Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Heart Attack

લેખ

દીપક તેની પત્ની શિવાની

પહેલાં મખાણામાં નશીલી દવા આપી, ડાબા હાથે ગળું દબાવીને પત્નીએ જ પતિને મારી નાખ્યો

ઘટના વખતે શિવાનીના જમણા હાથે ફ્રૅક્ચર હતું એટલે તેણે ડાબા હાથે વધુ જોર આપીને દીપકને મોતને ઘાટ ઉતાર્યો હતો.

10 April, 2025 07:02 IST | Lucknow | Gujarati Mid-day Correspondent
ઊર્મિલા આશર

છેલ્લા શ્વાસ સુધી સ્વસ્થ અને વ્યસ્ત ઊર્મિલા આશરની ઓચિંતી વિદાય

૭૫ વર્ષની ઉંમર પછી ગુજ્જુ બેનના નાસ્તા નામની બ્રૅન્ડ શરૂ કરીને, માસ્ટરશેફ ઇન્ડિયાનાં સ્પર્ધક પણ બનીને વિશ્વવિખ્યાત થઈ ગયેલાં ૭૯ વર્ષનાં આ બા લાખો લોકો માટે જબરદસ્ત પ્રેરણારૂપ બની ગયાં હતાં

09 April, 2025 07:35 IST | Mumbai | Darshini Vashi
પ્રતીકાત્મક તસવીર

યુવાનોને હાર્ટ-અટૅક તો આવે જ છે, તો ધ્યાન રાખવાની શું જરૂર?

યુવાન વયે આવતા હાર્ટ-અટૅક ઘણા જ સિરિયસ માનવામાં આવે છે. વૃદ્ધ વ્યક્તિને જે અટૅક આવે એના કરતાં યુવાન વયે આવતા અટૅક વધુ જાનલેવા સાબિત થતા હોય છે.

08 April, 2025 12:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફેરવેલ સ્પીચ આપતી સ્ટુડન્ટ

કૉલેજની ફેરવેલ સ્પીચ આપતાં-આપતાં સ્ટુડન્ટને આવ્યો હાર્ટ-અટૅક અને મરી ગઈ

મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં કૉલેજમાં વીસ વર્ષની સ્ટુડન્ટ્સ દોસ્તોને ફેરવેલ સ્પીચ આપી રહી હતી. સ્પીચ દરમ્યાન હસતાં-હસતાં રમૂજી વાતો કરીને અલવિદા આપી રહી હતી ત્યારે અચાનક જ તે ડાયસ પર હતી ત્યારે જ બહોશ થઈને પડી ગઈ.

07 April, 2025 12:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સ્વાસ્થ્યાસનના બાવીસમાં એપિસોડમાં યોગ નિર્દેશક અમિષા પંચાલ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: બાળપણમાં સજા તરીકે કરેલ ઉઠક બેઠક તો છે લાભથી ભરપૂર

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્યની સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ઉઠક બેઠક`ના ફાયદા, નુકસાન, કોણ, ક્યારે અને કેવી રીતે કરી શકે તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા અને કેટલો સમય ક્યારે હોલ્ડ કરી શકાય છે. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

14 November, 2024 01:10 IST | Mumbai | Viren Chhaya
વર્ષ 2023માં વધેલી બીમારીઓ અને વાયરસ માટેની પ્રતીકાત્મક તસવીરો

Year Ender 2023: કોરોના બાદ વર્ષ દરમિયાન આ બીમારી અને વાયરસે લીધો ભરડો

વર્ષ 2023 પૂરું થવામાં છે. આ વર્ષ અનેક રીતે લકી સાબિત થયું. ભારત જ નહીં વિશ્વભરમાં અનેક એવી ઘનાઓ બની કે જેને કારણે ગર્વ લઈ શકાય. પરંતુ બીજી બાજુ કોરોના બાદ અનેક નવી બીમારીઓ અને વાયરસ વિશ્વ માટે ચિંતાનું કારણ બની રહ્યા. હજી, આ બીમારીઓનો ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. આવો, જાણીએ આ વર્ષ દરમિયાન કઈ બીમારીઓ અને વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો.

