બકરીઓને સુંદર સજાવીને દર્શકોની વચ્ચે વૉક કરવા માટે લાવવામાં આવેલી.
પુષ્કરના મેળામાં બકરા અને બકરીઓની થઈ સૌંદર્યસ્પર્ધા
સામાન્ય રીતે રાજસ્થાનના મેળામાં ઊંટોની બ્યુટી-કૉન્ટેસ્ટ વધુ જાણીતી છે. જોકે હવે પશુપાલકો અન્ય પ્રાણીઓને પણ સૌંદર્યસ્પર્ધા માટે તૈયાર કરીને આવે છે. આ વખતે બકરીઓના પશુપાલકોએ બેસ્ટ રાજા અને બેસ્ટ સુંદરી ખિતાબ સાથે બકરા-બકરીઓ વચ્ચે બ્યુટી-કૉન્ટેસ્ટ યોજી હતી. એમાં અલગ-અલગ પ્રજાતિનાં બકરા-બકરીઓએ ભાગ લીધો હતો. બકરીઓને સુંદર સજાવીને દર્શકોની વચ્ચે વૉક કરવા માટે લાવવામાં આવેલી.
