મુંબઈ ક્રિકેટ અસોસિએશન માટે મિલિંદ રેગેએ સિલેક્ટર, ચીફ સિલેક્ટર જેવી ભૂમિકાઓ પણ નિભાવી હતી. ૨૦૨૦માં તેમને ઍડ્વાઇઝર નિયુક્ત કરવામાં આવ્યા હતા.
મિલિંદ રેગે
મુંબઈના ભૂતપૂર્વ કૅપ્ટન મિલિંદ રેગેનું ગઈ કાલે અવસાન થયું હતું. ૭૬ વર્ષના મિલિંદ રેગેએ કાર્ડિઍક અરેસ્ટને પગલે જીવ ગુમાવ્યો હતો. મિલિંદ રેગે ઑલરાઉન્ડર હતા. ૧૯૬૬-’૬૭થી ૧૯૭૭-’૭૮ સુધીના ગાળામાં તેમણે બાવન ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં ૧૫૩૨ રન કર્યા હતા અને તેમની ઑફ-સ્પિન બોલિંગથી ૧૨૬ વિકેટ લીધી હતી. મુંબઈ ક્રિકેટ અસોસિએશન માટે મિલિંદ રેગેએ સિલેક્ટર, ચીફ સિલેક્ટર જેવી ભૂમિકાઓ પણ નિભાવી હતી. ૨૦૨૦માં તેમને ઍડ્વાઇઝર નિયુક્ત કરવામાં આવ્યા હતા.


