એક પછી એક ટૂ-વ્હીલર સ્કિડ થઈને રસ્તા પર પટકાતાં આ બાબતે ત્યાર બાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
કાંદિવલી-ઈસ્ટના ઠાકુર વિલેજમાં નૉર્થ ઝોન પોલીસ-કમિશનરની ઑફિસ સામે જ રોડ પર ઑઇલ ઢોળાયું હોવાથી અડધો જ કલાકમાં એની પરથી પસાર થયેલાં ૧૪ જેટલાં ટૂ-વ્હીલર્સ સ્કિડ થયાં હતાં અને બાઇકસવારો ઘાયલ થયા હતા. એક પછી એક ટૂ-વ્હીલર સ્કિડ થઈને રસ્તા પર પટકાતાં આ બાબતે ત્યાર બાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ફાયર બ્રિગેડે રસ્તાના એ ભાગને બૅરિકેડ્સથી છૂટો પાડીને ઑઇલ ઢોળાયેલા રસ્તાના પૅચ પર માટી નાખી હતી. એ દરમ્યાન વાહનો બાજુમાંથી ધીમી ગતિએ છોડવામાં આવ્યાં હતાં.
હમ ભારત કે લોગ
ADVERTISEMENT

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના હેડક્વૉર્ટર સામે ગઈ કાલે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી, ફિરોઝ મીઠીબોરવાલા, ગુડ્ડી એસએલ અને અલી ભોજાણીના ‘હમ ભારત કે લોગ’ દ્વારા ‘તિરંગા સંવિધાન સત્યાગ્રહ’ રૅલી કાઢવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું જેમાં સામેલ થયેલા લોકોએ હાથમાં તિરંગો અને ભારતના બંધારણની કૉપીને લઈ સરકારની વિરુદ્ધ નારાબાજી કરી હતી. તુષાર ગાંધીની પોલીસે હાઉસ અરેસ્ટ કરતાં તે હાજર રહી શક્યા નહોતા. તસવીરોઃ આશિષ રાજે
આવતી કાલે વાવાઝોડું મુરાસુ આંધ્ર પ્રદેશમાં ટકરાશે, એક અઠવાડિયામાં બીજો ચક્રવાત
બંગાળની ખાડીમાં ફરી એક વાર ઊંડું ડિપ્રેશન રચાયું છે જે ચક્રવાતમાં તબદીલ થયું છે. ભારતીય મોસમ વિભાગના કહેવા અનુસાર ૩ નવેમ્બરે એટલે કે આવતી કાલે સવારે આ વાવાઝોડું આંધ્ર પ્રદેશના તટ પર ટકરાઈ શકે છે. આ દરમ્યાન ૧૦૦થી ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હજી ગયા અઠવાડિયે ૨૬ ઑક્ટોબરે જ અર્નબ વાવાઝોડાને કારણે આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પૉન્ડિચેરી સહિત પૂર્વ ભારતનાં રાજ્યોમાં ભારે વરસાદ થયો હતો. અર્નબને કારણે થયેલા નુકસાનમાંથી હજી કળ વળે એ પહેલાં જ ફરી એક વાવાઝોડાને કારણે તટપ્રદેશમાં અલર્ટ જાહેર કરવામાં આવી છે.
