Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકાની ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારોનો દબદબો: જાણો કોણે ક્યાંથી બાજી મારી

અમેરિકાની ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારોનો દબદબો: જાણો કોણે ક્યાંથી બાજી મારી

Published : 05 November, 2026 12:59 PM | IST | United States Of America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકામાં મિડ-ટર્મ ઇલેક્શનમાં ભારતીય મૂળના ઉમેદવારોએ શાનદાર દેખાવ કર્યો હતો.

અમેરિકાની ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારો

અમેરિકાની ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારો


૧. ડૉ. અમી બેરા: ૬૧ વર્ષીય ડૉ. અમી બેરા ડેમોક્રૅટિક પાર્ટીમાંથી કૅલિફૉર્નિયાની ત્રીજી ડિસ્ટ્રિક્ટમાં રિપબ્લિકન રૉબ ટકરને હરાવીને હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં સળંગ આઠમી વખત જીત્યા હતા. નોંધનીય છે કે કૉન્ગ્રેસમાં સૌથી લાંબો સમય સેવા આપનાર આ સંસદસભ્યનાં માતા-પિતા મૂળ ગુજરાતનાં છે.
૨. સુહાસ સુબ્રમણ્યમ: ૪૦ વર્ષીય ડેમોક્રૅટિક ઉમેદવાર સુહાસ સુબ્રમણ્યમે વર્જિનિયાની દસમી ડિસ્ટ્રિક્ટમાંથી રિપબ્લિકન ડેવ બેકવિથને હરાવીને હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સની બેઠક જીતી હતી. મૂળ બૅન્ગલોરનાં માતા-પિતાનું સંતાન એવા સુહાસ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાના સલાહકાર રહી ચૂક્યા છે.
૩. રો ખન્ના: ડેમોક્રૅટિક પાર્ટીના ૫૦ વર્ષીય ઉમેદવાર રો ખન્નાએ સિલિકૉન વૅલીના હાર્દ સમાન કૅલિફૉર્નિયાની સત્તરમી ડિસ્ટ્રિક્ટમાંથી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં જીત મેળવી હતી. તેમના પિતા ભારતીય ઇમિગ્રન્ટ હતા, જ્યારે તેમના દાદા અમરનાથ વિદ્યાલંકારે ભારતની આઝાદીની ચળવળમાં જેલવાસ ભોગવ્યો હતો.
૪. પ્રમિલા જયપાલ: ૧૯૬૫માં ભારતના ચેન્નઈમાં જન્મેલાં ૫૯ વર્ષીય ડેમોક્રૅટિક નેતા પ્રમિલા જયપાલે વૉશિંગ્ટનની સાતીમ ડિસ્ટ્રિક્ટમાંથી હાઉસ ઑફ ​રિપ્રેઝન્ટેટિવ્સની બેઠક પર છઠ્ઠી વખત ભવ્ય વિજય નોંધાવ્યો હતો. આજે તેઓ અમેરિકન કૉન્ગ્રેસમાં દક્ષિણ એશિયન મૂળનાં પ્રથમ મહિલા સંસદસભ્ય છે.
૫. પિયા ડાંડિયા: મૂળ ભારતીય માતા-પિતાનાં સંતાન અને અમેરિકામાં જન્મેલાં પિયા ડાંડિયા ડેમોક્રૅટિક પાર્ટી તરફથી લડીને ફ્લૉરિડાની બાવીસમી ડિસ્ટ્રિક્ટમાંથી રિપબ્લિકન કેસી અસ્કરને હરાવીને પ્રથમ વખત હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પહોંચ્યાં છે. તેઓ અગાઉ ઍપલ કંપનીમાં પણ કામ કરી ચૂક્યાં છે.
૬. અરુણા મિલર: ભારતના આંધ્ર પ્રદેશમાં જન્મેલાં અને ૭ વર્ષની ઉંમરે અમેરિકા ગયેલાં ૬૧ વર્ષીય ડેમોક્રૅટિક નેતા અરુણા મિલરે ગવર્નર વેસ મૂર સાથે જોડાઈને મૅરીલૅન્ડનાં લેફ્ટનન્ટ ગવર્નર તરીકે ફરી એક વાર ચૂંટાઈ આવવાની સિદ્ધિ મેળવી છે અને તેઓ આ રાજ્યમાં કોઈ હોદ્દો મેળવનારાં પ્રથમ ઇમિગ્રન્ટ મહિલા છે.

 


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2026 12:59 PM IST | United States Of America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK