Salman Khan deactivates Insta account! બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને સોમવારે પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતુ, જોકે થોડીક જ વારમાં આ બાબતે ફેન્સને સ્પષ્ટતા મળી જતા તેમણે રાહતનો શ્વાસ લીધો હતો
સલમાન ખાનની ફાઇલ તસવીર
બોલિવૂડ (Bollywood) સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઇન્સ્ટાગ્રામ (Instagram) અને એક્સ (X) પર ખૂબ જ સક્રિય હતો. ભાઈજાન સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ્સનો ઉપયોગ પોતાના ફિલ્ટર વગરના અને સાચા વિચારો વ્યક્ત કરવા કરી રહ્યો હતો. આજના સમયમાં જ્યાં મોટાભાગના સેલિબ્રિટીઝ ચેટજીપીટી (ChatGPT) દ્વારા તૈયાર કરાયેલા પ્રોફેશનલ કેપ્શન્સ લખે છે, ત્યાં સલમાન ખાનના અસલી અને દેશી અંદાજના કેપ્શન્સના લોકોએ ખૂબ વખાણ પણ કર્યા હતા. જો કે, હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે અભિનેતાએ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંથી કોઈ એક પરથી થોડા સમય માટે વિરામ લેવાનો નિર્ણય કર્યો છે. ભલે આ બ્રેક ટૂંકા સમય માટેનો હોય, પરંતુ તેના ચાહકો માટે આ ચોંકાવનારા સમાચાર છે.
સલમાન ખાનનું ઇન્સ્ટાગ્રામ થોડી મિનિટો માટે ગાયબ થતાં ફેન્સ ચિંતિત
ADVERTISEMENT
સોમવારે સોશ્યલ મીડિયા પર એ વાત સામે આવી કે સુપરસ્ટાર સલમાન ખાનનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડીએક્ટિવેટ (Deactivate) થઈ ગયું છે. અભિનેતાએ પોતે આ અંગે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરી નહોતી, પરંતુ તેના સજાગ ચાહકોએ તરત જ નોંધ્યું કે તેનું હેન્ડલ એપ્લિકેશન પરથી ગાયબ થઈ ગયું હતું.
જો કે, આ આખી ઘટના સામે આવ્યાની ગણતરીની મિનિટોમાં જ અભિનેતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ફરીથી લાઈવ અને દૃશ્યમાન (Visible) થઈ ગયું હતું. આ અકાઉન્ટ કોઈ ટેકનિકલ ખામીને કારણે ગાયબ થયું હતું કે કોઈ અન્ય કારણોસર, તે અંગે સલમાન ખાન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
WTF happened to Salman Khan`s instagram account? pic.twitter.com/NplQ7Un9ln
— Being ADARSH⚡ (@IBeingAdarsh_) May 25, 2026
સલમાન ખાને મોડી રાત્રે પોસ્ટ શેર કરીને પેપરાઝી પર ઠાલવ્યો હતો આક્રોશ
આ મહિનાની શરૂઆતમાં, મુંબઈની હિન્દુજા હોસ્પિટલની બહાર પેપરાઝી દ્વારા કરવામાં આવેલા હોબાળા પર અભિનેતા સલમાન ખાને અત્યંત આક્રોશ વ્યક્ત કર્યો હતો. આરોપ છે કે ત્યાં હાજર ફોટોગ્રાફર્સે તેનો પીછો કર્યો હતો અને તેનું ધ્યાન ખેંચવા માટે સતત બૂમો પાડી રહ્યા હતા. આ ઘટના બાદ, અભિનેતાએ સોશિયલ મીડિયા પર લાગણીસભર પોસ્ટ્સની એક સિરીઝ શેર કરીને હોસ્પિટલોની આસપાસ પેપરાઝીના આવા વર્તનની આકરી ટીકા કરી હતી અને ચેતવણી આપી હતી કે કોઈની મુશ્કેલ ક્ષણોને માત્ર `કન્ટેન્ટ` (સામગ્રી)માં ન બદલવી જોઈએ.
હોસ્પિટલ બહાર પેપરાઝીના અસંવેદનશીલ વર્તનથી નારાજ થયા બાદ, સુપરસ્ટાર સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ પર એક પછી એક લાગણીસભર અને આક્રોશથી ભરેલી પોસ્ટ્સ શેર કરી હતી, જેણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે.
પોતાના આકરા શબ્દોમાં અભિનેતા સલમાન ખાને સીધો જ આ મુદ્દા પર પ્રહાર કર્યો હતો. તેણે લખ્યું કે, તેણે હંમેશા મીડિયા જગતને પૂરો સપોર્ટ કર્યો છે અને એ વાતની ખાતરી કરી છે કે ફોટોગ્રાફર્સને તેમની મળતી રહે. પરંતુ કોઈની પીડા કે મુશ્કેલ સમયનો પોતાનો ફાયદો ઉઠાવવા માટે ઉપયોગ કરવો, તે મર્યાદા ઓળંગવા બરાબર છે. તેણે ભાવનાત્મક રીતે આવી કપરી પરિસ્થિતિઓમાંથી પૈસા કમાવવાનો પ્રયાસ કરનારા લોકોની આકરી ટીકા કરી હતી અને તેમને સહાનુભૂતિ તેમજ સંયમ રાખવા અપીલ કરી હતી.
આ બધી પોસ્ટ્સમાં સલમાન ખાનના એક ચોક્કસ વિધાને ઇન્ટરનેટ પર લોકોનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું. અભિનેતાએ મક્કમતાથી લખ્યું: "સાઠ સાલ કા હો ગયા હૂં લેકિન લડના નહીં ભૂલા" (હું ભલે ૬૦ વર્ષનો થઈ ગયો છું, પરંતુ હજી લડવાનું ભૂલ્યો નથી). તેની આ લાઇન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ફેન્સ તેના આ અંદાજને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે.
સલમાન ખાનના પ્રોફેશનલ કમિટમેન્ટ્સની વાત કરીએ તો, અભિનેતા હાલમાં એક શાનદાર વૉર ડ્રામા `માતૃભૂમિ` પર કામ કરી રહ્યો છે. અપૂર્વ લાખિયાના નિર્દેશનમાં બની રહેલી આ મોસ્ટ અવેટેડ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે ચિત્રાંગદા સિંહ જોવા મળશે. આ ફિલ્મ ૧૫ જૂન, ૨૦૨૦ ના રોજ બનેલી એ ઐતિહાસિક ઘટનાઓ પર આધારિત છે, જ્યારે ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ફિલ્મમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ડિસએન્ગેજમેન્ટ કરારનો અમલ કરાવનારા કર્નલ સંતોષ બાબુ અને ૧૬ બિહાર રેજિમેન્ટની બહાદુરીની સફર બતાવવામાં આવશે. આ ફિલ્મમાં સલમાન ખાન કર્નલ સંતોષ બાબુનું મુખ્ય પાત્ર ભજવે છે.