18 December, 2023 12:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુષ્મિતા સેન સિવાય સુનીલ ગ્રોવર, સૈફ અલી ખાન અને અન્ય સિતારાઓએ પણ મોતને આપી માત.

સુષ્મિતા સહિત આ સિતારાઓએ આપી છે મોતને માત, જુઓ કોણ છે આ સેલિબ્રિટીઝ?

સુષ્મિતા સેન (Sushmita Sen) પોતાના ફેન્સને ચોંકાવનારા સમાચાર આપ્યા છે. કેટલાક દિવસ પહેલા તેને હાર્ટ અટેક આવ્યો હતો. આ માહિતી આજે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી. સુષ્મિતાએ લખ્યું છે કે તેમની એન્જિયોપ્લાસ્ટી થઈ ચૂકી છે. તેણે પોતાના ચાહકોને હેલ્થ અપડેટ આપી છે. સુષ્મિતાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે તે એકદમ સ્વસ્થ છે અને જીવન જીવવા માટે ફરીથી તૈયાર છે. તેમની પોસ્ટ જોઈને લોકો શૉક્ડ છે અને તેની લાંબી ઉંમરની પ્રાર્થના કરી રહ્યા છે. સુષ્મિતા સેન જ નહીં પણ અનેક સિતારા હાર્ટ અટેક આવ્યા બાદ મોતને માત આપીને પાછા ફર્યા છે. અહીં જુઓ આખું લિસ્ટ.

03 March, 2023 02:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સિદ્ધાંત વીર સૂર્યવંશી અને રાજુ શ્રીવાસ્તવ

સિદ્ધાંત વીર સૂર્યવંશીથી રાજુ શ્રીવાસ્તવ: સેલેબ્સ જેમને જીમમાં આવ્યો હાર્ટ એટેક

ટીવી એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશી (Siddhaanth Vir Surryavanshi) કેટલાક દિવસો અગાઉ જીમમાં અંતિમ શ્વાસ લીધો હતો. તેમને પણ હાર્ટ એટેક આવ્યો હતો. જોકે આવી આ પહેલી ઘટના નથી. મનોરંજન જગતના ઘણા સેલેબ્સ એવા હતા કે જેમનું જીમમાં હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું હતું.

16 November, 2022 05:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

Wellness Wise: હાર્ટ અટેક આવે અને ડાયાબિટીઝ થાય તે પહેલા કેવી રીતે ખબર પડે?

Wellness Wise: હાર્ટ અટેક આવે અને ડાયાબિટીઝ થાય તે પહેલા કેવી રીતે ખબર પડે?

વેલનેસ વાઇઝના પાંચમા એપિસોડમાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે જોડાયા છે કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અક્ષય મહેતા. અમારી સાથેની આ મુલાકાતમાં ડૉ. અક્ષય મહેતાએ હૃદય સાથે સંબંધિત સમસ્યાઓ, તેના નિદાન, સારવાર અને તેનાથી બચવા માટેના ઉપાયો વિશે રસપ્રદ ચર્ચા કરી. આ મુલાકાતમાં તેમણે હાર્ટ અટૅક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચેનો તફાવત ,હાર્ટ અટૅકના સંકેતો , કયા ખાધ્ય પદાર્થો અટૅકની સારવારમાં અને તેને રોકવામાં મદદરૂપ થઈ શકે છે જેવા વિષયો પર પ્રકાશ પાડ્યો. સાથે જ જીવનશૈલી સાથે જોડાયેલી સમસ્યાઓને લઈને પણ ખૂબ જ રસપ્રદ ચર્ચા તેમણે કરી છે. જુઓ આ ખાસ મુલાકાત ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ અને ગુજરાતી મિડ-ડેના યુટ્યુબ પર.

24 September, 2024 12:51 IST | Mumbai
હાર્ટ અટૅક અને કાર્ડિયાક અરેસ્ટમાં શું છે તફાવત? કાર્ડિયોલોજિસ્ટે સમજાવ્યું

હાર્ટ અટૅક અને કાર્ડિયાક અરેસ્ટમાં શું છે તફાવત? કાર્ડિયોલોજિસ્ટે સમજાવ્યું

વેલનેસ વાઇઝના પાંચમા એપિસોડમાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે જોડાયા છે કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અક્ષય મહેતા. અમારી સાથેની આ મુલાકાતમાં ડૉ. અક્ષય મહેતાએ હૃદય સાથે સંબંધિત સમસ્યાઓ, તેના નિદાન, સારવાર અને તેનાથી બચવા માટેના ઉપાયો વિશે રસપ્રદ ચર્ચા કરી. આ મુલાકાતમાં તેમણે હાર્ટ અટૅક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચેનો તફાવત પણ સમજાવ્યો. સાથે જ જીવનશૈલી સાથે જોડાયેલી સમસ્યાઓને લઈને પણ ખૂબ જ રસપ્રદ ચર્ચા તેમણે કરી છે. જુઓ આ ખાસ મુલાકાત ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ અને ગુજરાતી મિડ-ડેના યુટ્યુબ પર.

05 September, 2024 06:46 IST | Mumbai
દિલ્હી ઍરપોર્ટ પર ડૉક્ટરે વૃદ્ધનો જીવ બચાવવાનો વીડિયો વાયરલ

દિલ્હી ઍરપોર્ટ પર ડૉક્ટરે વૃદ્ધનો જીવ બચાવવાનો વીડિયો વાયરલ

17 જુલાઈના રોજ દિલ્હી ઍરપોર્ટ પર એક વૃદ્ધ વ્યક્તિનો જીવ બચાવનાર ડૉક્ટર પ્રિયાએ એક ઈન્ટરવ્યુમાં દિલ્હી ઍરપોર્ટ પર બનેલી ઘટના અને કેવી રીતે તેમણે એક વૃદ્ધનો જીવ બચાવ્યો તે વિશે ખુલાસો કર્યો. ડૉ. પ્રિયાએ કહ્યું “સૌથી પ્રથમ, કોઈ પણ ભગવાનને બદલી શકતું નથી. અમે ફક્ત ભગવાનના પ્રતિનિધિ છીએ, અમે તેમની કૃપા અને તેમના સંકેતથી જ કોઈપણ કાર્ય કરી શકીએ છીએ. અમે અમરનાથ યાત્રાથી પાછા ફરી રહ્યા હતા અને અમારી દિલ્હીથી ફ્લાઇટ 2:30 કલાક મોડી પડી હતી... અમારી બાજુમાં જ સ્ટોલ પર એક માણસ હતો. તે અચાનક નીચે પડી ગયો અને અમે તેની તરફ દોડ્યા. મારા પતિ ડૉક્ટર રમાકાંત ગોયલ મારી સાથે હતા અને જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે એક ડૉક્ટર દંપતી પણ ત્યાં હતું - ડૉ. ઉમેશ બંસલ અને તેમની પત્ની ડૉલી બંસલ. જ્યારે અમે ચારેએ જોયું, ત્યારે તે સંપૂર્ણપણે બેહોશ હતા તેમનો શ્વાસ બંધ થઈ ગયો હતો, તેમના ધબકારા સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા, અને તે જરાય શ્વાસ લઈ રહ્યા ન હતા. તે વાદળી થવા લાગ્યા હતા, તેથી અમે તરત જ CPR આપ્યું અને લગભગ 5 મિનિટ પછી તે ભાનમાં આવ્યા બન્યો, તેમણે થોડો શ્વાસ લેવાનું શરૂ કર્યું, અને તેમની નાડી થોડી અનુભવવા લાગી. અમે CPR ચાલુ રાખ્યું...થોડી વારમાં તેમની પલ્સ નોર્મલ થઈ ગઈ... ઍરપોર્ટ સ્ટાફને પણ બોલાવવામાં આવ્યો, ઍરપોર્ટનો પર્સનલ સ્ટાફ ત્યાં આવવા લાગ્યો...જ્યારે તેઓ થોડા રિસ્પોન્સિવ થયા ત્યારે અમે તેમની પત્નીને ફોન કર્યો... ત્યારપછી તેમને ઍરપોર્ટના કર્મચારીઓ લઈ ગયા...,”

20 July, 2024 04:24 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK