1 ફેબ્રુઆરી 2023ના રોજ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલ બજેટ બાદ દેશના જાણીતા લોકોએ આપ્યા પોતાના પ્રતિભાવો જે તમે અહીં તેમની તસવીરો સાથે વાંચી જોઈ શકો છો... જુઓ તસવીરો સાથે તેમને રજૂ કરેલ પોતાનો મત...
સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા માટે લૅબ-ગ્રોન ડાયમન્ડ માટે વપરાતાં સીડ્સ પરની આયાત ડ્યુટી કાઢી નાખવાથી આ ઇન્ડસ્ટ્રીને જોરદાર પુશ-અપ મળશે. આ ઇન્ડસ્ટ્રીના રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ માટે એક આઇઆઇટી નીમવામાં આવશે. પાંચ વર્ષ સુધી લૅબ-ગ્રોન ડાયમન્ડનો વિકાસ દેશમાં કેવી રીતે થાય એના માટે સરકાર તરફથી અનુદાન મળશે. આ ડાયમન્ડની નિકાસ કેમ વધે અને એ મેક ઇન ઇન્ડિયા કેમ બને એ માટે સરકાર આ ઇન્ડસ્ટ્રીને જબરદસ્ત મોટો સાથ અને સહકાર આપશે. આનાથી દેશમાં રોજગારની નવી તકો ઊભી થશે. - કિરીટ ભણસાલી, વાઇસ ચૅરમૅન, જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ
અર્બન ઇન્ફ્રા ડેવલપમેન્ટ ફન્ડ માટે દસ હજાર કરોડ પ્રતિ વર્ષની ફાળવણી આવકારદાયક પગલું છે અને એ અર્થતંત્રને સર્વાંગી વેગ આપશે. મોબાઇલ ફોનના અમુક ભાગ જેવા કે કૅમેરાના લેન્સ અને બૅટરીની આયાત પર કસ્ટમ્સ ડ્યુટીમાં એક વર્ષ સુધી રાહત એક સારું પગલું છે અને જ્યાં સુધી ભારત સ્થાનિક સ્તરે તમામ ઇલેક્ટ્રૉનિક પાર્ટ્સ અને બૅટરીના ઉત્પાદનમાં આત્મનિર્ભર ન બને ત્યાં સુધી એ રાહત ચાલુ રાખવી જોઈએ. - મિતેશ મોદી, રાષ્ટ્રીય પ્રમુખ, ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશન
02 February, 2023 03:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent