Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પ્રેમાંધ યુવકે બ્રેક-અપ કરનારી ગર્લફ્રેન્ડનું ઘર બાળી નાખ્યું

પ્રેમાંધ યુવકે બ્રેક-અપ કરનારી ગર્લફ્રેન્ડનું ઘર બાળી નાખ્યું

Published : 23 November, 2026 08:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૮ વર્ષના સંબંધો તોડી નાખતાં યુવકે બનાવ્યો આખા કુટુંબને મારી નાખવાનો પ્લાન

ગર્લફ્રેન્ડના ઘરને આગ લગાવનારો દીપેશ રસ્તોગી.

ગર્લફ્રેન્ડના ઘરને આગ લગાવનારો દીપેશ રસ્તોગી.


ડોમ્બિવલીમાં એક યુવકે પોતાની ગર્લફ્રેન્ડના ઘરને આગ ચાંપી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ ૮ વર્ષનો પ્રેમસંબંધ પૂરો કરી નાખતાં ઉશ્કેરાયેલા યુવકે યુવતીનું ઘર બાળી નાખ્યું હતું. આરોપી દીપેશ રસ્તોગીનો મૂળ હેતુ યુવતીના આખા કુટુંબને પતાવી નાખવાનો હોવાનું પોલીસનું માનવું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં યુવતીનાં માતા-પિતાને કોઈ હાનિ પહોંચી નહોતી. 

પોલીસે જણાવ્યા મુજબ યુવતી ડોમ્બિવલીમાં રહે છે અને છેલ્લાં ૮ વર્ષથી દીપેશ રસ્તોગી સાથે પ્રેમસંબંધ ધરાવતી હતી. જોકે પછીથી બન્ને વચ્ચેના સંબંધો બગડતાં યુવતીએ બ્રેક-અપ કરવાનો નિર્ણય લીધો હતો. યુવતીના આ નિર્ણયથી રોષે ભરાયેલા દીપેશ રસ્તોગીએ યુવતીના ઘરમાં આગ લગાડી હતી. આ ઘટનાના કારણે એ વખતે ઘરમાં રહેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે યુવતી અને તેનાં માતા-પિતા હેમખેમ ઘરની બહાર નીકળવામાં સફળ થયાં હતાં. 



આ ઘટના બાદ માનપાડા પોલીસે તપાસ હાથ ધરી હતી અને દીપેશ રસ્તોગીની ધરપકડ કરી હતી. પોલીસનું માનવું છે કે દીપેશ યુવતી અને તેનાં માતા-પિતાને મારી નાખવા માગતો હતો. જોકે દીપેશનો ખરેખર એ હેતુ હતો કે નહીં એ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2026 08:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK