ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે BCCIને કરી વિનંતી
હરભજન સિંહ
ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે પોતાની યુટ્યુબ ચૅનલના માધ્યમથી ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ને ખાસ વિનંતી કરી છે. સુપરસ્ટાર કલ્ચરને ખતમ કરવાની માગણી કરતાં તેણે કહ્યું કે ‘આપણી ટીમમાં સુપરસ્ટાર કલ્ચરનો વિકાસ થયો છે. અમારે સુપરસ્ટાર નથી જોઈતા, સારું પ્રદર્શન કરતા પ્લેયર્સ જોઈએ છે. ટીમના પ્લેયર્સનો સારો પર્ફોર્મન્સ હશે તો જ ટીમ આગળ વધશે. જેને સુપરસ્ટાર બનવું હોય તેણે ઘરે જ રહેવું જોઈએ અને ત્યાં ક્રિકેટ રમવું જોઈએ. આગામી સમયમાં ઇંગ્લૅન્ડ-ટૂર માટે પણ સારું પ્રદર્શન કરનારા પ્લેયર્સ જ ટીમમાં રહેવા જોઈએ. તમે પ્રતિષ્ઠાના આધારે ટીમ પસંદ નહીં કરી શકો. જો તમારે આવું કરવું હોય તો કપિલ દેવ સર અને અનિલ કુંબલેને પણ લઈ જાઓ. BCCI અને ટીમના સિલેક્ટર્સે કડક થવું પડશે. સુપરસ્ટાર કલ્ચર સાથે ટીમ આગળ વધી શકતી નથી. ટીમની પસંદગી પ્રદર્શનના આધારે થવી જોઈએ.’