પોલીસે આ ચોરોની ટોળકી અને ચોરેલી ચીજોને બ્લૅક-માર્કેટ કરતા નેટવર્કમાં સંકળાયેલા લોકોને પકડી લીધા છે.
USમાં ચોરોએ ટ્રેનો લૂંટીને બે વર્ષમાં ૨૦૮ કરોડ રૂપિયાનો માલ સગેવગે કર્યો
અમેરિકાના કૅલિફૉર્નિયામાં માલગાડીઓમાંથી જ ડાયરેક્ટ માલ ચોરીને એને બ્લૅકના માર્કેટમાં વેચવાનું કૌભાંડ તાજેતરમાં પકડાયું હતું. આ ચોરોનું નેટવર્ક લગભગ બે વર્ષથી આ કામ કરતું હતું. લગભગ ૧૪ જણની ટોળકી લૂંટ ચલાવતી વખતે એનો વિડિયો પણ બનાવતી હતી. એમ છતાં આ ટોળકી હાથમાં આવતી નહોતી. તાજેતરમાં અમેરિકાની પોલીસે આરોપીઓએ જ લીધેલા વિડિયોની મદદથી ટોળકીને પકડી હતી. ૨૦૨૪થી ૨૦૨૬ દરમ્યાન આ ટોળકીએ ૨૦૮ કરોડ રૂપિયાનો માલ તફડાવ્યો હોવાના અહેવાલ છે. પોલીસે આ ચોરોની ટોળકી અને ચોરેલી ચીજોને બ્લૅક-માર્કેટ કરતા નેટવર્કમાં સંકળાયેલા લોકોને પકડી લીધા છે.
