જેને કલકત્તાથી પ્રેરિત એક સ્પેશ્યલ ચટણી સાથે પીરસવામાં આવી હતી. ફ્રૅન્ચાઇઝીએ શરૂ કરેલી ‘નાઇટ બાઇટ’ નામની આ યુટ્યુબ કુકિંગ સિરીઝને ક્રિકેટ-ફૅન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
કૅપ્ટન અજિંક્ય રહાણે અને વાઇસ-કૅપ્ટન વેન્કટેશ ઐયરે પ્રખ્યાત શેફ કુણાલ કપૂર સાથે મળીને હાલમાં એક અનોખી વાનગીની રચના કરી હતી
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના કૅપ્ટન અજિંક્ય રહાણે અને વાઇસ-કૅપ્ટન વેન્કટેશ ઐયરે પ્રખ્યાત શેફ કુણાલ કપૂર સાથે મળીને હાલમાં એક અનોખી વાનગીની રચના કરી હતી. ‘ખીસ કે બડે’ નામની આ વાનગીમાં ઇન્દોરની ખાસ વાનગી ખીસ એટલે કે છીણેલી મકાઈની વાનગીને મુંબઈ-શૈલીના વડાપાંઉમાં રૂપાંતરિત કરવામાં આવી હતી જેને કલકત્તાથી પ્રેરિત એક સ્પેશ્યલ ચટણી સાથે પીરસવામાં આવી હતી. ફ્રૅન્ચાઇઝીએ શરૂ કરેલી ‘નાઇટ બાઇટ’ નામની આ યુટ્યુબ કુકિંગ સિરીઝને ક્રિકેટ-ફૅન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

