કોઈકે અનુભવ્યો વોટિંગ કરીને મોટા થઈ ગયાનો અહેસાસ તો કોઈકને એવું લાગ્યું કે સરકાર ઊભી કરવામાં હું પણ કૉન્ટ્રિબ્યુટ કરી શકું છું : પહેલી વાર વોટિંગ કરવાનો મોકો મિસ ન થાય એટલા માટે મુંબઈથી વોટિંગ કરવા ગુજરાત આવી નયના
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનમાં ગઈ કાલે પહેલી વાર મતદાન કરનાર યુવા મતદારોનો ઉત્સાહ આસમાને જણાતો હતો. પહેલી વાર વોટિંગ કરવાની એક્સાઇટમેન્ટ જબરદસ્ત રહી હતી. એટલું જ નહીં, પહેલી વાર વોટિંગ કરવાનો મોકો મિસ ન થાય એટલા માટે મુંબઈમાં રહેતી નયના વોટિંગ કરવા માટે તેના ગુજરાતમાં આવી હતી. ગુજરાતમાં યોજાયેલા મતદાનમાં અમદાવાદ, વડોદરા, પાલનપુર હોય કે પછી પાટણ કે દાહોદ હોય કે અન્ય શહેરી કે ગ્રામીણ વિસ્તાર હોય, પહેલી વાર મત આપવા જતાં યુવાન-યુવતીઓમાં એક પ્રકારની ચમક દેખાઈ હતી. કોઈકે અનુભવ્યો વોટિંગ કરીને મોટા થઈ ગયાનો અહેસાસ તો કોઈકને એવું લાગ્યું કે સરકાર ઊભી કરવામાં હું પણ કૉન્ટ્રિબ્યુટ કરી શકું છું તો કોઈકને એમ પણ થયું કે હવે પાંચ વર્ષે નહીં, પણ છ-આઠ મહિને પબ્લિક વચ્ચે આવજો.
(શબ્દાંકન : શૈલેષ નાયક)
06 December, 2022 09:44 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent