Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપરમાં ૨૫ નવેમ્બરના બુધવારે નીકળશે દીક્ષા અંગીકાર કરનાર ૪ મુમુક્ષુઓની ભવ્ય શોભાયાત્રા

ઘાટકોપરમાં ૨૫ નવેમ્બરના બુધવારે નીકળશે દીક્ષા અંગીકાર કરનાર ૪ મુમુક્ષુઓની ભવ્ય શોભાયાત્રા

Published : 23 November, 2026 08:28 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘાટકોપરમાં ૨૫ નવેમ્બરના બુધવારે નીકળશે રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શરણમાં દીક્ષા અંગીકાર કરનાર ૪ મુમુક્ષુઓની ભવ્ય શોભાયાત્રા

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ


આજના જનરેશનમાં મોજ-શોખ, સુખ-સમૃદ્ધિ, સ્વજન-પરિવાર અને સમગ્ર સંસારનો ત્યાગ કરીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના ચરણ-શરણમાં દીક્ષા લઈ રહેલા ૪ મુમુક્ષુઓની ભવ્ય શોભાયાત્રાનું આયોજન ૨૫ નવેમ્બરના બુધવારે સવારે સવાઆઠ વાગ્યે ઘાટકોપર ખાતે કરવામાં આવ્યું છે.

મુમુક્ષુઓની સંસારત્યાગની ભાવનાની અનુમોદના કરતી આ શોભાયાત્રા સમગ્ર દીક્ષા મહોત્સવના અનુમોદક માતુશ્રી કંચનબેન રમણીકલાલ શેઠ, શ્રી મિલીબેન જિગરભાઈ શેઠ પરિવારના નિવાસસ્થાન દેવાંગ હાઇટ્સ, ૯૦ ફીટ રોડ, ગારોડિયા નગર, ઘાટકોપર ઈસ્ટથી પ્રારંભ થઈ ઘાટકોપરના રાજમાર્ગો પરથી પસાર થઈ આરાધ્ય ભક્તિ પાર્ક, હૉકી ગ્રાઉન્ડ, ઘાટકોપર ખાતે ધર્મસભામાં પરિવર્તિત થશે.



બાળપ્રતિભાઓને જિનશાસનના રંગે રંગવા લુક ઍન લર્ન જૈન જ્ઞાન ધામ દ્વારા ૮થી ૧૫ વર્ષનાં સર્વ બાળકો માટે ‘સંયમ આર્ટ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું છે. ‘સંયમ’ વિષય પર ચિત્રો બનાવવાની આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને મોટાં ઇનામો મળશે. શ્રેષ્ઠ ૧૦થી ૨૦ ચિત્રોને શોભાયાત્રામાં સ્થાન મળશે અને બાળકો પોતાનાં સર્જન સાથે જોડાઈ શકશે.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2026 08:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK