૧૬.૬૬ કરોડ રૂપિયાના ખર્ચે બનશે માહિમ રેલવે ટ્રૅક નીચે બે માઇક્રો ટનલ.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈના પાણીપુરવઠાના નેટવર્કને વધુ મજબૂત બનાવવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ માહિમ સ્ટેશન નજીક રેલવે-ટ્રૅક નીચે માઇક્રો ટનલિંગ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને નવી પાણીની પાઇપલાઇન નાખવાનો ૧૬.૬૬ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા માહિમ, ધારાવી, દાદર, વરલી અને પ્રભાદેવી વિસ્તારોમાં પાણીપુરવઠાનું માળખું સુદૃઢ કરવામાં આવશે.
અત્યારે અન્ય એક પાઇપલાઇન દ્વારા અવિરત પાણીપુરવઠો જાળવી રાખવામાં આવ્યો છે, પરંતુ અગાઉની એક પાઇપલાઇન બંધ કરી દેવામાં આવી હોવાથી એના વિકલ્પ તરીકે નવા માળખાની જરૂર ઊભી થઈ છે. G-નૉર્થ અને G-સાઉથ વૉર્ડમાં ભવિષ્યમાં પાણીપુરવઠો ખોરવાય નહીં એ હેતુથી BMCએ ગુરુવારે બે અન્ડરગ્રાઉન્ડ પૅસેજ બાંધવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે.
ADVERTISEMENT
આ પ્રોજેક્ટ હેઠળ માહિમમાં રેલવે-ટ્રૅક નીચે ૧૪૦ મીટરની લંબાઈ ધરાવતી બે માઇક્રો ટનલ બનાવવામાં આવશે.
