Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં એકસાથે, એક જ સ્થળે એકઠી થશે ગીતા નામની ૨૫,૦૦૦ મહિલાઓ; બનશે રેકૉર્ડ

અમદાવાદમાં એકસાથે, એક જ સ્થળે એકઠી થશે ગીતા નામની ૨૫,૦૦૦ મહિલાઓ; બનશે રેકૉર્ડ

Published : 08 September, 2026 07:06 AM | IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ગીતા જયંતીના દિવસે ૨૦ ડિસેમ્બરે યોજાશે ગીતા શક્તિ મહાસંગમ : એકતા, સંસ્કાર અને સકારાત્મક શક્તિના લેવાશે સંકલ્પ : ભગવદ્ગીતાનો પ્રચાર-પ્રસાર કરવા અને ઘરે-ઘરે ગીતા પહોંચાડવાનો હેતુ

ગીતા શક્તિ મહાસંગમનું પોસ્ટર.

ગીતા શક્તિ મહાસંગમનું પોસ્ટર.


૨૦ ડિસેમ્બરે ગીતા જયંતીના દિવસે અમદાવાદ ઐતિહાસિક ક્ષણોનું સાક્ષી બનશે. શહેરમાં એકસાથે, એક સ્થળે ગીતા નામની ૨૫,૦૦૦ મહિલાઓને એકઠી કરવામાં આવશે અને રેકૉર્ડ સર્જાશે. આ માટે રાજકોટના શ્રી ભગવદ્ગીતા ચૅરિટેબલ ટ્રસ્ટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સંસ્થા દ્વારા આયોજિત ગીતા શક્તિ મહાસંગમમાં એકઠી થનારી ગીતા નામની ૨૫,૦૦૦ મહિલાઓ સહિત ઉપસ્થિત સૌકોઈ એકતા, સંસ્કાર અને સકારાત્મક શક્તિના સંકલ્પ લેશે.  



શ્રી ભગવદ્ગીતા ચૅરિટે​બલ ટ્રસ્ટના પ્રમુખ માધાભાઈ સખિયાએ કહ્યું હતું કે ‘ભગવદ્ગીતાનો પ્રચાર-પ્રસાર કરવા અને ઘરે-ઘરે ગીતા પહોંચાડવાના હેતુથી ગીતા જયંતીના દિવસે ૨૦ ડિસેમ્બરે અમદાવાદમાં ગીતા શક્તિ મહાસંગમ કાર્યક્રમ યોજાશે. એમાં ગીતા નામની ૨૫,૦૦૦ બહેનોને એકઠી કરવાનું આયોજન કર્યું છે. આ માટે જેમનું નામ ગીતા હોય તેમને આ ગીતા શક્તિ મહાસંગમમાં જોડાવા અપીલ કરીએ છીએ. ગીતા નામની બહેનોનું આ વિશાળ એકત્રીકરણ મહિલા શક્તિ અને સામાજિક એકતાનું જીવંત પ્રતીક બનશે. કાર્યક્રમના સ્થળે યજ્ઞ પણ યોજાશે.’  
અગાઉ સુરતમાં વર્લ્ડવાઇડ બુક ઑફ રેકૉર્ડ્સમાં મળ્યું હતું સ્થાન  


સંસ્થાનાં કાર્યકરો આરતી પરમાર અને હિના સોલંકીએ કહ્યું હતું કે ‘એકસાથે, એક સ્થળે ૨૫,૦૦૦ ગીતા નામની બહેનો એકઠી થઈને રેકૉર્ડ બનાવશે. આ માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પ્રોસેસ કરીને રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ પહેલાં સંસ્થા દ્વારા ૨૦૨૩માં સુરતમાં એકસાથે ગીતા નામની ૪૭૦૦ બહેનોને એકઠી કરી હતી અને એક રેકૉર્ડ થયો હતો જેને વર્લ્ડવાઇડ બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. સંભવિત રીતે ગીતા નામની મહિલાઓને આ રીતે એકસાથે, એક સ્થળે એકઠી કરવાનું કામ કોઈએ કર્યું નથી.’   


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2026 07:06 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK