Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જીત માટે બંગલાદેશને ૩૫૭ રનની જરૂર ભારતને ૬ વિકેટની આવશ્યકતા

જીત માટે બંગલાદેશને ૩૫૭ રનની જરૂર ભારતને ૬ વિકેટની આવશ્યકતા

Published : 22 September, 2024 11:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શુભમન ગિલ અને રિષભ પંતની ધમાકેદાર સદી : ભારતીય ટીમે ૨૮૭/૪ના સ્કોર પર ઇનિંગ્સ ડિક્લેર કરીને ૫૧૫નો ટાર્ગેટ આપ્યો, ત્રીજા દિવસના અંતે બંગલાદેશનો સ્કોર ૧૫૮/૪

રિષભ પંત: બૉલ - ૧૨૮, રન- ૧૦૯, ચોગ્ગા- ૧૩, છગ્ગા- ૪, સ્ટ્રાઇક રેટ- ૮૫.૧૬ (ડાબે), શુભમન ગિલ: બૉલ- ૧૭૬, રન- ૧૧૯, ચોગ્ગા- ૧૦, છગ્ગા- ૪, સ્ટ્રાઇક રેટ- ૬૭.૬૧

રિષભ પંત: બૉલ - ૧૨૮, રન- ૧૦૯, ચોગ્ગા- ૧૩, છગ્ગા- ૪, સ્ટ્રાઇક રેટ- ૮૫.૧૬ (ડાબે), શુભમન ગિલ: બૉલ- ૧૭૬, રન- ૧૧૯, ચોગ્ગા- ૧૦, છગ્ગા- ૪, સ્ટ્રાઇક રેટ- ૬૭.૬૧


ચેન્નઈમાં પહેલી ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે રોમાંચક રમત જોવા મળી હતી. પહેલી ઇનિંગ્સમાં ૧૪૯ રને ઑલઆઉટ થનાર બંગલાદેશની ટીમનો દિવસના અંતે બીજી ઇનિંગ્સનો સ્કોર ચાર વિકેટે ૧૫૮ રનનો રહ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૩૭૬ રન ફટકારનાર ભારતીય ટીમે બીજી ઇનિંગ્સમાં ચાર વિકેટે ૨૮૭ રન ફટકારીને દાવ ડિક્લેર કર્યો હતો જેને કારણે મહેમાન ટીમને પહેલી ટેસ્ટ-મૅચ જીતવા માટે ૫૧૫ રનનો પહાડ જેવો ટાર્ગેટ મળ્યો છે. આગામી બે દિવસની રમતમાં આ ટેસ્ટ જીતવા બંગલાદેશને ૩૫૭ રન અને ભારતને ૬ વિકેટની જરૂર છે.


બીજા દિવસની રમતના અંતે શુભમન ગિલ ૩૩ અને રિષભ પંત ૧૨ રને અણનમ હતા. ત્રીજા દિવસની શરૂઆતમાં બન્ને બૅટર્સે ટૉપ ગિયરમાં બૅટિંગ કરીને બંગલાદેશી બોલર્સનું મનોબળ તોડી નાખ્યું હતું. તેમણે ચોથી વિકેટ માટે ૨૧૭ બૉલમાં ૧૬૭ રનની પાર્ટનરશિપ કરી હતી, જેને કારણે ૮૧/૩નો સ્કોર ૨૩૪/૪ સુધી પહોંચ્યો હતો.



પચીસ વર્ષના શુભમન ગિલે ૧૧૯ રનની ઇનિંગ્સ રમીને કરીઅરની પાંચમી ટેસ્ટ-સેન્ચુરી ફટકારી હતી, જ્યારે રિષભ પંતે ૧૦૯ રનની ઇનિંગ્સ રમીને છઠ્ઠી ટેસ્ટ-સેન્ચુરી ફટકારી હતી. રિષભ પંતની ૫૬મી ઓવરમાં વિકેટ પડી ત્યાર બાદ શુભમન ગિલ ૬૪મી ઓવર સુધી કે. એલ. રાહુલ (બાવીસ રન) સાથે ૫૧ બૉલમાં ૫૩ રનની પાર્ટનરશિપ કરીને સ્કોર ૨૮૯/૪ સુધી લઈ ગયો હતો ત્યારે રોહિત શર્માએ ઇનિંગ્સ ડિક્લેર કરી હતી.


બંગલાદેશની ટીમે બીજી ઇનિંગ્સની શરૂઆત સારી રીતે કરી હતી. ૧૬.૨ ઓવરમાં જસપ્રીત બુમરાહે પહેલી વિકેટ ઝડપીને બંગલાદેશી ઓપનર્સની ૬૨ રનની પાર્ટનરશિપ તોડી હતી. ત્યાર પછી ચેન્નઈના રવિચન્દ્રન અશ્વિને ત્રણ વિકેટ લઈને બંગલાદેશની ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. ખરાબ પ્રકાશને કારણે ત્રીજા દિવસની રમત વહેલી બંધ કરવામાં આવી હતી. આ સમયે કૅપ્ટન નઝમુલ હુસૈન શાંતો ૫૧ રન બનાવીને ક્રીઝ પર હાજર હતો અને અનુભવી ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસને પાંચ રન બનાવ્યા હતા.

8000
કે. એલ. રાહુલે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં આટલા રન પૂરા કર્યા, આ સિદ્ધિ મેળવનાર ૧૭મો ભારતીય ખેલાડી બન્યો.


100
આટલા ઇન્ટરનૅશનલ છગ્ગા પૂરા કર્યા શુભમન ગિલે, પહેલી ઇનિંગ્સમાં તે શૂન્ય પર થયો હતો આઉટ.

Whatsapp-channel Whatsapp-channel

22 September, 2024 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK