અફવાઓથી ભયનું વાતાવરણ ફેલાયું, વન્યજીવ સંસ્થાઓએ આપવી પડી સ્પષ્ટતા.
AIથી બનાવેલી મગરની તસવીરો
ઘાટકોપર-ઈસ્ટમાં આવેલા રમાબાઈનગર વિસ્તારમાં શુક્રવારે સાંજે અચાનક એક મગર મુક્તપણે ફરી રહ્યો હોવાની તસવીર સોશ્યલ મીડિયા પર અને વૉટ્સઍપ પર વાઇરલ થતાં સ્થાનિક ચાલમાં ભય અને તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. એક પછી એક અનેક લોકોના ફોન આવતાં રેસ્ક્યુઇંક અસોસિએશન ફૉર વાઇલ્ડલાઇફ વેલ્ફેર (RAWW)ની ટીમ તરત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે ત્યાં પહોંચીને તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે આ વાસ્તવિક ઘટના નહોતી પરંતુ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા જનરેટ કરવામાં આવેલી એક બનાવટી તસવીર હતી.
