ઝૂંપડીથી લઈને મહેલોમાં રસોઈ બનાવતા મહારાજ સુધી, ફાસ્ટ ફૂડ ચેઇનથી લઈને ફાઇન ડાઇનિંગ રેસ્ટોરાં સુધી, ઇન્ડિયન ક્વિઝિનથી લઈને વિદેશી ક્વિઝિન સુધી આજની તારીખે બધે જ બટાટાની બોલબાલા સ્પષ્ટ દેખાય છે. કોઈ વ્યક્તિ જમવાનું બનાવવાનું શીખે તો તે બટાટાના શાકથી શરૂ કરે. આજે પણ એવાં ઘરો છે જ્યાં દરરોજ બટાટા બને છે. નાનાં બાળકોથી લઈને ૮૦ વર્ષના દાદા સુધી બટાટાની લોકપ્રિયતા વિસ્તરેલી છે ત્યારે આજે ઇન્ટરનૅશનલ ડે ઑફ પટેટોના દિવસે સમજીએ એની પાછળનાં કારણો. પૂછીએ કેટલાક ખ્યાતનામ શેફને અને જાણીએ તેમનો અંગત સંબંધ બટાટા સાથે
ઇતિહાસ એક અંદાજ મુજબ આઠ હજાર વર્ષ પહેલાં બટાટાની શોધ થઈ હતી. દક્ષિણ અમેરિકામાં જન્મેલા બટાટા જોકે ભારત આવતાં હજારો વર્ષો વીતી ગયાં હશે એમ કહી શકાય, કારણ કે ઘણા વિશેષજ્ઞ માને છે કે બટાટા જહાંગીરના કાળમાં આવ્યા તો ઘણા એવું માને છે કે અંગ્રેજો એને અહીં લાવ્યા. પણ બન્ને પરિસ્થિતિમાં એમ કહી શકાય કે બટાટા ખાસ જૂના નથી ભારત માટે. વૈશ્વિક સ્તરે ભારત બટાટાના ઉત્પાદનમાં ચોથા નંબરે છે.
30 May, 2025 12:40 IST | Mumbai | Jigisha Jain