Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > News in Shorts: ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છરને ઇઝરાયલનો સર્વોચ્ચ નાગરિક અવૉર્ડ એનાયત થશે

News in Shorts: ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છરને ઇઝરાયલનો સર્વોચ્ચ નાગરિક અવૉર્ડ એનાયત થશે

Published : 10 October, 2026 09:45 AM | Modified : 10 October, 2026 01:40 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

News in Shorts: મા દુર્ગાની બની રહી છે રંગોળી; ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ માટે ડિમોલિશન ડ્રાઇવ અને વધુ સમાચાર

ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છર

ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છર


શૂરવીર ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છરને ઇઝરાયલ સરકાર એનો સર્વોચ્ચ નાગરિક અવૉર્ડ ‘પ્રેસિડેન્શિયલ અવૉર્ડ ફૉર સિવિલિયન હીરોઇઝમ’ એનાયત કરશે. ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝૅક હર્ઝોગે જાહેરાત કરી હતી કે કૅપ્ટન સ્મિત મચ્છર સંપૂર્ણપણે સ્વસ્થ થશે ત્યારે તેને આ સન્માન આપવામાં આવશે.

મા દુર્ગાની બની રહી છે રંગોળી




આવતી કાલથી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે ગઈ કાલે સુરતમાં ઉમિયાધામ મંદિરમાં મહિલાઓ મા દુર્ગાની રંગોળી બનાવતી નજરે પડી હતી.

જગતજનની જગદંબા


તસવીર : આશિષ રાજે

‘રે રોડચી મહારાણી’ની મૂર્તિ ગઈ કાલે વાજતેગાજતે પંડાલમાં લઈ જવાઈ હતી. મંડળ દ્વારા નવરાત્રિનો આ ઉત્સવ સાઉથ ઇન્ડિયન પદ્ધતિથી ઊજવાતો હોવાથી એમની પારંપરિક પદ્ધતિ પ્રમાણે ખાસ પ્રકારના ઢોલ અને શરણાઈના સૂર રેલાવવામાં આવ્યા હતા. વળી દેવાધિદેવ મહાદેવ અને મા પાર્વતીના વેશમાં કલાકારોએ નૃત્ય પણ કર્યું હતું. 

ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ માટે ડિમોલિશન ડ્રાઇવ

ગોરેગામ-મુલુંડ લિન્ક રોડના કામ માટે આડે આવતાં ૧૮૦ સ્ટ્રક્ચર્સ ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા તોડી પાડવામાં આવ્યાં હતાં. આ તોડકામ સોનાપુર ખીંડીપાડા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. આ તોડકામને કારણે હવે મોટા ભાગનો રોડ ખુલ્લો થઈ જતાં એનું કામ ઝડપથી થઈ શકશે. 

Whatsapp-channel Whatsapp-channel

10 October, 2026 01:40 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK