Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મદરેસામાં ભણવું નહોતું ગમતું તો દિલ્હી જઈ ભીખ માગવા લાગ્યો

મદરેસામાં ભણવું નહોતું ગમતું તો દિલ્હી જઈ ભીખ માગવા લાગ્યો

Published : 23 November, 2026 08:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ પોલીસે બે મહિનાથી ગુમ થયેલા છોકરાને દિલ્હીના રામક્રિષ્નાપુરમથી શોધી કાઢ્યો

દિલ્હીના રામક્રિષ્નાપુરમ વિસ્તારમાંથી ભીખ માગી રહેલા અલ્તાફને શોધી કઢાયો  હતો

દિલ્હીના રામક્રિષ્નાપુરમ વિસ્તારમાંથી ભીખ માગી રહેલા અલ્તાફને શોધી કઢાયો હતો


મુંબઈના કલવાની મદરેસામાંથી પહેલી સપ્ટેમ્બરે ગુમ થયેલો ૧૦ વર્ષનો છોકરો દિલ્હીથી મળી આવ્યો હતો. મુંબઈ પોલીસે ગુમ થયેલા અલ્તાફ શાહને આશરે ૧૦૦થી ૧૫૦ ક્લોઝ્ડ સર્કિટ 
ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસ્યા બાદ દિલ્હીના રામક્રિષ્નાપુરમ વિસ્તારમાંથી ભીખ માગી રહેલા અલ્તાફને શોધી કાઢ્યો હતો. તપાસમાં તેણે મદરેસામાં ભણવાનું ગમતું ન હોવાથી આ રીતે ભાગી ગયો હોવાનું જણાવ્યું હતું.

પહેલી સપ્ટેમ્બરે અલ્તાફ પવઈના તુંગા ગામમાં આવેલા દારુલ ઉલૂમ મસૂદિયા ગરીબ નવાઝ મદરેસાથી બપોરે ૩.૧૫થી ૩.૩૦ વાગ્યાની વચ્ચે ગાયબ થઈ ગયો હતો. ત્યાર પછી અલ્તાફના પિતાએ કરેલી ફરિયાદના આધારે આ મામલે કિડનૅપિંગનો કેસ નોંધવામાં આવ્યો હતો. 



પોલીસે રેલવે-સ્ટેશન, રસ્તાઓ, મેટ્રો-સ્ટેશન, બસ-સ્ટૉપ, પેટ્રોલ પમ્પ, હોટેલ સહિત અનેક સ્થળોએ લગાવવામાં આવેલા ૧૦૦થી ૧૫૦ CCTV કૅમેરાનાં વિડિયો ફુટેજ તપાસ્યાં હતાં તથા અલ્તાફનો ફોટો બધાં જ પોલીસ-સ્ટેશનો અને અન્ય તપાસ એજન્સીઓને મોકલાવી દીધો હતો. આખરે તે દિલ્હીમાં હોવાનું જણાતાં પોલીસે ટીમ મોકલાવીને અલ્તાફને શોધ્યો હતો અને કલવામાં રહેતા તેના કુટુંબના હવાલે કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2026 08:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK