Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Rajasthan

લેખ

વિરાટ કોહલી અને ફિલ સૉલ્ટ

રાજસ્થાને અજમાવ્યા ૭ બોલર, વિકેટ મળી માત્ર ૧

રાજસ્થાને આપેલા ૧૭૪ રનના ટાર્ગેટને માત્ર ૧ વિકેટ ગુમાવીને ૧૫ બૉલ પહેલાં ચેઝ કરીને બૅન્ગલોરે મેળવી જીત. જવાબમાં બૅન્ગલોરે ૯૨ રનની ઓપનિંગ પાર્ટનરશિપના આધારે ૧૭.૩ ઓવરમાં માત્ર ૧ વિકેટ ગુમાવીને ૧૭૫ રન બનાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

14 April, 2025 11:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આજે રીસાઇકલ્ડ ફૅબ્રિકમાંથી બનેલી ગ્રીન જર્સી પહેરીને રમશે બૅન્ગલોરની ટીમ.

રૉયલ ચૅલેન્જર્સ સામે રૉયલ્સની નજર જીતની હૅટ-ટ્રિક પર

ગઈ સીઝનમાં બૅન્ગલોરને બન્ને મૅચમાં માત આપી હતી રાજસ્થાને, જયપુરમાં રાજસ્થાન સામે નવમાંથી ચાર મૅચ જીત્યું છે બૅન્ગલોર

14 April, 2025 07:14 IST | Jaipur | Gujarati Mid-day Correspondent
RCBના યંગ પ્લેયર્સે જયપુરના ખાટૂ શ્યામજી મંદિરમાં દર્શન કર્યાં

RCBના યંગ પ્લેયર્સે જયપુરના ખાટૂ શ્યામજી મંદિરમાં દર્શન કર્યાં

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) હાલમાં રાજસ્થાન રૉયલ્સ સામેની મૅચ માટે જયપુરમાં છે. મૅચ પહેલાં તેમના યંગ પ્લેયર્સે ખાટૂ શ્યામજી મંદિરમાં દર્શન કર્યાં હતાં

13 April, 2025 09:33 IST | Jaipur | Gujarati Mid-day Correspondent
શિમરન હેટમાયરે અને સાઈ સુદર્શન

ગુજરાત ટાઇટન્સ હવે ટેબલ-ટૉપર

રાજસ્થાનને ૫૮ રનથી સજ્જડ પરાજય આપ્યો. રાજસ્થાનના શિમરન હેટમાયરે ૩૨ બૉલમાં ૪ ફોર અને ૩ સિક્સ સાથે બાવન રન ફટકાર્યા હતા પણ પોતાની ટીમને વિજય નહોતો અપાવી શક્યો. ગુજરાતના સાઈ સુદર્શને સ્ટાઇલિશ બૅટિંગ કરીને ૮૨ રન ફટકાર્યા હતા.

11 April, 2025 06:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીરો અતુલ કાંબલે

Photos: PM મોદી બાદ શરદ પવારે અજમેર દરગાહ માટે મોકલી ચાદર, આ દિવસે ચડાવાશે...

રાજસ્થાનના અજમેરમાં સ્થિત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના 813મા ઉર્સના અવસરે ચાદર મોકલવાનો સિલસિલો ચાલુ છે. આ દરમિયાન, નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એસપી)ના પ્રમુખ શરદ પવારે મંગળવારે ખ્વાજા ગરીબ નવાજની દરગાહ માટે ચાદર મોકલી.

07 January, 2025 05:16 IST | Ajmer | Gujarati Mid-day Online Correspondent
રાજસ્થાન આઈસ્ક્રીમમાં મળતી આઇસ્ક્રીમની તસવીરોનો કૉલાજ (સૌજન્ય: પૂજા સાંગાણી)

જ્યાફતઃ વડોદરામાં રાજસ્થાન આઈસ્ક્રીમમાં મળતો આ સ્વાદ દાઢે વળગે એવો

શિયાળાની ઠંડીભરી મોસમમાં ગરમાગરમ ભોજન તો સૌ કોઈ પસંદ કરે છે, પરંતુ આઈસ્ક્રીમ પ્રેમીઓ માટે મોસમની કોઈ જ મર્યાદા હોતી નથી. જમ્યા પછી ડિઝર્ટમાં આઈસ્ક્રીમનો સ્વાદ માણવો હોય કે મિત્ર સાથે સાંજે મોજ-મસ્તી કરવી હોય, આઈસ્ક્રીમ એ શ્રેષ્ઠ પસંદગી છે. આ વાનગી કોઈ તહેવાર કે ખાસ પ્રસંગ માટે મર્યાદિત નથી. ઘણા લોકો શિયાળામાં આઈસ્ક્રીમ ન ખાવાની સલાહ આપે છે, પણ આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે શિયાળામાં આઈસ્ક્રીમ ખાવાથી નુકસાન નહીં પણ ફાયદો થાય છે. આઈસ્ક્રીમ આરોગવામાં ભલે ઠંડો હોય પણ તેની તાસીર ગરમ હોવાને કારણે શરીરના તાપમાનનું સંતુલન જળવાઇ રહે છે. ખાસ કરીને, ગળામાં ખરાશ કે પેટની ગરમી જેવી સમસ્યામાં આઈસ્ક્રીમ આરામદાયક સાબિત થાય છે. એમાંય જિન્જર હની, તુલસી, જામફળ, ટેન્ડર કોકોનટ, કીવી, રોસ્ટેડ આલમંડ જેવા ફ્લેવર્સ શિયાળાના મિજાજને અલગ બનાવીને તણાવ ઘટાડવામાં મદદરૂપ બને છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

27 December, 2024 07:11 IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent
ઘટનાસ્થળનાં હ્રદયદ્રાવક દૃશ્યો

જયપુર-અજમેર હાઇવે પર ટ્રકની ટક્કર બાદ આગ લાગી, પાંચનાં મોત, 37 ઘાયલ

જયપુર-અજમેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કેમિકલ ભરેલી ટ્રક અને અનેક વાહનોની ટક્કર થઈ હતી. ટક્કર બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ લગતા પાંચ લોકોનાં મોત તો 37 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાઇવેના 300 મીટરના પટમાં આ આગ ગણતરીની મિનિટોમાં ફેલાઈ હતી. 40 જેટલા વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. (તસવીર- પીટીઆઈ)

20 December, 2024 02:16 IST | Jaipur | Gujarati Mid-day Online Correspondent
 અદિતિ રાવ હૈદરી-સિદ્ધાર્થની રૉયલ વેડિંગ

રાજસ્થાનના પૅલૅસમાં અદિતિ રાવ હૈદરી-સિદ્ધાર્થની રૉયલ વેડિંગ, જુઓ ઉજવણીની તસવીરો

ન્યૂલી વેડ્સ અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે લગ્ન કર્યા હતા. રાજસ્થાનમાં તેમના આ લગ્નના ભવ્ય સેલિબ્રેશનની તસવીરો સામે આવી છે. બૉલિવૂડના નવા કપલ અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે તેમના ચાહકો માટે તેમના વેડિંગ સેરેમનીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ સાથે તેમના લગ્ન સમારોહમાં અનેક બૉલિવૂડ સ્ટાર્સ પણ એન્જોય કરતાં જોવા મળ્યા હતા.

03 December, 2024 02:54 IST | Jaipur | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

શિવરાજ સિંહ ચૌહાણને મળવા અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા

શિવરાજ સિંહ ચૌહાણને મળવા અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા 20 માર્ચે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને મળ્યા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું, "...અમે વિવિધ યોજનાઓના પ્રગતિ અહેવાલો પર ચર્ચા કરી... કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મને ખાતરી આપી છે કે તેઓ રાજસ્થાનના વિકાસને સમર્થન આપતા રહેશે... કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારો દેશના લોકો માટે કામ કરી રહી છે."

21 March, 2025 07:39 IST | Jaipur
NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACC ખાતે તાજેતરમાં કલાકારો અને તેમની કળાનું વિશિષ્ટ પ્રદર્શન આયોજિત થયું હતું, જે ખૂબ જ આવકાર્ય બનીને દર્શકોનું આકર્ષણ બની રહ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને કાશ્મીરના વિવિધ કલાકારો દ્વારા પ્રદર્શન કરાયેલું તેમના લોકપ્રિય કલા રૂપો અને સંસ્કૃતિની સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કર્યું. થિથકારા, ચીકનકારી કાપડ, અને કાલીઘાટ પેઇન્ટિંગ જેવા પ્રાચીન કળાના નમૂનાઓ દર્શાવતી આ પ્રદર્શની કલાકારોની મહેનત અને સર્જનાત્મકતાનું મૌલિક પ્રતિબિંબ છે. આ કલા સાથે જોડાયેલા લોકકથાઓ અને વારસાઓ દર્શકોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિમાંથી એક નવો વિચાર પ્રદાન કરે છે. આ નમૂનાઓમાંથી પ્રદર્શિત થતી કળાઓ, સંસ્કૃતિ અને વારસો પ્રત્યે ઘનિષ્ઠ માન્યતાઓ માટે શ્રદ્ધા દર્શાવે છે. NMACC આ કળાના મહિમાને ઉજાગર કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.

05 February, 2025 05:50 IST | Mumbai
જયપુર ટેંકર વિસ્ફોટ: મોટો અકસ્માત, આગની ઘટનામાં ચાર લોકોનાં જીવ ગયા

જયપુર ટેંકર વિસ્ફોટ: મોટો અકસ્માત, આગની ઘટનામાં ચાર લોકોનાં જીવ ગયા

જયપુરના ભાંકરોટા વિસ્તારમાં ભયાનક દુર્ઘટનામાં ઓછામાં ઓછા 4 લોકોનાં મોત નિપજ્યાં છે. આ ઘટના અનેક વાહનોની એક પછી એક ટક્કરથી લાગી ગયેલી આગને કારણે બની. આગ બુઝાવવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ આ ઘટનામાં અનેક લોકોને ઈજા પહોંચી છે, જીવ ગુમાવ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ 20 ડિસેમ્બરનાં સવારના સમયે થયેલી આ આગની ઘટનાસ્થળે મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ઉપમુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવા પણ ત્યાં હાજર રહ્યા હતા. કુલ 4 લોકોનાં મોત નીપજ્યાં છે અને 35 લોકોને ઈજા પહોંચી છે. આ અગ્નિદુર્ઘટના મુખ્ય અજમેર રોડ પર આવેલા પેટ્રોલ પંપની નજીક અનેક વાહનો વચ્ચે થયેલી ટક્કરની કારણે સર્જાઈ હતી.

20 December, 2024 02:46 IST | Jaipur
પીએમ મોદીએ ભાજપની સફળતાનો શ્રેય જનતાના સમર્થન અને કાર્યકર્તાઓની મહેનતને આપ્યો

પીએમ મોદીએ ભાજપની સફળતાનો શ્રેય જનતાના સમર્થન અને કાર્યકર્તાઓની મહેનતને આપ્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં તેમના ભાષણમાં, કેન્દ્રમાં અને બહુવિધ રાજ્યોમાં સત્તામાં સતત ત્રીજી મુદતને ચિહ્નિત કરીને, ભાજપની સતત ચૂંટણીની સફળતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન ચૂંટણીમાં તાજેતરમાં મળેલી જીત સહિત જંગી જાહેર સમર્થન જીતવા માટે પાર્ટીના કાર્ય અને કાર્યકરોના પ્રયત્નોને શ્રેય આપ્યો. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "આજે ભાજપને આટલું જંગી જનસમર્થન મળી રહ્યું છે. લોકસભામાં, દેશે અમને સતત ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે. છેલ્લા 60 વર્ષમાં આવું ક્યારેય બન્યું નથી. 60 વર્ષ પછી દેશની જનતા દેશની જનતાએ સતત ત્રીજી વખત સરકારને ચૂંટી... થોડા દિવસો પહેલા ભાજપે સતત બીજી વખત મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે ત્યાં પણ સતત ત્રીજી વખત ભાજપે અગાઉથી વધુ બેઠકો જીતી હતી. ચૂંટણીમાં લોકોએ ભાજપને જંગી સમર્થન આપ્યું છે તે દર્શાવે છે કે ભાજપનું કામ અને કાર્યકરોની મહેનત પર લોકો વિશ્વાસ કરે છે.

17 December, 2024 06:19 IST | Jaipur

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK