થોડી વાર ગરમ કડાઈમાં જ રાખવું, ઠંડું થાય એટલે બરણીમાં ભરી લેવું.
કોથમીર-લીમડાનો ચેવડો
સામગ્રી : ૧ કપ કોથમીર, અડધો કપ લીમડો, પા કિલો પાતળા પૌંઆ, ૧ ચમચો સીંગ, ૧ ચમચો દાળિયા, કાજુ, કાળી દ્રાક્ષ, કિસમિસ, મીઠું, સાકરનો ભૂકો, હિંગ,રાઈ, જીરું, તલ, તેલ.
બનાવવાની રીત : કોથમીર અને લીમડાને તેલમાં તળી લેવાં, એકદમ ઠંડા કરવાં પછી હાથથી જ પાઉડર કરી લેવો, અથવા મિક્સરમાં ચર્ન કરી લેવાં. પૌંઆને કડાઈમાં શેકી લેવા. હવે એક કડાઈમાં તેલ મૂકી રાઈ, જીરું, તલનો વઘાર કરી એમાં હિંગ નાખવી, સીંગદાણા અને દાડિયા નાખીને સાંતળવા. કાજુ, કાળી દ્રાક્ષ, કિસમિસ નાખીને સાંતળી લેવું પછી શેકેલા પૌંઆ, મીઠું અને સાકર નાખવા. સાથે કોથમીર અને લીમડાનો પાઉડર નાખીને મિક્સ કરવું, મસાલા મિક્સ થાય એટલીવાર હલાવીને ગૅસ બંધ કરવો. થોડી વાર ગરમ કડાઈમાં જ રાખવું, ઠંડું થાય એટલે બરણીમાં ભરી લેવું.
