મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ કહ્યું કે શરદ પવાર ક્યારેય અટકશે નહીં.
સુનેત્રા પવાર, શરદ પવાર અને સુપ્રિયા સુળે
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી–શરદ પવાર (NCP-SP)નાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ મંગળવારે એ મીડિયા રિપોર્ટ્સને ફગાવી દીધા હતા જેમાં એવી અટકળો લગાવવામાં આવી હતી કે પીઢ રાજકારણી અને પાર્ટીપ્રમુખ શરદ પવાર આવતા મહિને તેમના જન્મદિવસે સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થઈ શકે છે. મીડિયાના એવા રિપોર્ટ્સ આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ થઈ હતી કે શરદ પવાર ૧૨ ડિસેમ્બરે રાજકારણમાંથી વિદાય લઈ શકે છે.
એક બાજુ સુપ્રિયા સુળેને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદ પર બેસાડવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) સમક્ષ માગણી મૂકવાની અને NCP-SPની નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)માં જોડાવાની અટકળો છે જેને NCP-SPએ રદિયો આપ્યો છે. ત્યારે શરદ પવારની નિવૃત્તિના અહેવાલ પર પણ નારાજગી વ્યક્ત કરતાં સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે તેમના પિતા શરદ પવાર હજી રાજ્યસભાના સભ્ય છે અને તેમની મુદતનાં પાંચ વર્ષ બાકી છે. સુપ્રિયા સુળેએ પત્રકારોને કહ્યું હતું કે કોણ નિવૃત્ત થશે એ જનતા નક્કી કરશે.
ADVERTISEMENT
આ રાજકીય ચર્ચા પર પ્રતિક્રિયા આપતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘શરદ પવારની નિવૃત્તિ વિશે ચર્ચા કરવી યોગ્ય નથી. શરદ પવાર તેમના જીવનમાં ક્યારેય અટકશે નહીં અને સતત કંઈક સકારાત્મક કરતા રહેશે. આ પ્રકારની ચર્ચાઓનો કોઈ આધાર નથી.’
