Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Education

લેખ

એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર

સરકારની કૅબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો મહત્ત્વનો નિર્ણય

જેલમાં કેદી આત્મહત્યા કરે કે અકુદરતી મૃત્યુ થાય તો પરિવારને એક લાખથી પાંચ લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે

16 April, 2025 11:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

૨૦૩૦ સુધીમાં ૫૦ ટકા ભારતીયો મિડલ ક્લાસમાં આવી જશે

નવી શિક્ષણનીતિ વધુ ને વધુ ભારતીયોને શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઇમર્જિંગ મિડલ ક્લાસનાં બાળકો વધારે શિક્ષણ મેળવી રહ્યાં છે

14 April, 2025 08:55 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વિદ્યાર્થીઓના બૅગમાંથી કૉન્ડમના પેકેટ, છરીઓ, પ્લેઇંગ કાર્ડ જેવી અનેક વસ્તુઓ મળી (તસવીર સૌજન્ય : મિડ-ડે)

નાશિક: વિદ્યાર્થીઑનાં બૅગ ખોલતાં જ નીકળ્યાં કૉન્ડમ, ફાયટર, ચાકુ! શિક્ષકો હેરાન!

છેલ્લા ઘણા દિવસોમાં વિવિધ વિદ્યાર્થીઓની બૅગમાંથી અલગ અલગ વસ્તુઓ મળી આવી છે. વિદ્યાર્થીઓમાં ગુનાહિત વૃત્તિનો વિકાસ રોકવા માટે દરરોજ તેમના બૅગ તપાસવામાં આવે છે.

09 April, 2025 03:31 IST | Nashik | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ છો; આવ્યા ત્યારે અમર થઈને રહો

આપણે સંતાનોને અંગત સંપત્તિ ગણીએ છીએ. તેથી પાડોશના છોકરાને તેનો બાપ રોજ મારતો હોય તો પણ આપણે વચ્ચે પડતા નથી. મા-બાપ નાનાં બાળકોને વેચી દે છે

08 April, 2025 07:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ `વસંત`

Photos: ગુજરાતી થિયેટર લવર્સ માટે NCPA લાવી રહ્યું છે ખાસ `વસંત` ફેસ્ટિવલ

ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ `વસંત` હવે ફરીથી આવી રહ્યું છે! આ મહોત્સવ 25થી 27 એપ્રિલ 2025 વચ્ચે મુંબઈના NCPA (નૅશનલ સેન્ટર ફૉર ધ પર્ફૉર્મિંગ આર્ટ્સ) ખાતે યોજાશે. આ ફેસ્ટિવલમાં આપણને વિચારશીલ, પ્રાયોગિક અને ભાવનાત્મક ગુજરાતી નાટકો જોવા મળશે. `વસંત`ની શરૂઆત 2011માં થઈ હતી. ત્યારથી આજ સુધી, આ ફેસ્ટિવલે હંમેશાં સામન્યથી હટકે થિયેટર રજૂ કર્યું છે. ૨૦૧૧થી જ `વસંતે` અપરંપરાગત ગુજરાતી રંગભૂમિને પ્રોત્સાહન આપ્યું છે, જે પ્રાદેશિક રંગભૂમિની ઉજવણી કરવા અને ગુજરાતીઓને સાથે જોડવા માટે NCPAની મુખ્ય પહેલમાંની એક બને છે. 

11 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કવિ અનિલ જોશીની તસવીરોનો કૉલાજ

શબ્દની અનેક ઉપમાઓથી નવાજિત અનિલ જોશીને સાહિત્યકારોની શબ્દાંજલિ

કોઈને મન ગુજરાતી કવિઓમાં કરોડરજ્જુ તો કોઈને મન બરફનું પંખી કાવ્યસંગ્રહ લખનાર કવિ તેમના શબ્દે શબ્દે ટહુકશે તો કોઈને તેમના નિધનથી ગુજરાતી ગીત વિશ્વ સૂનું પડી જવાનો આભાસ થઈ આવ્યો એવા જાણીતા ગુજરાતી સાહિત્યકારોએ આજે જ્યારે કવિ, નિબંધકાર અનિલ જોશીને વિદાય આપતાં શબ્દાજંલિ અર્પણ કરી છે. આ દરેક સાહિત્યકારે અનિલ જોશી માટેના પોતાના ભાવ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કર્યા છે તો અહીં જુઓ કવિ અનિલ જોશીની તસવીરો સાથે તેમના વિશેની ભાવાંજલિ....

27 February, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજનાં વન્ડર વુમન છે દિપ્તી બુચ (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

વન્ડર વુમન : બધાં પ્રોફેસરો દિપ્તી બુચ બને તો સમાજસેવાનો જબરો `સુયોગ` રચાય

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં વન્ડર વુમન છે દિપ્તી બુચ. કાંદિવલીની કેઈએસ શ્રોફ કોલેજનાં પ્રોફેસર દિપ્તી બુચ ખરા અર્થમાં અનોખાં પ્રોફેસર છે. આ કાંઈ જેવાં તેવાં પ્રોફેસર નથી, પણ પાઠ્યપુસ્તકની બહારની દુનિયા સાથે પોતાના સ્ટુડન્ટ્સને અવગત કરાવે છે. તેઓ માત્ર કરસાનદાસ માણેકની પંક્તિઓ ‘દરિદ્ર, દુર્બળ, દીન અછૂતો અન્ન વિના અડવડતા, દેવદ્વારની બહાર ભટકતા ટુકડા કાજ ટળવળતા, તે દિન આંસુભીનાં રે, હરિનાં લોચનિયાં મેં દીઠાં!’આ કવિતા ભણાવતાં જ નથી, પણ તેમાંથી પ્રેરણા લઈ ખરા અર્થમાં બાળકોને સમાજસેવા તરફ દોરે છે.

26 February, 2025 09:52 IST | Mumbai | Dharmik Parmar
(તમામ તસવીરો- સમીર અબેદી, આશિષ રાજે, નિમેશ દવે)

SSC બૉર્ડ એક્ઝામ શરૂ: તૈયારી સાથે મુંબઈના સ્ટુડન્ટ્સ પહોંચ્યા, જુઓ તસવીરો

આજથી મહારાષ્ટ્રમાં ધોરણ 10ની (એસએસસી)ની પરીક્ષા શરૂ થઈ ગઈ છે, જે 17 માર્ચ સુધી ચાલશે. પરીક્ષા પહેલાંના આ દૃશ્યોમાં વિદ્યાર્થીઓની ચિંતા, તૈયારી બાદનો ઉત્સાહ જોઈ શકાય છે. પરીક્ષા કેન્દ્રો પર પહોંચેલા સ્ટુડન્ટ્સની આ તસવીરો જુઓ (તસવીરો- સમીર અબેદી, આશિષ રાજે, નિમેશ દવે)

22 February, 2025 07:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ગુજરાત CM અને રાષ્ટ્રપતિ મુર્મુ NID અમદાવાદના પદવીદાન સમારંભમાં હાજર

ગુજરાત CM અને રાષ્ટ્રપતિ મુર્મુ NID અમદાવાદના પદવીદાન સમારંભમાં હાજર

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (એનઆઈડી)એ 27 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના અમદાવાદમાં તેના 44મા વાર્ષિક પદવીદાન સમારંભનું આયોજન કર્યું હતું.  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદ ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતિન પ્રસાદ પણ ઉપસ્થિત રહ્યા હતા

28 February, 2025 02:00 IST | Ahmedabad
ગુજરાત CM પટેલે અમદાવાદમાં `પરીક્ષા પે ચર્ચા`નું લાઈવ પ્રસારણ જોયું

ગુજરાત CM પટેલે અમદાવાદમાં `પરીક્ષા પે ચર્ચા`નું લાઈવ પ્રસારણ જોયું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 ફેબ્રુઆરીએ અમદાવાદમાં PM મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ જોયું. આ વર્ષનું સત્ર, ‘પરીક્ષા પે ચર્ચા’ની આઠમી આવૃત્તિ, સુંદર નર્સરી, નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. સત્ર દરમિયાન, પીએમ મોદીએ પોષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને વિદ્યાર્થીઓના ખોરાક અને જીવનશૈલીની પસંદગીઓ વિશે પૂછપરછ કરી. 2018 થી, PM મોદી બોર્ડની પરીક્ષાઓ દરમિયાન તણાવમુક્ત રહેવા માટેની ટીપ્સ શેર કરવા માટે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા સાથે વાર્તાલાપ કરવા વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે.

11 February, 2025 03:22 IST | Ahmedabad
HM અમિત શાહે મહેસાણામાં પુરાતત્વીય અનુભવી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું

HM અમિત શાહે મહેસાણામાં પુરાતત્વીય અનુભવી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું

ગૃહ પ્રધાન અમિત શાહે 16 જાન્યુઆરીએ ગુજરાતના મહેસાણામાં નવનિર્મિત પુરાતત્વીય પ્રયોગમૂલક મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે મ્યુઝિયમની સમીક્ષા પણ કરી હતી. આ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રજૂઆત કરી હતી. ગૃહમંત્રી શાહે `પ્રેરણા સંકુલ` શાળાનું પણ ઉદ્ઘાટન કર્યું જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક યાત્રા શરૂ થઈ હતી. “...આપણે બધા જાણીએ છીએ કે વડનગર સૌથી પ્રાચીન શહેરોમાંનું એક છે. તેની અખંડિતતા અને જીવંતતાને કારણે તેણે દરેક યુગમાં દેશની સંસ્કૃતિને પ્રભાવિત કરી છે. હજારો વર્ષોથી વડનગરની યાત્રા ચાલુ રહી અને અમારી પાસે છેલ્લા 2500 વર્ષથી તેના પુરાવા છે...,” અમિત શાહે કહ્યું.

17 January, 2025 05:11 IST | Mehsana
BPSC RAW:

BPSC RAW: "તે સત્તા બનવા માંગે છે", પ્રશાંત કિશોરે નીતિશ કુમારની ટીકા કરી

જન સૂરજના સંસ્થાપક પ્રશાંત કિશોર BPSCની 70મી પ્રિલિમિનરી પરીક્ષા રદ કરવાની માગણી સાથે ગાંધી મેદાનમાં ભૂખ હડતાળ પર છે. ANI સાથેની મુલાકાતમાં, તેમણે કહ્યું કે વિરોધ ચાલુ રહેશે અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારની ટીકા કરી. કિશોરે નીતિશ કુમાર પર આરોપ લગાવ્યો કે તેઓ લોકોના કલ્યાણ કરતાં સત્તામાં રહેવાની વધુ કાળજી લે છે. તેમણે કહ્યું કે બિહારમાં બે વર્ષથી કામ કરવા છતાં તેમના પ્રયાસોને રાજકારણ તરીકે ઓળખવામાં આવે છે. કિશોરે એ પણ ઉલ્લેખ કર્યો કે નીતિશ કુમારે કોવિડ કટોકટી દરમિયાન લોકોને મદદ કરી ન હતી, માત્ર સત્તા જાળવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પટનામાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ BPSCની સંકલિત સંયુક્ત (પ્રારંભિક) સ્પર્ધાત્મક પરીક્ષા 2024ને રદ કરવાની હાકલ કરી રહ્યા છે.

03 January, 2025 08:00 IST | Patna

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK