અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં પહેલી વાર ઊભાં રહ્યાં અને જીત્યાં BJPનાં ડિમ્પલ વરિન્દાની, ૩૬ વર્ષથી રહે છે ભારતમાં
સરદારનગર વૉર્ડમાંથી ચૂંટણી જીતનાર ડિમ્પલ વરિન્દાની
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં જન્મેલાં અને છેલ્લાં ૩૬ વર્ષથી ભારતમાં રહેતાં ડિમ્પલ વરિન્દાની અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં સરદારનગર વૉર્ડમાંથી ચૂંટણી જીત્યાં છે. પાકિસ્તાનથી ભારત આવીને વસેલાં ડિમ્પલ વરિન્દાની પહેલી વાર ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નાં ઉમેદવાર તરીકે ઊભાં રહ્યાં હતાં અને તેમણે જીત મેળવી છે.
ડિમ્પલ વરિન્દાનીએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘હવે હું ભારતીય છું. જોકે મારો જન્મ સિંધ પ્રાંતના છીપરો ગામમાં થયો હતો. હું ૧૨ વર્ષની હતી ત્યારે ત્યાંથી નીકળીને અમદાવાદ આવી હતી. ૧૯૯૦માં હું અહીં આવી હતી અને મને ૨૦૧૪માં ભારતીય સિટિઝનશિપ મળી હતી. હું પહેલી વાર ચૂંટણી લડી હતી. મતદારોએ મને અને મારી સાથેના પક્ષના ઉમેદવારોને વિજયી બનાવ્યાં છે.’
ADVERTISEMENT
બૅચરલ ઑફ લૉ સુધીનો અભ્યાસ કરીને સમાજસેવાનાં કાર્યોમાં સતત પ્રવૃત્ત રહેનાર ડિમ્પલ વરિન્દાની BJPમાં કાર્યરત છે અને પાર્ટીમાં સંગઠનનાં કાર્યોમાં ઘણા સમયથી જોડાયેલાં છે.
