છેલ્લા કેટલાક સમયમાં દેશમાં એક નવી સમસ્યા ઊભી થઈ છે. લોકોના ફૂડ-ડ્રિન્કમાં એવી-એવી વસ્તુઓ મળી રહી છે જે આરોગ્ય માટે ખૂબ ખતરનાક છે અને ફૂડ-સેફ્ટીને લઈને સવાલ ઊભા કરી રહી છે. છેલ્લા દસ દિવસમાં મુંબઈ સહિત દેશના જુદા-જુદા ભાગમાં લોકોના ફૂડમાંથી ચીતરી ચડે એવુંબધું નીકળી રહ્યું છે. આઇસક્રીમમાં આંગળી-કાનખજૂરો, ચૉકલેટ સિરપમાં ઉંદર, ચિપ્સમાં દેડકો, ભોજનમાં સાપ, જૂસમાં કૉક્રૉચ આ બધું જોઈને ત્રાસી જવાય છે ત્યારે એક જ પ્રશ્ન થાય કે, ‘શું ખાઈએ? શું મગાવીએ?’
22 June, 2024 11:45 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent