Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કંપનીના MDએ જૅકેટ પર પ્રિન્ટ કરાવ્યા ૬૦૦ કર્મચારીઓના ફોટો

કંપનીના MDએ જૅકેટ પર પ્રિન્ટ કરાવ્યા ૬૦૦ કર્મચારીઓના ફોટો

Published : 04 March, 2026 07:03 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

NSEમાં કંપનીનું લિસ્ટિંગ કરાવવાના મોટા અવસરે એમ્પ્લૉઈઝના યોગદાનને બિરદાવવાની અનોખી રીત

સ્પેશ્યલ જૅકેટ સાથે ક્લીનમૅક્સ એન્વાયરો એનર્જી સૉલ્યુશન્સ લિમિટેડના MD કુલદીપ જૈન

સ્પેશ્યલ જૅકેટ સાથે ક્લીનમૅક્સ એન્વાયરો એનર્જી સૉલ્યુશન્સ લિમિટેડના MD કુલદીપ જૈન


ક્લીનમૅક્સ એન્વાયરો એનર્જી સૉલ્યુશન્સ લિમિટેડે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) પર સોમવારે કંપનીનું લિસ્ટિંગ કર્યું હતું. આ ક્ષણ માત્ર કંપનીના ડિરેક્ટર્સ માટે જ નહીં પણ કંપનીના એમ્પ્લૉઈઝ માટે પણ યાદગાર બની હતી. કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર (MD) કુલદીપ જૈને તેમની કંપનીના ૬૦૦ કર્મચારીઓના ફોટો પ્રિન્ટ કરાવેલું સ્પેશ્યલ ડિઝાઇનર જૅકેટ પહેરીને માર્કેટ શરૂ કરવાની બેલ વગાડી હતી. 

આખી ટીમને સાથે લઈને નવી શરૂઆત કરવાનો કુલદીપ જૈનનો આ કન્સેપ્ટ સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયો અને યુઝર્સે આ કન્સેપ્ટની ભરપૂર પ્રશંસા પણ કરી હતી.
ક્લીનમૅક્સનાં ચીફ પીપલ ઍન્ડ કલ્ચર ઑફિસર સ્વેતા સજનાણીએ આ સ્પેશ્યલ જૅકેટ પાછળની સ્ટોરી શૅર કરી હતી જેમાં લિસ્ટિંગ સેરેમની માટે જૅકેટ તૈયાર થાય એ પહેલાં કર્મચારીઓના ફોટો-શૂટથી માંડીને ફાઇનલ સિલાઈ સુધીની આખી સફરના ડૉક્યુમેન્ટેશનનો વિડિયો બતાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘શૅરબજારમાં લિસ્ટિંગ જેવી મોટી સિદ્ધિ ક્યારેય એક વ્યક્તિનું કામ નથી. કંપનીના બધા જ કર્મચારીઓની મહેનતનું એ પરિણામ છે.’ ક્લીનમૅક્સ એન્વાયરો એનર્જી સૉલ્યુશન્સ લિમિટેડ વ્યવસાય માટે રૂફટૉપ સોલર અને રિન્યુએબલ પાવર જેવા પાવર સૉલ્યુશન માટે જાણીતી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2026 07:03 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK