Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સંતાનો પર વધુ માર્ક્‍સ લાવવાનું પ્રેશર કરતા વાલીઓને તુકારામ મુંઢેએ કહ્યું....

સંતાનો પર વધુ માર્ક્‍સ લાવવાનું પ્રેશર કરતા વાલીઓને તુકારામ મુંઢેએ કહ્યું....

Published : 24 November, 2026 09:52 AM | Modified : 24 November, 2026 09:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મને ક્યારેય ૭૦ ટકા કરતાં વધુ માર્ક્‍સ આવ્યા જ નથી.

તુકારામ મુંઢે

તુકારામ મુંઢે


પોતાનાં સંતાનો પર પરીક્ષામાં વધુ માર્ક્‍સ લાવવાનું પ્રેશર કરતા વાલીઓને મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍‌મિ‌નિસ્ટ્રે‌શન (FDA)ના ક‌મિશનર તુકારામ મુંઢેએ સોનેરી સલાહ આપી છે. પુણેમાં આયો‌જિત એક કાર્યક્રમમાં તુકારામ મુંઢેએ વાલીઓને કહ્યું હતું કે ‘હું જોઉં છું કે અહીં વાલીઓ પણ હાજર છે. તમારાં બાળકો દસમા કે બારમા ધોરણની પરીક્ષા આપતાં હોય તો આટલા માર્ક્‍સ તો આવવા જ જોઈએ એવું દબાણ તેમના પર ન કરવું. લોકો ૯૯.૯૯ ટકા આવવા જ જોઈએ એવી અપેક્ષા પણ રાખતા હોય છે. મને ૯૯.૯૯ તો દૂરની વાત છે, ક્યારેય ૭૦ ટકા કરતાં વધારે માર્ક્‍સ આવ્યા નહોતા. દસમા ધોરણમાં મને ૬૯ અને બારમામાં મને ૭૦ ટકા મળ્યા હતા. બધા સાયન્સ લેતા હતા એટલે મેં પણ સાયન્સ લીધું હતું અને મને એમાં ઓછા માર્ક્‍સ આવ્યા તો મારી કરીઅર પૂરી નહોતી થઈ. તમને કેટલા માર્ક્‍સ આવે છે એનાથી તમારી કરીઅર નક્કી થતી નથી. હું ફરી કહું છું કે માર્ક્‍સથી તમારી કરીઅર નથી નક્કી થતી એટલે ફક્ત માર્ક્‍સ માટે વાલીઓ બાળકો પર પ્રેશર નાખે એ ખોટું છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2026 09:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK