લગ્નને ૬ વર્ષ થયાં પણ ૧૨ બાળકોનો જન્મ, પિતા-પુત્ર વચ્ચે માત્ર પાંચ વર્ષનું અંતર
પ્રતીકાત્મક તસવીર
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય સંબિત પાત્રાએ દાવો કર્યો હતો કે મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં ૧૩ કરોડ મતદારોનાં નામ કાપવામાં આવ્યાં છે, પણ એની વિગતોમાં જવા માટે કોઈ તૈયાર નથી. એક કરોડ ડુપ્લિકેટ વોટ કપાયા છે. ૨.૮૦ કરોડ લોકો મૃત્યુ પામ્યા હોવાથી તેમનાં નામ કાપવામાં આવ્યાં છે. ૬ કરોડ વોટ કાયમી શિફ્ટેડ કૅટેગરીમાં છે. તેઓ નવા સરનામે ફૉર્મ 6 ભરીને મતદારયાદીમાં નામ નોંધાવી રહ્યા છે. જેમના ઘરે એન્યુમરેશન ફૉર્મ મોકલવામાં આવ્યાં છે એવા બે કરોડથી વધારે લોકો ફૉર્મ ભરીને આપવા તૈયાર નથી, કારણ કે તેઓ ઘૂસણખોરો છે. કોઈ પણ ઘૂસણખોરોનાં નામ મતદારયાદીમાં સામેલ કરવામાં આવશે નહીં.
SIRમાં મતદારોની વિગતોમાં વિચિત્ર વિસંગતતાઓની વાત કરતાં સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે એવા કેસ બહાર આવ્યા છે જેમાં પિતા તેમના પુત્ર કરતાં માત્ર પાંચ વર્ષ મોટા છે અને એક દંપતીને લગ્નનાં છ વર્ષમાં ૧૨ બાળકો જન્મ્યાં હોવાનું જણાવાયું છે.
