આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ મહાકુંભની આ ૧૩મી એડિશન ભારતમાં રમાશે, જેની શરૂઆત પાંચમી ઑક્ટોબરથી થશે અને ફાઇનલ મૅચ ૧૯ નવેમ્બરે રમાશે, જેમાં ભારતના અભિયાનની શરૂઆત ૮ ઑક્ટોબરથી ચેન્નઈમાં ઑસ્ટ્રેલિયા સામે થશે. જોકે બધાને ખ્યાલ હશે જ કે ભારતના દિગ્ગજ સુકાની કપિલ દેવની આગેવાનીમાં ૧૯૮૩ અને ત્યાર બાદ કૅપ્ટન-કૂલ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ૨૦૧૧માં વર્લ્ડ કપનો તાજ જીત્યા હતા. બીજી તરફ એક અનોખો રેકૉર્ડ ભારતના નામે છે કે ૬૦ અને ૫૦ ઓવરનો વર્લ્ડ કપ જીતનાર ભારત એકમાત્ર દેશ છે, પરંતુ વર્લ્ડ કપની શરૂઆત થઈ ત્યારથી ભારત એનો હિસ્સો રહ્યું છે અને ઑસ્ટ્રેલિયા (પાંચ વાર) તથા વેસ્ટ ઇન્ડીઝ (બે વાર)ને બાદ કરતાં ભારત એકમાત્ર દેશ છે, જે એકથી વધુ વર્લ્ડ કપ ટાઇટલ (૧૯૮૩ અને ૨૦૧૧) જીત્યો છે. તો ચાલો જાણીએ ભારતની ક્રિકેટ વર્લ્ડ કપની મુસાફરીને.
01 October, 2023 11:43 IST | Mumbai | Adhirajsinh Jadeja