવાઈ ગયો

VPL-T20 2026નો લીગ રાઉન્ડનો અંત, પ્લે-ઑફનો જંગ ગોઠવાઈ ગયો

Published : 11 March, 2026 12:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે શુક્રવારે સવારે ક્વૉલિફાયર-વનમાં સ્કૉર્ચર્સ અને વિમલ વિક્ટર્સ અને બપોરે એલિમિનેટરમાં RSS વૉરિયર્સે અને અમ્પાયર્સ વૉરિયર્સ વચ્ચે ટક્કર જામશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત ટી. કે. રુબી VPL-T20 2026માં‍ સોમવારે રમાયેલા છેલ્લા બન્ને લીગ મુકાબલાઓ રસપ્રદ રહ્યા હતા અને ટેબલ ટૉપર સ્કૉર્ચર્સે તેમનો વિજયરથ જાળવી રાખતાં સતત સાતમી જીત મેળવી હતી. જ્યારે વિમલ વિક્ટર્સે જીતની હૅટ-ટ્રિક અને સીઝનમાં પાંચમી જીત સાથે બીજા નંબરનું સ્થાન મેળવ્યું હતું. લીગ રાઉન્ડના અંત સાથે જ પ્લે-ઑફના ક્વૉલિફાયર-વન અને એલિમિનેટનો જંગ ગોઠવાઈ ગયો હતો. હવે શુક્રવારે સવારે ક્વૉલિફાયર-વનમાં સ્કૉર્ચર્સ અને વિમલ વિક્ટર્સ અને બપોરે એલિમિનેટરમાં RSS વૉરિયર્સે અને અમ્પાયર્સ વૉરિયર્સ વચ્ચે ટક્કર જામશે. ત્યાર બાદ ૧૬ માર્ચે ક્વૉલિફાયર-ટૂરમાં ક્વૉલિફાયર-વનમાં હારનાર અને એલિમિનેટરમાં જીતનાર ટીમ વચ્ચે મુકાબલો થશે. ફાઇનલ રવિવારે, ૨૨ માર્ચે રાત્રે રમાશે.

મૅચ – ૨૭ઃ  સ્કૉર્ચર્સ (૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૫૧ રન – ધવલ ગડા બાવન બૉલમાં ૭૨, મયંક ગડા ૨૭ બૉલમાં ૨૪ અને રોમલ ગડા ૨૦ બૉલમાં ૨૩ રન. શ્રેય કારિયા ૩, કાર્તિક ગડા બે અને અંકિત સાવલા એક વિકેટ)નો અમ્પાયર્સ વૉરિયર્સ (૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૨૫ રન – ધર્મેશ છેડા ૪૪ બૉલમાં ૫૧, અંકિત સાવલા ૨૭ બૉલમાં ૩૧ અને ઉર્મિલ વિસરિયા ૭ બૉલમાં ૧૦ રન. રાહુલ ગાલા બે તથા જેનિલ ગડા અને મેહુલ ગાલા એક-એક વિકેટ) સામે ૨૬ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ : સ્કૉર્ચર્સનો ધવલ ગડા (૭૨ રન અને એક સ્ટમ્પિંગ).



મૅચ – ૨૮ : કલ્પલ​બ્ધિ બુલ્સ (૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૦૨ ૨ન – દર્શિત છેડા ૧૯ બૉલમાં ૩ ફોર સાથે ૨૦, સચિન ફુરિયા ૩૬ બૉલમાં એક ફોર સાથે ૧૬, ગૌરવ ગાલા ૧૮ બૉલમાં એક ફોર સાથે ૧૪ અને ફેનિલ ગડા ૧૪ બૉલમાં બે ફોર સાથે ૧૨ રન. યુગ શાહ ૨૯ રનમાં અને ચિરાગ નિશર ૧૬ રનમાં ૩-૩ તેમ જ ભાવિન નિશર ૬ રનમાં, ખનવ શાહ ૧૦ રનમાં અને ક્રિશ ગાલા ૧૩ રનમાં એક-એક વિકેટ) સામે વિમલ વિક્ટર્સ (૧૭.૨ ઓવરમાં પાંચ વિકેટે ૧૦૪ રન – જેન વિસરિયા ૪૬ બૉલમાં એક સિક્સર અને ૩ ફોર સાથે ૪૪, ચિરાગ નિશર ૧૭ બૉલમાં એક ફોર સાથે અણનમ ૧૪, આર્ય નિશર ૮ બૉલમાં બે ફોર સાથે ૧૨ અને યુગ શાહ ૧૪ બૉલમાં એક ફોર સાથે ૧૧ રન. રુષભ કારિયા ૨૩ રનમાં બે તથા ચૈત્ય ચરલા ત્રણ રનમાં અને ફેનિલ ગડા ૨૩ રનમાં એક વિકેટ)નો પાંચ વિકેટથી વિજય. મૅન ઑફ ધ મૅચઃ વિમલ વિક્ટર્સનો ચિરાગ નિશર (૩ વિકેટ અને ૧૪ બૉલમાં અણનમ ૧૭ રન).


Whatsapp-channel Whatsapp-channel

11 March, 2026 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK