કંગના રાણૌટ વિશે જેટલી વાતો અને ચર્ચાઓ થઇ છે એટલી કદાચ આ પહેલાં ભાગ્યે જ થઇ હશે. કંગનાની હોમ ઑફિસમાં બીએમસીએ કરેલી તોડફોડ અને તેને મળેલી કડક સુરક્ષા સાથે એરપોર્ટ પર તેના સપોર્ટ અને વિરોધમાં ભેગાં થયેલાં ટોળાંનો માહોલ જોવા જેવો છે. સુશાંતના મોતની ફરતે જે સ્તરે ઘોંઘાટ અને દેકારો થઇ રહ્યો છે તેમાં મૂળ મુદ્દો ક્યાંય પાછળ ઠેલાઇ ગયો છે. કંગના અને તેની સાથે જોડાયેલી ઘટનાઓ જોઇએ તસવીરોમાં.. (તસવીરો- સમીર અબેદી, સમીર માર્કંડે, યોગને શાહ, શાદાબ ખાન, પલ્લવ પાલીવાલ, આશિષ રાજે, એએનઆઇ)
10 September, 2020 12:07 IST