Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 01 November, 2026 07:26 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
કોઈ પણ પડકારોનો સામનો કરી શકાય છે, પરંતુ તમારે તેને કેવી રીતે હૅન્ડલ કરવું તેમાં તમારે ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. કાયમી ધોરણે અથવા થોડા સમય માટે વિદેશ જવાનું વિચારતા લોકોએ નિર્ણય લેતાં પહેલાં તેના ફાયદા અને ગેરફાયદાને સમજવા જોઈએ. જો તમે લાંબી બીમારીથી પીડાતા હોય તો તમારા સ્વાસ્થ્યની થોડી વધારાની કાળજી લો અને તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરો.

સ્કૉર્પિયો જીવનસાથી તરીકે
સ્કૉર્પિયો રાશિની વ્યક્તિનો પ્રેમ ઊંડો અને તીવ્ર હોય છે. જ્યારે તેઓ કોઈ સંબંધમાં બંધાવાનું નક્કી કરે છે ત્યારે તેઓ સારા કે ખરાબ, દરેક સંજોગોમાં સાથ નિભાવે છે. તેઓ પોતાના પ્રિયજનોને સર્વોપરી માને છે અને કોઈપણ પડકારનો સામનો કરતી વખતે જે કંઈ પણ કરવું જરૂરી હોય તે કરવામાં તેમને કોઈ સંકોચ થતો નથી. જોકે આ રાશિના લોકો અત્યંત સંવેદનશીલ અને રહસ્યમય હોઈ શકે છે અને તેમના માટે કોઈને માફ કરવું મુશ્કેલ બની શકે છે.



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


તમે અપેક્ષા નહોતી રાખી એવી અચાનક ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે મદદ માગવામાં અચકાશો નહીં. નાણાકીય અને રોકાણોનું સંચાલન પૂરતી તપાસ કર્યા બાદ કરો.
કરીઅર ટિપ : તમારા બજેટનું પાલન કરો અને તમારે શું કરવાનું છે એ વિશે એકદમ સ્પષ્ટ રહો. ઇન્ટરનૅશનલ ગ્રાહકો અને પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા લોકો માટે આ સમય સકારાત્મક છે.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


ઉતાવળમાં લીધેલો નિર્ણય આશ્ચર્યજનક પરિણામ લાવી શકે છે. કોઈ પણ પડકારજનક પરિસ્થિતિને શાંત અને સંતુલિત દૃષ્ટિકોણથી જુઓ, એ તમને લાગે છે એટલી ખરાબ ન પણ હોય.
કરીઅર ટિપ : ઑફિસમાં થતી ગૉસિપના આધારે નિર્ણય લેતાં પહેલાં ચકાસણી કરવી જોઈએ. નવી નોકરીમાં જોડાયેલા લોકોએ ઑફિસના વાતાવરણ, કાર્યપદ્ધતિ અને નિયમોને સમજવાની જરૂર છે.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં તમારી પાસે ઉપલબ્ધ વિકલ્પોને ધ્યાનપૂર્વક તપાસી લો. સમજી-વિચારીને અને માહિતીના આધારે નિર્ણયો લો તો આ સમય આર્થિક બાબતો માટે સારો છે.
કરીઅર ટિપ : જે તમારું ભલું ઇચ્છતા ન હોય એવા સહકર્મીઓ કે ઉપરી અધિકારીઓથી સાવધ રહો. ઑફિસની એવી ગપસપથી દૂર રહો જે આગળ જઈને મુશ્કેલી ઊભી કરી શકે છે.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

કોઈ તમારી પાસે એવી બાબત કરાવવા માગશે જે તમે કદી કરવા માગતા નથી. આથી ધ્યાન રાખો. પૂરતું પાણી પીવાનું રાખો અને નિયમિત સમયે ભોજન લેવાનો પ્રયાસ કરો.
કરીઅર ટિપ : કોઈ પણ બિલ સાચું છે કે નહીં એની ફરીથી ચકાસણી કરી લો. જેઓ ઘરેથી કામ કરે છે તેમણે ધ્યાન ભટકાવતી બાબતોથી શક્ય એટલું દૂર રહેવું જોઈએ.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

એવી કોઈ પણ પરિસ્થિતિને છોડી દો જેનું કોઈ ભવિષ્ય નથી અથવા એ કુદરતી નિષ્કર્ષ પર આવી છે. સાવધાનીથી વાહન ચલાવો અને ખાલી રસ્તાઓ પર પણ સ્પીડ-લિમિટને વળગી રહો.
કરીઅર ટિપ : જો તમે જટિલ અથવા સંવેદનશીલ વાટાઘાટો સંભાળી રહ્યા હો તો વિગતવાર ટાઇમલાઇન બનાવો. નોકરી બદલવા માગતા લોકો માટે આ સમય સકારાત્મક છે.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

જો તમે તમારી જીવનશૈલીમાં કોઈ ફેરફાર કરવા માગતા હો તો અતિરેક કરવાનું ટાળો. જેઓ કમિટેડ રિલેશનશિપમાં છે તેઓ પોતાના સંબંધને આગળના તબક્કે લઈ જવા વિચારી શકે છે.
કરીઅર ટિપ : તમારા પ્રોફેશનલ નેટવર્કનો ઉપયોગ તમારા ફાયદા માટે કરો. તમારું મન ન હોય તો પણ વિવિધ કાર્યક્રમોમાં હાજર રહો. મુશ્કેલ ગ્રાહક સાથે દલીલ કરવાનું ટાળવાનો પ્રયાસ કરો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

કોઈ એવી વસ્તુને લઈને મિત્ર સાથે ઝઘડો કરવાનું ટાળો જે ખરેખર મહત્ત્વપૂર્ણ નથી. સ્થિર અને પરંપરાગત રોકાણ કરવા માટે વળગી રહો.
કરીઅર ટિપ : નાની-નાની બાબતોથી વિચલિત થવાને બદલે તમારે શું કરવાની જરૂર છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. ભલે તમને પસંદ ન હોય તો પણ કલીગ્સ સાથે સૌહાર્દપૂર્ણ સમીકરણ જાળવો.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

અચાનક ઊભી થતી પરિસ્થિતિઓને શાંતિપૂર્ણ રીતે સંભાળો. જો તમે રૂટીનમાં ફેરફાર કરવા માગતા હો તો તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા માટે તૈયાર રહો.
કરીઅર ટિપ : તમારા સહકર્મચારીઓ તમારા મિત્રો નથી. સાવચેત રહો અને કોઈને એવી માહિતી ન આપો જેનો ઉપયોગ તેઓ તમારી વિરુદ્ધ કરી શકે. નાની-નાની વિગતો પર ધ્યાન આપો.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

જો ઘણા વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય, તો તમારા અંતરના અવાજને સાંભળો. એવી વસ્તુઓ પાછળ વધુ પડતો ખર્ચ કરવાનું ટાળો 
જેનાથી તમે ખૂબ જ જલદી કંટાળો છો.
કરીઅર ટિપ : ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા લોકો માટે આ સમય સકારાત્મક છે. ઑફિસમાં ભાવનાત્મક રિલેશનશિપમાં પડવાનું ટાળો.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

કોઈપણ વિચાર પર ઝડપથી અમલ કરો, પરંતુ ખાતરી કરી લો કે તમારી પાસે જરૂરી તમામ માહિતી છે. ઑનલાઇન જીવનસાથી શોધતા અપરિણીતોએ વિકલ્પો ખુલ્લા રાખવા જોઈએ.
કરીઅર ટિપ : મુશ્કેલ સ્વભાવના કે સ્પર્ધાત્મક સહકર્મીઓ સાથે ખૂબ જ સાવચેતીપૂર્વક વ્યવહાર કરો. બોલતાં પહેલાં વિચારો, કારણ કે તમે જે કહો છો તેનો ઉપયોગ તમારી વિરુદ્ધ થઈ શકે છે.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

ઉતાવળમાં લીધેલો નિર્ણય બિનજરૂરી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તમારા પ્રોફેશનલ અને પર્સનલ જીવન વચ્ચે સંતુલન જાળવો, જેથી કોઈ પણ ક્ષેત્ર સાથે બાંધછોડ ન કરવી પડે.
કરીઅર ટિપ : તમે તમારો સમય કેવી રીતે મૅનેજ કરો છો તેના પર ધ્યાન આપો, જેથી તમારી કાર્યક્ષમતામાં વધારો થાય. ઘરેથી બિઝનેસ કરતા લોકો માટે આ સમય સકારાત્મક છે.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલા પરિસ્થિતિને વાસ્તવિક દૃષ્ટિકોણથી જુઓ. જેમનું બજેટ મર્યાદિત છે, તેમણે બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળવું જોઈએ.
કરીઅર ટિપ : આંતરરાષ્ટ્રીય સહકર્મીઓ સાથે વાતચીત કરતી વખતે સાંસ્કૃતિક તફાવતોને ધ્યાનમાં રાખો. કરીઅરને લગતો કોઈપણ નિર્ણય લેતાં પહેલાં ખૂબ જ કાળજીપૂર્વક વિચાર કરો.

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2026 07:26 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK