બૉલિવૂડના ઘણા સેલેબ્સ વર્ષ 2024માં જ લગ્ન કરવાના છે. આમિર ખાનની પુત્રી રાની ઈરા ખાન જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે લગ્ન કરવા જઈ રહી છે, ત્યારે હવે આ વર્ષે વધુ એક કપલના લગ્નના સમાચાર સામે આવ્યાં છે. આ કપલ બીજું કોઈ નહીં પણ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની(Rakul Jackky wedding) છે. રિપોર્ટ્સનું માનીએ તો રકુલ અને જેકી જલ્દી જ લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. મળતી માહિતી અનુસાર કપલના લગ્નની તારીખ પણ જાહેર થઈ ગઈ છે.
01 January, 2024 02:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent