સચિન તેન્ડુલકર, બ્રાયન લારા અને જૅક કૅલિસ ઊતરશે મેદાનમાં
ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગના કેપ્ટન્સ
ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગની પહેલી સીઝન ૧૭ નવેમ્બરથી ૮ ડિસેમ્બર દરમ્યાન યોજાશે. ભારત સહિત ૬ દેશના દિગ્ગજ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ધમાલ મચાવશે. એની શરૂઆત નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમથી થશે. મુંબઈમાં પહેલી ૪ મૅચ, લખનઉમાં ૬ મૅચ અને રાયપુરમાં છેલ્લી ૮ મૅચ રમાશે, જેમાં ૮ ડિસેમ્બરની ફાઇનલ મૅચ પણ સામેલ છે.
ક્રિકેટ આઇકૉન અને આ લીગના ઍમ્બૅસૅડર સચિન તેન્ડુલકર ભારતની કમાન સંભાળશે; જ્યારે બ્રાયન લારા વેસ્ટ ઇન્ડીઝ, કુમાર સંગકારા શ્રીલંકા, શેન વૉટ્સન ઑસ્ટ્રેલિયા, ઑઇન મૉર્ગન ઇંગ્લૅન્ડ અને જૅક કૅલિસ સાઉથ આફ્રિકાની ટીમનું નેતૃત્વ કરશે. ગઈ કાલે મુંબઈમાં આ લીગના શેડ્યુલની જાહેરાત વખતે સચિન તેન્ડુલકર સહિતના ખેલાડીઓએ આ ટુર્નામેન્ટ માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસકર આ લીગના કમિશનર છે.
ADVERTISEMENT
મુંબઈમાં રમાનારી મૅચનું શેડ્યુલ
૧૭ નવેમ્બર : ભારત vs શ્રીલંકા
૧૮ નવેમ્બર : ઑસ્ટ્રેલિયા vs સાઉથ આફ્રિકા
૧૯ નવેમ્બર : શ્રીલંકા vs ઇંગ્લૅન્ડ
૨૦ નવેમ્બર : વેસ્ટ ઇન્ડીઝ vs ઑસ્ટ્રેલિયા