Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Youtube

લેખ

વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીન ગ્રૅબ

હરિયાણાનો મેરઠ કાંડ: ઇન્સ્ટા ક્વીને કર્યું પતિનું કતલ, પ્રેમી સાથે ફેંકી લાશ

સોશિયલ મીડિયા પર પૉપ્યુલર રવીનાને રીલ બનાવવાનો ખૂબ જ શોખ હતો. ખાસ વાત એ છે કે તેના આ શોખ પર પરિવારને ખૂબ જ વાંધો હતો અને ચર્ચા છે કે આને કારમે પ્રવીણ સાથે તેનો અનેક વાર ઝગડો પણ થયો હતો.

17 April, 2025 06:59 IST | Haryana | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ

ત્રણ દિવસની દીકરીના નિકાહ કરી દીધા હતા હવે ૬ વર્ષની ઉંમરે શૌહર સાથે વિદાય કરી

સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરવામાં આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક પિતા બેશરમીથી સ્વીકારે છે કે તેણે તેની ત્રણ દિવસની દીકરીના નિકાહ કરી નાખ્યા હતા. વાત ત્યાં જ નથી અટકતી.

16 April, 2025 01:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રજિસ્ટ્રેશન કરાવવાના ગઈ કાલે પહેલા દિવસે માહિમમાં આવેલી બૅન્કની બહાર મોટી સંખ્યામાં ભક્તોની લાઇન લાગી હતી તસવીરો : આશિષ રાજે

News in shorts : અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન કરાવવા શિવભક્તોની ભીડ જામી

રજિસ્ટ્રેશન કરાવવાના ગઈ કાલે પહેલા દિવસે માહિમમાં આવેલી બૅન્કની બહાર મોટી સંખ્યામાં ભક્તોની લાઇન લાગી હતી. અમરનાથની યાત્રા ૩ જુલાઈથી શરૂ થઈને ૯ ઑગસ્ટ સુધી ચાલુ રહેશે

16 April, 2025 11:59 IST | Srinagar | Gujarati Mid-day Correspondent
કૅપ્ટન અજિંક્ય રહાણે અને વાઇસ-કૅપ્ટન વેન્કટેશ ઐયરે પ્રખ્યાત શેફ કુણાલ કપૂર સાથે મળીને હાલમાં એક અનોખી વાનગીની રચના કરી હતી

મુંબઈ, કલકત્તા અને ઇન્દોરના સ્વાદને એકસાથે લાવ્યા KKRના લીડર્સ

જેને કલકત્તાથી પ્રેરિત એક સ્પેશ્યલ ચટણી સાથે પીરસવામાં આવી હતી. ફ્રૅન્ચાઇઝીએ શરૂ કરેલી ‘નાઇટ બાઇટ’ નામની આ યુટ્યુબ કુકિંગ સિરીઝને ક્રિકેટ-ફૅન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

13 April, 2025 10:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

આજનાં વન્ડર વુમન છે સ્વરા ઓઝા (તસવીર ડિઝાઇન : કિશોર સોસા)

વન્ડર વુમન: ગુજરાતી પૉપ સોન્ગ થકી ભાષાની મીઠાશ રેલાવનાર આ યંગ સિંગરને મળ્યાં છો?

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં વન્ડર વુમન છે સ્વરા ઓઝા. જેણે ખૂબ જ નાની વયથી ગીતો ગાવાનું શરૂ કર્યું હતું. વળી, ગુજરાતી પૉપ સોન્ગ થકી તે યંગસ્ટર્સના દિલોમાં રાજ કરે છે. આવો, અત્યાર સુધીની તેની સૂરીલી જર્ની વિશે વાત કરીએ.

23 October, 2024 09:59 IST | Rajkot | Dharmik Parmar
લેજન્ડ્સ ઑફ ડિઝાઇન શોના રિલીઝ પહેલા પ્રિમીયર યોજવામાં આવ્યું હતું. જેમાં શોની સંપૂર્ણ કાસ્ટે હાજર રહીને પહેલો એપિસોડ જોયો હતો.

Legends of Design: પ્રખ્યાત બિલ્ડીંગ બનાવનાર આર્કિટેક્ટ્સના જીવન વિશે જાણો છો?

દરેક વ્યક્તિના જીવનમાં રોટી, કપડાં અને મકાન સૌથી મહત્ત્વના હોય છે, પણ આજના સમયમાં તો મકાન માત્ર એક જરૂરત નહીં પણ લાઇફસ્ટાઇલનું સ્ટેટસ બની ગયું છે. મારુ ઘર સૌથી સુંદર હોવું જોઈએ એવું દરેકને લાગે છે. લોકોના આ જ સ્વપ્નાને આર્કિટેક્ટ્સ પૂર્ણ કરે છે. આ સાથે દેશ અને વિદેશોમાં પણ અનેક એવી ઈમારતો છે જે પોતામાં જ એક અજાયબી હોય છે. દુનિયાના સાત આજુબા આર્કિટેક્ચર્સના સૌથી ઉત્તમ ઉદાહરણ છે, જો કે આ સાથે પણ ભારતમાં એવી અનેક ઈમારતો અને પ્રોજેક્ટ્સ છે જેના પાછળ ભારતના કેટલાક આર્કિટેક્ટ્સ તનતોડ મહેનત કરે છે, પણ દેશને વિકાસની દ્રષ્ટિએ આગળ વધારતા આ આર્કિટેક્ટ્સને ખૂબ જ ઓછા લોકો જાણે છે, જેથી દેશના વિકાસમાં મહત્ત્વનો રોલ ભજવનાર આર્કિટેક્ટ્સના જીવનને દર્શાવતો એક શો રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં દેશના અનેક જાણીતા આર્કિટેક્ટ્સના જીવનથી જોડાયેલા સંઘર્ષ અને સફળતાને એકદમ સ્પષ્ટ રીતે આવી છે. ‘વર્લ્ડ ઑફ બ્રાન્ડ્સ’ના યુટ્યુબ ચેનલ પર દર શુક્રવારે રિલીઝ કરવામાં આવે છે. આ શોમાં જાણીતા ગુજરાતી અભિનેતા કરણ મહેતાએ હોસ્ટ કર્યો છે અને પ્રતિક વ્યાસ અને પ્રતિક હરપળેએ ડિરેક્ટ કર્યો છે. આ શો ભારતનો એવો પહેલો ટોક શો છે જે આર્કિટેક્ટ્સની સફરને દુનિયા સામે રજૂ કરે છે. ‘લેજન્ડ્સ ઑફ ડિઝાઇન’ના હોસ્ટ કરણ મહેતાએ આ શો બાબતે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સામે વાત કરી હતી. તો જાણીએ શું છે આ માહિતીપ્રદ શોમાં.

13 August, 2024 09:45 IST | Mumbai | Viren Chhaya
આર્યા વોરાના લગ્નની તસવીર (ડાબે), નીલમ પંચાલ બેસ્ટ ફ્રેન્ડ આર્યા વોરા સાથે

બરફની વચ્ચે આ ગુજરાતી ક્રિએટરે કર્યા લગ્ન, નીલમ પંચાલે શેર કરી તસવીરો

Aarya Vora Wedding In Spiti Valley : સોશ્યલ મીડિયા પર એક વીડિયો બહુ વાયરલ થયો છે જેમાં એક કપલ બરફની વચ્ચે હિન્દુ રિતી-રિવાજથી લગ્નની વિધિ કરી રહ્યું હોય તે જોવા મળે છે. આ વીડિયો બીજા કોઈના લગ્નનો નહીં પણ ગુજરાતી યુટ્યુબર, ક્રિએટર આર્યા વોરાના લગ્નનો છે. આર્યા વોરાએ ૨૬ ફેબ્રુઆરીના રોજ હિમાચલ પ્રદેશના કાઝામાં આવેલી સ્પીતિ વેલીમાં ૧૩ વર્ષ જૂના તેના પ્રેમ સાથે બરફવર્ષાની વચ્ચે લગ્ન કર્યા છે. જેમાં ગુજરાતી અભિનેત્રી અને આર્યા વોરાની બેસ્ટ ફ્રેન્ડ નીલમ પંચાલે પણ હાજરી આપી હતી.

28 February, 2024 06:30 IST | Mumbai | Rachana Joshi
વિરાજ ઘેલાનીની સગાઈની તસવીરો (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

Viraj Ghelani Engagement : ગુજ્જુ બૉય વિરાજ ઘેલાનીની સગાઈમાં સેલેબ્ઝે કરી મસ્તી

ગુજરાતી ઈન્ફ્લુએન્સર (Influencer), કન્ટેન્ટ ક્રિએટર (Content Creator) અને એક્ટર (Actor) વિરાજ ઘેલાની (Viraj Ghelani)એ ગઈકાલે સોશ્યલ મીડિયા પર એક ખુશીના સમાચાર શૅર કર્યા હતા. જે સાંભળીને ફૅન્સ બહુ ખુશ થઈ ગયાં છે. આ ગુજ્જુ બૉયે લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ પલક ખિમાવત (Palak Khimavat) સાથે સગાઈ કરી છે. આ સગાઈમાં ઘણા ઈન્ફ્લુએન્સર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સે હાજરી આપી હતી. આવો જોઈએ વિરાજ ઘેલાનીની સગાઈમાં કોણે-કોણે આપી હાજરી… (તસવીરો : ઇન્સ્ટાગ્રામ)

15 December, 2023 12:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

સંજય રાઉતે વિવાદો વચ્ચે કુણાલ કામરાનું સમર્થન કર્યું

સંજય રાઉતે વિવાદો વચ્ચે કુણાલ કામરાનું સમર્થન કર્યું

શિવસેનાના સાંસદ સંજય રાઉતે 26 માર્ચે સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પરના તેમના વિવાદ વચ્ચે સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે કલાકાર કથિત ધમકીઓ સબમિટ કરવા અથવા ડરવાને બદલે મરી જશે. સંજય રાઉતે કહ્યું, "હું તેને ઓળખું છું, અને તે ક્યારેય ધમકીઓથી ડરતો નથી. આ ધમકીઓ શક્તિનો પ્રદર્શન છે... યોગીજીએ જે કહ્યું (સ્વતંત્રતાના દુરુપયોગ પર) તે સાથે હું સંમત છું, પરંતુ કુણાલ કામરાએ શું ખોટું કહ્યું?" સંજય રાઉતે કહ્યું. સ્વતંત્ર ભાષણના દુરુપયોગને લગતી યોગીની ટિપ્પણી પર તેઓ સંમત થયા પરંતુ વધુમાં ઉમેર્યું કે કુણાલ કામરાએ શું ખોટું કહ્યું?

26 March, 2025 05:46 IST | Mumbai
યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘરમાં તોડફોડ, કેસ CBCID ને ટ્રાન્સફર

યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘરમાં તોડફોડ, કેસ CBCID ને ટ્રાન્સફર

તમિલનાડુના અધિકારીઓએ યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘર પર હુમલાનો કેસ CBCID ને ટ્રાન્સફર કર્યો છે. સાવુક્કુ શંકરે કેસ CBCID ને ટ્રાન્સફર કરવાનું સ્વાગત કર્યું છે પરંતુ પૂછ્યું છે કે પોલીસને હુમલાખોરો સામે FIR નોંધવામાં શું રોકી રહ્યું છે. સાવુક્કુ શંકરે કહ્યું, “હું સીધો આરોપ લગાવું છું કે TNCC પ્રમુખ સેલ્વાપેરુંથાગાઈ આ હુમલા પાછળ છે. મેં સેનિટરી વર્કર્સ સ્કીમ પર એક કૌભાંડનો ખુલાસો કર્યો. તે સેલ્વાપેરુંથાગાઈ સાથે જોડાયેલું હતું. હું CBCID ને કેસ ટ્રાન્સફરનું સ્વાગત કરું છું પરંતુ પ્રશ્ન એ છે કે પોલીસને હુમલાખોરો સામે FIR નોંધવામાં શું રોકે છે.”

25 March, 2025 05:12 IST | Chennai
ડોલી ચાયવાલા’એ હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીને ચા પીવડાવી

ડોલી ચાયવાલા’એ હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીને ચા પીવડાવી

 હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ ગુરુગ્રામમાં યુટ્યુબ ઈન્ફ્લુએન્સર્સ મીટમાં નાગપુરની પ્રખ્યાત ડોલી ટપરી ચાય વાલા પાસેથી ચા પીધી. સીએમ નાયબ સિંહ સૈનીએ ૨૩ એપ્રિલના રોજ ગુરુગ્રામમાં એક બેઠક યોજી હતી જેમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી યુટ્યુબર્સ અને પ્રભાવકોએ ભાગ લીધો હતો.

24 April, 2024 12:58 IST | Mumbai
યુટ્યુબર્સનું ગામ: ભારતના આ ગામમાં છે 1,100 યુટ્યુબર્સ!

યુટ્યુબર્સનું ગામ: ભારતના આ ગામમાં છે 1,100 યુટ્યુબર્સ!

યુટ્યુબર વિલેજ રાજ્યની રાજધાનીથી લગભગ 45 કિમીના અંતરે આવેલું છે, જેમાં અલગ-અલગ વય જૂથોના યુટ્યુબરોની મોટી સંખ્યામાં રહે છે અને તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય છે. ગામના કેટલાક કન્ટેન્ટ સર્જકો પાસે અનુયાયીઓ તેમજ મંતવ્યોનો નોંધપાત્ર આધાર છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો સામગ્રીમાં સક્રિયપણે તેમની ભાગીદારી નોંધાવી રહ્યા છે અને તેમાંથી કેટલાક ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સારી કમાણી કરી રહ્યા છે. છત્તીસગઢની રાજધાની રાયપુરની હદમાં આવેલા ગામ તુલસીમાં કન્ટેન્ટ સર્જકોના સમર્થનમાં આગળ આવીને, લગભગ 1,100 યુટ્યુબર્સ વસવાટ કરે છે.

01 October, 2023 02:05 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK