અબ તક છપ્પન: NCBએ અત્યાર સુધીમાં બૉલીવુડનાં 56 નામોનું લિસ્ટ બનાવ્યું
ગઈ કાલે ગોવાથી આવેલા કરણ જોહરને આ વીકના નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો દ્વારા બોલાવવામાં આવે એવા પૂરા ચાન્સિસ છે.
સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુના કેસથી ઇન્વૉલ્વ થયેલો નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો (એનસીબી)ની તપાસ નવી દિશામાં ડાઇવર્ટ થઈ જતાં આખા બૉલીવુડની ઊંઘ હરામ થઈ ગઈ છે. નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો અત્યારે બૉલીવુડ સાથે સંકળાયેલી એવી સેલિબ્રિટીની યાદી તૈયાર કરી રહ્યો છે જેની વિરુદ્ધ ડ્રગ્સ-સેવનના પુરાવા સજ્જડ રીતે મળ્યા હોય. આ યાદીમાં અત્યાર સુધીમાં પ૬ લોકોનાં નામ આવ્યાં છે. યાદીની શરૂઆતમાં રિયા ચક્રવર્તી અને અન્ય પેડલર્સ પાસેથી પાસેથી મળેલા લિસ્ટ મુજબ ૩૦ નામ હતાં, પણ આ ઇન્ક્વાયરી આગળ વધતાં અન્ય નામો પણ મળ્યાં અને એ નામોને ક્રૉસ-ચેક કરીને પ૬ સેલિબ્રિટીની યાદી તૈયાર થઈ છે.
ગઈ કાલે સવારે એ યાદીમાં પ૧ નામ હતાં, પણ ગઈ કાલે સાંજ સુધીમાં એમાં પાંચ નામ ઉમેરાયાં અને હવે એ લિસ્ટમાં કુલ પ૬ નામ થયાં છે. નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરોના આ લિસ્ટમાં કરણ જોહરનું નામ છે, તો સાથોસાથ એવા બાવીસ સુપરસ્ટાર્સનાં નામો પણ છે જેઓ બૉલીવુડ પર શાસન કરે છે. આ ઉપરાંત પ્રોડ્યુસર અને ડિરેક્ટરનાં નામો પણ છે. ડિરેક્ટરમાં અનુરાગ કશ્યપનું નામ પણ છે, તો સુપરસ્ટાર્સમાં એવા સુપરસ્ટારનું નામ પણ છે જેણે હમણાં એક બાબતમાં સામેથી નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરોનો સંપર્ક કર્યો હતો. અલબત્ત, ચાલી રહેલી તૈયારીમાં જે સમય નીકળે છે એ જોતાં મેડિકલ-એક્સપર્ટ્સનું માનવું છે કે સેલિબ્રિટી આ સમયનો ગેરલાભ લઈને નેચરોપથીની હેલ્પ લઈને બૉડી ડિટૉક્સ કરાવી શકે છે.
ADVERTISEMENT
દીપિકા પાદુકોણ ડિટોક્સિફિકેશન માટે જ ગોવા ગઈ હતી એવું પણ તેની નજીકના લોકોનું કહેવું છે. ગોવા પહોંચેલી દીપિકાની રૂમની આસપાસ કોઈને ફરકવા દેવામાં નહોતા આવતા. હોટેલના સ્ટાફે એવું દર્શાવી દીધું હતું કે મુંબઈથી આવી હોવાથી દીપિકા ક્વૉરન્ટીન થઈ છે, પણ ગોવામાં ક્વૉરન્ટીન માટે કોઈ નિયમ જ નહોતો. ક્વૉરન્ટીનના નામે દીપિકાએ ડિટૉક્સિફિકશન કરાવ્યું તો એવું જ કરણ જોહરે પણ કરાવ્યું હોવાનું કહેવાય છે. કરણ જોહર હજી ગઈ કાલે જ ગોવાથી આવ્યો છે. ગોવામાં તેણે પણ ડિટૉક્સિફિકેશન કરાવ્યું છે. ધર્મા પ્રોડક્શનની સિસ્ટર કર્ન્સન ધર્મેસ્ટિક એન્ટરટેઇનમેન્ટ સાથે જોડાયેલા ક્ષિતિજ રવિપ્રસાદની અરેસ્ટ પછી એ પણ સ્પષ્ટ થયું છે કે નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો ધર્મા પ્રોડક્શન અને કરણ જોહર પર ગાળિયો કસી રહ્યું છે.
૨૦૧૯માં વાઇરલ થયેલા એક વિડિયોમાં ઘણા સ્ટાર્સ એક પાર્ટીમાં ડ્રગ્સ લઈ રહ્યા હોવાનું દેખાય છે. આ પાર્ટી કરણ જોહરે આપી હોવાનું કહેવાય છે. આની તપાસ ઑલરેડી નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરોએ શરૂ કરી દીધી છે, તો આ પાર્ટીમાં દેખાય છે તેઓ અને જે દેખાતા નથી એવા લોકોની પણ ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવી છે. નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો એ વિડિયોમાં દેખાતા તમામેતમામ સ્ટાર્સ સુધી પહોંચવાની તૈયારી કરીને બેઠું છે અને એમાં કરણ જોહરનો ઉપયોગ સીડી તરીકે થાય એવી પૂરતી શક્યતા છે.
ગઈ કાલે ગોવાથી આવેલા કરણ જોહરને આ વીકના નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો દ્વારા બોલાવવામાં આવે એવા પૂરા ચાન્સિસ છે.

