Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Maharashtra Accident: મુંબઈ-આગ્રા હાઇવે પર કરુણાંતિકા: ઉપરાઉપરી વાહનો અથડાતાં છનાં મોત, ૨૬ ઘાયલ

Maharashtra Accident: મુંબઈ-આગ્રા હાઇવે પર કરુણાંતિકા: ઉપરાઉપરી વાહનો અથડાતાં છનાં મોત, ૨૬ ઘાયલ

Published : 25 May, 2026 02:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Maharashtra Accident: એક ડમ્પર અને ટ્રક વચ્ચે સૌ પ્રથમ એક્સિડન્ટ થયો હતો તેમાં એક ખાનગી બસે સંતુલન ગુમાવતાં તે પણ આ વેહિકલ્સ સાથે અથડાઇ હતી. આ ટક્કર એટલી ભયાવહ હતી કે છ લોકોનાં રામ રમી ગયા હતા

સૌ પ્રથમ ડમ્પર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી તે. (સૌજન્ય : એક્સ)

સૌ પ્રથમ ડમ્પર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી તે. (સૌજન્ય : એક્સ)


મહારાષ્ટ્રમાંથી ફરી એકવાર દર્દનાક રોડ એક્સિડન્ટ (Maharashtra Accident) સામે આવ્યો છે. મહારાષ્ટ્રના ધૂળે જિલ્લામાં મુંબઈ-આગ્રા હાઇવે પર આજે વહેલી સવારે એક ભયાવહ એક્સિડન્ટ થયો હતો. અહીં એક ડમ્પર અને ટ્રક વચ્ચે સૌ પ્રથમ એક્સિડન્ટ થયો હતો તેમાં એક ખાનગી બસે સંતુલન ગુમાવતાં તે પણ આ વેહિકલ્સ સાથે અથડાઇ હતી. આ ટક્કર એટલી ભયાવહ હતી કે છ લોકોનાં રામ રમી ગયા હતા અને અન્ય ૨૬ જેટલાં લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી. ફૂલ સ્પીડમાં આવી રહેલી પેસેન્જર બસ અન્ય વાહનો સાથે અથડાઇ હતી એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

લાલિંગઘાટ પર બન્યો આ એક્સિડન્ટ



પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટના આજે સોમવારે વહેલી સવારે ધૂળેના લલિંગઘાટ (Maharashtra Accident) પર બની હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર હાઇવે પર ડમ્પર, ટ્રક સાથે બસની ટક્કર થઈ હતી. ઝડપી ગતિએ આવી રહેલી બસ પલટી ખાઈ ગઈ હતી. આ ટક્કર બાદ તરત જ ટોલ પ્લાઝાનો સ્ટાફ અને સ્થાનિક રહેવાસીઓ ઘાયલોને બચાવવા માટે સ્થળ પર દોડી આવ્યા હતા. રેતીથી ભરેલા ડમ્પર અને ટ્રક સામ-સામે અથડાઈ ગયા હતા.એક્સિડન્ટ વિષે ખબર મળતા જ પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્ટાફ દ્વારા ગંભીર રીતે ઘાયલ થયેલા પૅસેન્જર્સને વેહિકલમાંથી બહાર કાઢવાના કામમાં લાગી ગયા હતા. એક તરફ જ્યાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું હતું તેવે સમયે પાછળથી ઝડપી ગતિએ આવતી એક ખાનગી ટ્રાવેલ બસે નિયંત્રણ ગુમાવી દીધું હતું અને સ્થળ પર ઓલરેડી એક્સિડન્ટનો ભોગ બનેલા ટ્રક અને ડમ્પર સાથે અથડાઇ હતી. આ વાહનોની ટક્કર એટલી જોરદાર હતી કે કેબિનમાં બેઠેલા કેટલાક મુસાફરો અને ત્યાં રસ્તે મદદ કરી રહેલા ટોલ સ્ટાફને ગંભીર ઇજાઓ થઈ હતી. હતા. આ ભયાવહ એક્સિડન્ટમાં કુલ 6 લોકોના મોત થયા છે.


પ્રાપ્ત અહેવાલો અનુસાર સ્થાનિક લોકો અને પોલીસની મદદથી અન્ય ૨૬ ઈજાગ્રસ્તોને ધૂળેની ભાઉ સાહેબ હીરે જિલ્લા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જય તેઓની સારવાર ચાલી રહી છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ એક્સિડન્ટ એટલો ગંભીર હતો કે હાઇવે પરનો ટ્રાફિક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા અકસ્માત (Maharashtra Accident)નું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

રાયગઢમાં પણ ખીણમાં ખાબકેલી SUVમાં આઠનાં મોત


મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં વહેલી સવારે એક SUV ઊંડી ખીણમાં પડી જતાં આઠ લોકોના મોત થયા (Maharashtra Accident) હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. અત્યાર સુધી બચાવ ટીમોએ બે મૃતદેહોને બહાર કાઢ્યા છે, જેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. બાકીના મૃતદેહોને શોધવાની કામગીરી હજુ પણ ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બચાવ ટીમોને ઊંડી ખીણમાં ઊતરીને મૃતદેહોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

25 May, 2026 02:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK