Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હજી તો બે જ ટેસ્ટ રમાઈ છે ત્યાં સિરીઝનો સિક્સ-ટૉપર બની ગયો

હજી તો બે જ ટેસ્ટ રમાઈ છે ત્યાં સિરીઝનો સિક્સ-ટૉપર બની ગયો

Published : 10 December, 2024 12:26 PM | Modified : 10 December, 2024 12:39 PM | IST | Adelaide
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ટીમના ધુરંધર બૅટર્સના લિસ્ટમાં સામેલ થયો નીતીશ કુમાર રેડ્ડી

નીતીશ કુમાર રેડ્ડી

નીતીશ કુમાર રેડ્ડી


પર્થ ટેસ્ટમાં ઇન્ટરનૅશનલ ટેસ્ટ-ડેબ્યુ કરનાર ૨૧ વર્ષના નીતીશ કુમાર રેડ્ડીએ પહેલી બે ટેસ્ટ-મૅચમાં એક મોટો રેકૉર્ડ તોડીને બે શાનદાર રેકૉર્ડની બરાબરી પણ કરી લીધી છે. પર્થ અને ઍડીલેડ ટેસ્ટમાં મળીને તેણે કુલ ૭ સિક્સર ફટકારી છે. તે ઑસ્ટ્રેલિયામાં એક ટેસ્ટ-સિરીઝ દરમ્યાન સૌથી વધુ ૭ સિક્સર ફટકારનાર ભારતીય બૅટર બની ગયો છે. તેણે આ લિસ્ટમાં નંબર વન પર રહેલા વીરેન્દર સેહવાગ અને મુરલી વિજયનો ૬ સિક્સરનો રેકોર્ડ તોડ્યો છે.


નીતીશે પોતાની પહેલી ચાર ઇનિંગ્સમાં અનુક્રમે ૪૧, ૩૮*, ૪૨ અને ૪૨ રનની ઇનિંગ્સ રમી હતી. તે પોતાની પહેલી ચાર ટેસ્ટ-ઇનિંગ્સમાંથી ત્રણ ઇનિંગ્સમાં ટીમનો ટૉપસ્કોરર બનનાર સુનીલ ગાવસકર બાદ બીજો ભારતીય અને ઓવરઑલ આઠમો ક્રિકેટર બન્યો છે. સુનીલ ગાવસકરે ૧૯૭૧માં વેસ્ટ ઇન્ડીઝ સામેની ડેબ્યુ ટેસ્ટ-સિરીઝમાં આ કમાલ કરી હતી.



ઑલરાઉન્ડર નીતીશ નંબર સાત અથવા એનાથી નીચલા ક્રમે બૅટિંગ કરીને ટેસ્ટની બન્ને ઇનિંગ્સમાં ટીમ માટે ટૉપસ્કોર બનાવનાર ચોથો ભારતીય પણ બન્યો છે. આ પહેલાં ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં ૧૯૬૧માં ચંદુ બોર્ડે, ૨૦૧૧માં મહેન્દ્ર સિંહ ધોની અને ૨૦૧૮માં રવિચન્દ્રન અશ્વિને આવું પ્રદર્શન કર્યું હતું.


આૅસ્ટ્રેલિયામાં ટેસ્ટ-સિરીઝ દરમ્યાન સૌથી વધુ સિક્સર ફટકારનાર ભારતીય બૅટ્સમેન
નીતીશ કુમાર રેડ્ડી    ૭ સિક્સર (૨૦૨૪-’૨૫)
વીરેન્દર સેહવાગ    ૬ સિક્સર (૨૦૦૩-’૦૪)
મુરલી વિજય    ૬ સિક્સર (૨૦૧૪-’૧૫)
સચિન તેન્ડુલકર    પાંચ સિક્સર (૨૦૦૭-’૦૮)
રોહિત શર્મા    પાંચ સિક્સર (૨૦૧૪-૧૫)
મયંક અગ્રવાલ    પાંચ સિક્સર (૨૦૧૮-’૧૯)
રિષભ પંત    પાંચ સિક્સર (૨૦૧૮-’૧૯)


Whatsapp-channel Whatsapp-channel

10 December, 2024 12:39 PM IST | Adelaide | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK