Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૩૭ વર્ષની એક થાઇ મહિલાએ એક જ મંડપમાં બે ઑસ્ટ્રિયન સાથે લગ્ન કર્યાં

૩૭ વર્ષની એક થાઇ મહિલાએ એક જ મંડપમાં બે ઑસ્ટ્રિયન સાથે લગ્ન કર્યાં

Published : 04 March, 2026 02:28 PM | IST | Thailand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડુઆંગડુઆન કેત્સારો નામની ૩૭ વર્ષની થાઇલૅન્ડની એક મહિલાનાં લગ્નની ચર્ચા દેશ-વિદેશમાં થઈ રહી છે.

કેત્સારો

અજબ ગજબ

કેત્સારો


ડુઆંગડુઆન કેત્સારો નામની ૩૭ વર્ષની થાઇલૅન્ડની એક મહિલાનાં લગ્નની ચર્ચા દેશ-વિદેશમાં થઈ રહી છે. એ બહુ ગ્રૅન્ડ લેવલ પર થયાં હતાં એટલે નહીં, એકસાથે બે પુરુષો સાથે થયેલાં લગ્ન હતાં એટલા માટે ચર્ચામાં હતાં. કેત્સારો વર્ષોથી આ બન્ને પુરુષો સાથે સંબંધ ધરાવતી હતી અને તેનું કહેવું છે કે આપસમાં સહમતી સાથે જ તેણે બન્ને સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. કેત્સારો એક સિંગર અને સૉન્ગરાઇટર હતી અને પતાયામાં કામ કરતી હતી. એ વખતે તે રોમન નામના ઑસ્ટ્રિયાના રિટાયર્ડ પોલીસ-ઑફિસરને મળી અને પ્રેમમાં પડી હતી. બન્નેના સંબંધો પાંચ વર્ષ ચાલ્યા. એ પછી તેની મુલાકાત ઑસ્ટ્રિયાના બીજા પોલીસ-ઑફિસર મૅકી સાથે થઈ. આ સંબંધ તેમના માટે પહેલાં કપલના દોસ્ત તરીકે શરૂ થયો હતો અને પછી એક અલગ જ પ્રકારની પાર્ટનરશિપમાં બદલાઈ ગયો. આખરે ત્રણેયે પોતાના આ સંબંધને ઑફિશ્યલ બનાવવાનું નક્કી કર્યું. ત્રણેયે ભવિષ્યના જીવન વિશે ખૂલીને વાતો કરી અને પૂરી પારદર્શકતા સાથે બન્ને સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. નવાઈની વાત એ છે કે કેત્સારોના બહુ નાની વયે એક વાર લગ્ન થઈ ચૂક્યાં હતાં અને એ લગ્નથી ત્રણ દીકરીઓ પણ હતી. પહેલાં લગ્ન તો વર્ષો પહેલાં જ ખતમ થઈ ગયાં હતાં, પરંતુ આ નવાં લગ્ન માટે તેણે પોતાનાં સંતાનો અને માતાપિતા બધાની સહમતી લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2026 02:28 PM IST | Thailand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK