ગઈ રાત્રે, `કલ્કી 2898 એડી` ના કલાકારો નાગ અશ્વિનની અપકમિંગ ફિલ્મની સ્પેશિયલ પ્રિ-રિલીઝ ઇવેન્ટ માટે એકઠાં થયાં હતાં. આ કાર્યક્રમમાં દીપિકા પાદુકોણ, પ્રભાસ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન હાજર રહ્યાં હતાં, જેનું સંચાલન રાણા દગ્ગુબાતીએ કર્યું હતું. સાંજની શરૂઆત દરેક અભિનેતાઓ વારાફરતી મંચ પર આવતા સાયફાય એપિક પર તેમના વિચારો શેર કરીને કરી હતી. જ્યારે દીપિકા પાદુકોણ સ્ટેજ પરથી જઈ રહી હતી ત્યારે બિગ બી અને પ્રભાસ તેની મદદ માટે દોડતા જોવા મળ્યા હતા. આ સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ દરમિયાન શું બન્યું તે જોવા માટે સંપૂર્ણ વિડિઓ જુઓ.
21 June, 2024 03:20 IST | Mumbai