વિશ્વ રંગભૂમિ દિનની પૂર્વસંધ્યાએ ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ ઍક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર આ વાત સ્વીકારતાં એકમતે કહે છે કે જો ચેન્જ લાવવાનું કામ સ્વબળે ન થયું તો એક દિવસ ખરેખર એવો આવશે કે આપણે આ દિવસની ઉજવણી નહીં કરી શકીએ. અગમચેતી દર્શાવતી આ વાતને વિગતે વાંચો, હવે...
એકસરખી વાર્તા, કૉમેડી, એકસરખા સેટ અને એકસરખી વેશભૂષા વચ્ચે આજની રંગભૂમિ બહુ બધી રીતે બીબાઢાળ બની ગઈ છે.
‘જો એક વાત તો ક્લિયર છે કે આમ જ ચાલતું રહેશે તો એક સમય એવો આવીને ઊભો રહેશે જ્યારે દુનિયાભરમાં વિશ્વ રંગભૂમિ દિવસ તો ઊજવાતો હશે, પણ તમારી પાસે એની ઉજવણી માટે કારણ નહીં હોય, કારણ કે નાટકો નહીં રહ્યાં હોય.’
આવતા અઠવાડિયે નવરાત્રિનું પર્વ પણ શરૂ થઈ જશે, પણ જેમ ઈદ અને ગણેશોત્સવ ફિક્કાફસ્સ રહ્યા એવું જ કંઈક માતાજીના આ ઉત્સવમાં પણ થાય એવું લાગી રહ્યું છે. હજારોની મેદનીને રાસગરબાની રમઝટમાં રસતરબોળ કરી દેનારા કલાકારો દર વર્ષે આ સમયે સુપરબિઝી રહેતા હતા, પણ કોરોનાના કપરા કાળે રંગ અને ઉમંગથી ભરપૂર આ ઉત્સવને પણ ઠંડો કરી દીધો છે. એમ છતાં દરેક કલાકારોએ પોતપોતાની રીતે વર્ચ્યુઅલ, ઑનલાઇન ગરબા કે આલબમ દ્વારા પોતાના ચાહકોનો રસ જાળવી રાખવા પૂરતા પ્રયત્નો કર્યા છે. આજે આપણે જાણીએ કે શું કરવાના છે નવરાત્રિના સ્ટાર્સ?
(અહેવાલ: રશ્મીન શાહ)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK