Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Board Of Control For Cricket In India

લેખ

શફાલી વર્મા

૧૬ મહિલા ક્રિકેટર્સને ૨૦૨૪-’૨૫ માટે મળ્યો BCCIનો સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ

ઘણા લાંબા સમયથી ટીમમાંથી બહાર હોવા છતાં શફાલી વર્મા, સ્નેહ રાણા અને પૂજા વસ્ત્રાકર કૉન્ટ્રૅક્ટમાં જળવાઈ રહી

25 March, 2025 10:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગેટવે ઑફ ઇન્ડિયા પાસે તાજ હોટેલમાં ટ્રોફી સાથે IPL 2025ની તમામ ટીમના કૅપ્ટન્સનું થયું ફોટોશૂટ.

IPL 2025ના કૅપ્ટન્સની સંમતિથી લાળના ઉપયોગ પરનો પ્રતિબંધ હટી ગયો

BCCI એ ગુરુવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના કૅપ્ટન્સ માટે મીટિંગ અને ફોટોશૂટનું આયોજન કર્યું હતું. વાનખેડે સ્ટેડિયમ પાસે BCCI હેડક્વૉર્ટર ખાતે મળેલી મીટિંગમાં મોટા ભાગના કૅપ્ટન્સની સંમતિથી કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

22 March, 2025 07:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર ભારતીય ટીમ

ચૅમ્પિયન્સ ટ્રોફી વિજેતા ટીમને ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી ૫૮ કોડ રૂપિયા બોનસ

રોહિત શર્માના નેતૃત્વમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર ભારતીય ટીમ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે ૫૮ કરોડ રૂપિયાના કૅશ પ્રાઇઝની જાહેરાત કરી છે. વિજેતા બનવા પર ICC તરફથી ભારતને ઑલમોસ્ટ ૨૦ કરોડ રૂપિયાની રોકડ ઇનામી રકમ મળી છે.

22 March, 2025 07:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કપિલ દેવ

વિદેશ-ટૂર પર ફૅમિલીની હાજરી વિશે કપિલ દેવે સંતુલિત અભિગમ અપનાવવાની હિમાયત કરી

હાલમાં સ્ટાર બૅટર વિરાટ કોહલીએ વિદેશ-ટૂર પર ફૅમિલીને લઈ જવાની વાતને સમર્થન આપ્યું હતું.

20 March, 2025 06:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

BCCIના અધિકારીઓ અને બન્ને ટીમના કૅપ્ટનની હાજરીમાં IPLના ૧૮મા વર્ષની ઉજવણી માટે કેક કટિંગ કરવામાં આવી હતી.

IPLની ગ્લૅમરસ ઓપનિંગ સેરેમની

શાહરુખ ખાનની વિરાટ કોહલી અને રિન્કુ સિંહ સાથે ધમાલ, દિશા પાટની તથા શ્રેયા ઘોષાલ અને કરણ ઔજલાનો જલવો IPL 2025ની પહેલી મૅચ પહેલાં કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ધમાકેદાર ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. બૉલીવુડ મેગાસ્ટાર શાહરુખ ખાને ઓપનિંગ સેરેમનીનું સંચાલન કર્યું હતું. તેણે કોલકાતા નાઇટ રાઇડર્સના સ્ટાર બૅટર રિન્કુ સિંહ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના અનુભવી બૅટર વિરાટ કોહલી સાથે સ્ટેજ પર પોતાનાં લોકપ્રિય સૉન્ગ પર ડાન્સ પણ કર્યો હતો. સિંગર શ્રેયા ઘોષાલ, પંજાબી સિંગર કરણ ઔજલા અને ઍક્ટ્રેસ દિશા પાટનીના પર્ફોર્મન્સે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં આવેલા ક્રિકેટ-ફૅન્સને ઝૂમવા મજબૂર કર્યા હતા. બન્ને ટીમના કૅપ્ટન્સ અને ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓની હાજરીમાં સ્ટેજ પર ટુર્નામેન્ટના ૧૮મા વર્ષની ઉજવણીના ભાગરૂપે મોટી કેક કાપવામાં આવી હતી. સતત ૧૮મી સીઝન સુધી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે રમવા બદલ વિરાટ કોહલીને સન્માનિત પણ કરવામાં આવ્યો હતો. શાનદાર આતશબાજી સાથે સમાપ્ત થયેલી ઓપનિંગ સેરેમનીમાં કિંગ ખાન અને કિંગ કોહલીએ હાજરી આપીને સેરેમનીની શોભા વધારી હતી.

24 March, 2025 07:00 IST | Kolkata | Gujarati Mid-day Correspondent
આઇપીએલ ફૅન પાર્ક ફરી શરૂ થશે (તસવીરો: મિડ-ડે)

IPLની ટિકિટ નથી? કોઈ વાંધો નહીં, આ શહેરોમાં ફૅન પાર્કમાં કરો સ્ટેડિયમ જેવો અનુભવ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો ફીવર 22 માર્ચથી સંપૂર્ણ દેશમાં જોવા મળવાનો છે. જોકે આ મૅચની ટિકિટ્સ મળવી ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ જો આ મૅચની ટિકિટ ન મળે તો પણ આઇપીએલના ચાહકો ફૅન પાર્કમાં સ્ટેડિયમ જેવો જ અનુભવ કરી શકશે. (તસવીરો: મિડ-ડે)

22 March, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

IPL 2025: ઉદ્ઘાટન સમારોહ શરૂ થતાં જ, BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું...

IPL 2025: ઉદ્ઘાટન સમારોહ શરૂ થતાં જ, BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું...

IPL ૨૦૨૫ આજે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં શરૂ થઈ રહી છે. કૉંગ્રેસના સાંસદ અને BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ ઉદ્ઘાટન સમારોહ માટે પહોંચતા પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, "IPLની ૧૮મી સીઝન આજથી શરૂ થઈ રહી છે. ૧૮ વર્ષ થઈ ગયા છે, અને આજે કોલકાતામાં તેની ઉદ્ઘાટન મેચ છે. IPL દર વર્ષે આગળ વધી રહી છે તેનો પ્રભાવ વધતો રહે છે, તેના દર્શકો વધતા રહે છે, અને તેનો ક્રેઝ વધતો રહે છે. આ વખતે પણ, IPLનો ક્રેઝ બમણો થશે, અને તે ખૂબ જ વધારે હશે. લોકો માત્ર મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં આવી જ નથી રહ્યા પરંતુ તેના માટે ખૂબ જ ઉત્સાહિત પણ છે. તેથી મને લાગે છે કે આ સીઝન પણ ખૂબ જ સફળ રહેશે અને આજની મેચ ખૂબ જ રોમાંચક રહેશે..."

22 March, 2025 05:13 IST | New Delhi
ભારત V/S ઓસ્ટ્રેલિયા ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025: રમત શરૂ થતાં ચાહકો ઉત્સાહિત

ભારત V/S ઓસ્ટ્રેલિયા ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025: રમત શરૂ થતાં ચાહકો ઉત્સાહિત

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે, અને ભારત દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એક રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાઈ રહ્યું છે. સમગ્ર ભારતના ક્રિકેટ ચાહકો ઉત્સાહથી ભરેલા છે અને આશા રાખે છે કે તેમની ટીમ ફાઇનલમાં સ્થાન મેળવશે. બંને ટીમોમાં સ્ટાર ખેલાડીઓની મજબૂત લાઇનઅપ છે, જે સ્પર્ધાને વધુ રોમાંચક બનાવે છે. જેમ જેમ મેચ આગળ વધશે, તેમ તેમ બધી નજર ટીમ ઇન્ડિયા પર રહેશે, કારણ કે તેઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા અને ટ્રોફીની નજીક જવાનો પ્રયાસ કરશે. વધુ માહિતી માટે વિડિઓ જુઓ.

04 March, 2025 05:41 IST | Dubai
BCCIએ ગ્રાઉન્ડ સ્ટાફ માટે રોકડ પુરસ્કારોની જાહેરાત કરી, ગુમનામ નાયકોની ખુશીનો પા

BCCIએ ગ્રાઉન્ડ સ્ટાફ માટે રોકડ પુરસ્કારોની જાહેરાત કરી, ગુમનામ નાયકોની ખુશીનો પા

ક્રિકેટ મેચોના યોગ્ય સંચાલનની ખાતરી કરવા માટે પડદા પાછળ કામ કરતા ગ્રાઉન્ડ્સમેન અને ક્યુરેટર્સને IPL દરમિયાન પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં તેમની પ્રશંસા કરવી ખુબ જરુરી છે. પીચો અને મેદાનની ગુણવત્તા જાળવવામાં તેમનું સમર્પણ અને સખત મહેનત નિર્ણાયક ભૂમિકા ભજવે છે, જે આખરે ટુર્નામેન્ટની સફળતામાં ફાળો આપે છે. ત્યારે BCCIએ ગ્રાઉન્ડ સ્ટાફ માટે રોકડ પુરસ્કારોની જાહેરાત કરી છે જે પ્રશંસાને પાત્ર છે. આ પ્રકારના ઈનામ તેમને કામ કરવા માટે વધુ પ્રેરણા આપે છે. જય શાહ અને બીસીસીઆઈએ રમતના આ ગુમનામ નાયકો નું સન્માન કરવા માટે આ પગલું ભર્યું છે જે ખુબ જ પ્રશંનીય છે.

29 May, 2024 01:40 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK